ઘણાને ખબર નહીં હોય કે બેસવાના અધિકાર માટે વેપારી સંસ્થાઓમાં કામ કરતા કામદારોની લાંબી લડત ચાલી છે. ઘણા કિસ્સાઓમાં તેમને તેમની 10-12 કલાકની પાળીમાં સતત ઊભા રહેવાની ફરજ પડાય છે અને તેમને સમયસર કુદરતી હાજત માટે પણ જવા દેવામાં આવતા નથી. તા.13 મી સપ્ટેમ્બરે એક સમાચાર એવા આવ્યા કે તામિલનાડ વિધાનસભાએ તેના 1947 ના ગુમાસ્તા ધારામાં સુધારો કરી દુકાનો, સ્ટોર અને વેપારી સંસ્થાઓ માટે તેમના કર્મચારીઓને બેસવાની સગવડ ફરજીયાત પૂરી પાડવા હુકમ કર્યો છે.
નવા દાખલ કરાયેલા કાયદામાં કહેવાયું છે કે દરેક દુકાનો અને સંસ્થાઓમાં કામદાર-કર્મચારીઓને ફરજના આખા સમય દરમ્યાન ખડે પગે ઊભા રહેવાની પરિસ્થિતિ ટાળવા બેસવા માટે પૂરતી વ્યવસ્થા કરવી જ પડશે. તામિલનાડ કેરળને અનુસર્યું છે. દેશભરમાં સૌ પ્રથમ વાર 2019 ના જાન્યુઆરીમાં કેરળના ગુમાસ્તા ધારામાં કામદાર-કર્મચારીઓ માટે બેસવાની વ્યવસ્થા ફરજીયાત કરતી જોગવાઇ કરવામાં આવી.
કેરળમાં બેસવાના હક્ક માટેની લડતનાં મૂળ 53 વર્ષની પાલિતોડી વિજીની લડત સુધી પહોંચે છે. પાલિતોડી વિજી તે સમયે કોઝીકોડમાં એક શોપિંગ કોમ્પલેકસમાં દરજીની એક દુકાનમાં કામ કરતી હતી. ‘પેશાબ-પાણી માટે જઇ શકું?’ એવો પ્રશ્ન તેણે કર્યો ત્યારે એને અપમાનજનક રીતે કહેવામાં આવ્યું કે તમારી જાત પર નિયંત્રણ રાખો અથવા ઓછામાં ઓછું પાણી પીઓ.’
છંછેડાયેલી વીજીએ બધાનો ટેકો પ્રાપ્ત કરવાનું શરૂ કર્યું અને વધુ ને વધુ સ્ત્રીઓ જોડાઇ અને માસિક સ્રાવ દરમ્યાન સાફસફાઇની સગવડના અભાવે તેમજ પેશાબ રોકી રાખવાને કારણે ચેપ અને મૂત્રપિંડના દુખાવાની ફરિયાદ કરવા માંડી. 2010 માં વીજીએ સ્ત્રી કામદારોને એકત્ર કરી તે જ વર્ષે કોઝી કોડ કોર્પોરેશનને નોંધી લઇ ભરચક વેપારી વિસ્તારમાં શૌચાલય બાંધવાની ફરજ પડી. 2012 સુધીમાં સ્ત્રી કામદારો તેની સાથે સલાહ મસલતમાં રહી અને વિજી અને તેનાં જૂથો બેસવાના અધિકાર માટેની લડત શરૂ કરી હતી. તે સમયે કેરળની ઘણી દુકાનોએ જગ્યા ખાલી હોવા છતાં સ્ત્રી કર્મચારીઓને બેસવા દેવાનો ઇન્કાર કરતાં ઘણી સ્ત્રીઓએ પગ અને નસમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી.
આ લડત કેરળમાં ફેલાવા માંડી હતી ને આખા રાજયમાંથી તેને ટેકો મળવા માંડયો હતો અને થીસુરમાં કાપડના શો રૂમના સ્ત્રી કર્મચારીઓએ મોટું આંદોલન કર્યું હતું. બે વર્ષ પછી રાષ્ટ્રીય માનવાધિકાર પંચે રાજય પાસેથી કાપડની દુકાનોમાં સ્ત્રી કર્મચરીઓ માટે કામ કરવાની ખરાબ સ્થિતિ વિશે હેવાલ માંગ્યો. 2018 સુધીમાં રાજય સરકારે બેસવાના અધિકારનો સુધારો લાવી અને જાન્યુઆરી 2019 માં વિધાનસભાએ કાયદો પસાર કર્યો છે. આજે કોચીમાં તમામ દરેક વેપારી ઇમારતોમાં દરેક માળે અલગ શૌચાલય છે.
2018 માં બી.બી.સી.એ વિજીને વિશ્વની સૌથી શકિતશાળી સ્ત્રીનું બિરુદ આપ્યું. વાસ્તવિકતા એ છે કે ખાસ કરીને દક્ષિણ ભારતમાં મોટાં શહેરોમાં ઘણા મોટા મલ્ટી ડીપાર્ટમેન્ટ શો રૂમ, અગ્રણી કાપડ અને ઝવેરાત અને બ્રાન્ડ અત્યારે તેમના સેલ્સમેન અને વિમેનને કામકાજના દિવસો દરમ્યાન ખુરશી કે સ્ટૂલ આપતા નથી. પરિણામે તેમને ગ્રાહકોની સેવા કરવા ઉપરાંત દસ કલાક ઊભા રહેવાની ફરજ પાડવામાં આવે છે અને તેને કારણે તેમને થાક લાગે છે અને પગની નસમાં પીડા થાય છે. કામદારોના હક્ક અને માનવયોજનાના દરેક ધોરણનું આ ઉલ્લંઘન છે. ઓછા પગાર અને નજીવા લાભો સહિતના મુદ્દાઓની વાત જ શું કરવી? બેસવાના અધિકાર જેવા કર્મચારીઓના બેસવાના અધિકારની રક્ષા કરવા માટે રાષ્ટ્રીય કાયદો બનાવવાનો આ સમય નથી? બેસવાની સગવડ ન હોય કે શૌચાલયની સગવડ ન હોય તે વ્યાવસાયિક આરોગ્ય અને સુરક્ષા સાથે સંબંધિત હોવાથી આવી જોગવાઇઓને વ્યવસાયી સુરક્ષા-આરોગ્ય કામ કરવાની પરિસ્થિતિના 2020 ના નિયમ સાથે જોડી દેવી જોઇએ.
બેસવાની સગવડનો અભાવ ભારતના શ્રમ બળનો સ્ત્રીઓની શામેલગીરી સામે મોટા અવરોધ છે. આપણે જાણીએ છીએ કે ભારતીય સ્ત્રીઓને શ્રમ બજારમાં પ્રવેશવા માટે ઘણા અવરોધોનો સામનો કરવો પડે છે. કામ કરવા માટે પાયાની શરતોનો ઇન્કાર આ સમસ્યામાં ઉમેરો કરે છે અને તેમને શ્રમ બળમાંથી બહાર ધકેલી દે છે. આનાથી ભારતના આર્થિક વિકાસ પર જ અવળી અસર નથી થતી અને વિકાસ લક્ષ્યાંક પર પણ અસર નથી થતી બલ્કે વસ્તીનો 48 ટકા હિસ્સાને તેમના સ્વપ્ન અને શકિતનો ઇન્કાર થાય છે. આમ છતાં કેરળ અને તામિલનાડે આવા કામદારોને રસ્તો બતાવી આશાનો સંકેત આપ્યો છે. અન્ય રાજયોએ પણ તેને અનુસરવું જોઇએ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.