અત્યારે હિંદુઓ અને મુસલમાનોના પૂજાના સ્થળોની ઐતિહાસિકતા વિશે વિવાદ ચાલી રહ્યો છે. ભલે આ વિવાદના મૂળ બાબત મસ્જિદ – રામ જન્મભૂમિ વિવાદમાં છે. અલબત્ત આ વિવાદ ભારતીય જનતા પક્ષને કેન્દ્રની સત્તામાં મૂકી દીધો તે ન્યાયી પ્રક્રિયા દ્વારા ઉકેલાયો હતો. વર્તમાન વિવાદ એ રાજકીય સફળતાની કથાનો વિસ્તાર છે. જેનો વર્તમાન ભારતીય જનતા પક્ષે પોતાના રાજકીય પાયા મજબૂત કરવામાં ઉપયોગ કર્યો છે. અલબત્ત, ભારતીય જનતા પક્ષના વારંવારના ચૂંટણી વિજયમાં તે મજબૂત થયા જ છે.
હાલના યુગમાં ચૂંટણીના રાજકારણમાં સફળતા પ્રાપ્ત કરવા માટે જે કાંઇ સાધન વપરાય તે ખરા પણ આખરે તો અંત જ મહત્વનો છે. કમનસીબે સફળતાના સ્વરૂપમાં પ્રાપ્ત થયેલું આખરી પરિણામ સાધનો શુદ્ધ હતા કે મેલા તે બાબતનો વિવાદ લોકોના મગજમાંથી લગભગ ભૂંસી નાખે છે. ધર્મ અને રાષ્ટ્રવાદની પોતાની છાપ લોકોના મગજમાં બેસાડવા માટેની ભારતીય જનતા પક્ષની ટોચની નેતાગીરીની વર્તમાન વ્યૂહરચના આ કામ અત્યારે કરી રહ્યા છે. અત્યારે તેમાં એક નવો ઉમેરો થયો છે.
મંદિરો તોડી પાડી બંધાયેલી મનાતી 3,000થી વધુ મસ્જિદો સોંપવાની સંઘ પરિવારની જૂની માંગને નવેસરથી કરી રહેલા, જાતે બની બેજેલા જમણેરી ઇતિહાસકારો સાથે ધાર્મિક સ્થળના વર્તમાન દરજજા સામે પડકાર ફેંકવામાં આવી રહ્યો છે. પ્રતીક બની રહેલા ઐતિહાસિક સ્મારકોને પણ વિવાદમાં ખેંચી લાવી માંગમાં ઉછાળો આવી રહ્યો છે અને આવા સંજોગોમાં અન્ય માર્ગ અપનાવી શકે તેવી સત્તાઓ સંકળાયેલી છે. આ ઘટમાળની વચ્ચે 2 મોટી ઘટનાઓ બની. સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે હિંદુઓ અને મુસલમાનોના ધર્મસ્થાનના વિવાદ વિશે નિવેદન કર્યું અને ઇસ્લામ વિરોધી નિવેદનો બદલ ભારતીય જનતા પક્ષના પ્રવકતા નુપૂર શર્માને સસ્પેન્ડ કરવાનો અને ભારતીય જનતા પક્ષના દિલ્હી મિડીયા યુનિટના નવીનકુમારની હકાલપટ્ટી કરવાના પગલાં લેવા પડયા.
ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુધારાના માર્ગે છે? બંને ઘટના અપ્રતિમ લાગે છે પણ બંને એકમેકના સથવારામાં બની રહી લાગે છે અને અત્યારે એવી છાપ ઉપસી રહી છે કે નુપૂર શર્મા અને નવીનકુમારે ઇસ્લામ વિરોધી ઉચ્ચારણો કરી લગાડેલી આગ ઓલવવાના ભાગરૂપે આ બની એવું સલામત રીતે ધારી શકાય કે પ્રવકતા પક્ષની આજ્ઞા મુજબ જ બોલે છે. શાસક પક્ષના એ પ્રવકતાઓનું શું જેઓ મુસ્લિમોને રાક્ષસ ચીતરી હિંદુ – મુસ્લિમ મામલે સ્ફોટક વિધાનો કરતા હતા? નુપૂર અને નવીન ખોટા સમયે બોલ્યા અને બલિનો બકરો બનાવાયા? ભાગવતે શું કહ્યું? ‘અમે અમારે માટે ખૂબ આદરણીય હતા તેવા કેટલાક સ્થળો વિશે વાત કરી પણ અમારે રોજ કોઇ નવો મુદ્દો ઉપસ્થિત નહીં કરવો જોઇએ. અમારે શા માટે વિવાદને વેગ આપવો જોઇએ?’
