Charchapatra

આ તે કેવી મનોવૃત્તિ?

હાલમાં જ સુરત-કામરેજ પાસેની એક સોસાયટીમાં એક અત્યંત દુ:ખદ ઘટના બની ગઇ. એક ચોવીસ વર્ષના યુવકે એકવીસ વર્ષની એક યુવતીનું સરેઆમ ગળું કાપી નાંખ્યું! આ ઘટના કોઇને પણ ધ્રુજાવી નાખે એવી છે. પરંતુ આ ઘટના દરમિયાન પણ કેટલાંક લોકો તેનો વીડિયો બનાવી રહ્યા હોવાની ગંભીર વાત બહાર આવી છે. આવી કોઇ પણ દુ:ખદ, અનિચ્છનીય ઘટના બની રહી હોય ત્યારે તેને કેવી રીતે અટકાવી શકાય એવું વિચારવાને બદલે તેનો વીડિયો બનાવતાં રહેવું એ અત્યંત ધૃણાસ્પદ મનોવૃત્તિ છે. અનેક લોકોની, વીડિયો બનાવવાની આવી મનોવૃત્તિએ તમામ મર્યાદાઓ ઓળંગી દીધી છે. આવી મનોવૃત્તિથી આપણે બચીએ એ અપેક્ષિત છે. હવે શાળા – કોલેજમાં શિક્ષકોએ પોતાના વિદ્યાર્થીઓને આ અંગે યોગ્ય તાલીમ આપવી જોઇએ એવું સ્પષ્ટ થાય છે. સાથોસાથ ઘરમાંથી માતાપિતા અને વડીલોએ પણ પોતાનાં સંતાનોને આ અંગે સાચી સમજ આપવી જોઇએ. એ જરૂરી બની ગયું છે. આવી અનેક અનિચ્છનીય, દુ:ખદ ઘટના વખતે વીડિયો બનાવવાને બદલે તેને નિવારવા માટે પોતે શું કરી શકે એવી વૃત્તિ આપણા સૌમાં કેળવાય એ જરૂરી છે.
નવસારી-ઇન્તેખાબ અનસારી રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top