‘જ્ઞાનવાપી માટે અમારી કેટલીક ભકિત છે. બરાબર છે પણ અમારે દરેક મસ્જિદમાં શા માટે શિવલિંગ શોધવું જોઇએ? એ પણ પૂજાનો એક પ્રકાર છે અને પૂજાનો આ પ્રકાર અપનાવનાર મુસલમાનો છે. પણ સમજવું જોઇએ કે તેઓ બહારથી નથી આવ્યા. અમને કોઇપણ પ્રકારની પૂજા સામે કોઇ સમસ્યા નથી. અમે પૂજાના તમામ પ્રકારોને માન આપીએ છીએ પણ આપણે એક જ પૂર્વજના વંશ છીએ.’ મોહન ભાગવતે નાગપુરમાં એક પ્રસંગમાં કરેલા આ શાણપગના શબ્દો ભલે વિલંબથી ઉચ્ચારાયા હોય પણ ભાગવતના તાર્કિક તારણને ધ્યાનમાં લેવામાં આવે તો ઘણા અર્થપૂર્ણ છે. આમ છતાં વિવાદ તો ચાલુ જ છે.
ખરેખર તો ભાગવતે સંઘની ભારતીય જનતા પક્ષ સહિતની પોતાની તમામ પાંખના નેતાઓની બેઠક બોલાવી પોતાના નિવેદનનો અમલ થાય તે માટે પ્રયાસ કરવા જોઇતા હતા. અન્યથા એનો અર્થ એ થાય કે આ તો નુપૂરે લગાડેલી આગ બુઝાવવાનો વ્યાયામ છે. નુપૂર અને નવીન સામે લેવાયેલા પગલાંથી પક્ષના વ્યૂહમાં કંઇ ફેર થશે? પક્ષના મોવડી મંડળે ધ્યાન પર લીધું છે કે પક્ષના 2 ડઝનથી વધુ પ્રવકતાઓ આગ ઓકે છે. તેમની સામે શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું. પક્ષના મોવડી મંડળને આવા પ્રવકતાઓની આ પહેલા જાણ નહીં હોય તેવું માની શકાય નહીં. છેલ્લા કેટલાક વખતથી આવા પ્રવકતાઓ TVના વાદ – વિવાદ કાર્યક્રમમાં બેફામ બોલી રહ્યા છે, તો બીજા પક્ષો શું કામ પાછળ રહી જાય?
હિંદુઓ અને તેમના પૂજાના સ્થળો સાથે કરેલા દુષ્કર્મોને ઉલટાવી સુધારો કરવાની જરૂર છે, એવી દલીલ થાય છે. પ્રવકતાઓ કોઇપણ જાતની સૂચવાયેલી મર્યાદા વગર એ જ વાત કહે છે. પહેલી નજરે વાત બરાબર લાગે પણ જોખમી લાગે. ઉપખંડનો ઇતિહાસ ઉથલપાથલ અને વિવાદોથી ભરપુર છે. શિક્ષણકારોએ ઇતિહાસમાં આપણા પૂર્વજનો અભ્યાસ કરવો જોઇએ અને વિવાદ છતાં કારણ સમજવા જોઇએ. વેરની વસુલાત તરીકે નહીં જોવા જોઇએ. ભારતમાં વિશ્વ નેતા બનવાની શકિત છે અને તે દિશામાં આગળ વધી રહ્યો છે. નરેન્દ્ર મોદીની સરકાર એ જ દિશામાં ઉત્સાહપૂર્વક આગળ વધી રહી છે પણ આંતરિક અવરોધો આવી રહ્યા છે.
વિરાટ વૈવિધ્ય સામેના કોઇપણ લોકશાહી દેશને વિશ્વ નેતા બનવા માટે સહઅસ્તિત્વ ધરાવતો સમાજ જરૂરી છે. ઇતિહાસના કોથળામાંથી ઘણા મુદ્દાઓ બહાર આવી રહ્યા છે અને તેમાંથી જુદા જુદા યુગમાં ધર્મસ્થાનોને અભડાવવા સહિતની ઘટનાઓ બની હોય. કોઇપણ પુરાવા હોય કે ન હોય, વીંછીનો દાબડો ખોલવાથી દેશની પ્રગતિની ગાડી પાટાપરથી ઉતરી જશે. એટલું જ નહીં પણ ભાવિ પેઢીના શાંતિમય અસ્તિત્વ માટે પણ જોખમ પેદા થશે. ચૂંટણીના તેમજ રાજકીય હેતુસર વીંછીનો એ દાબડો નહીં ખોલવાનો જ ઇતિહાસનો હેતુ છે અને સમાધાન જ શ્રેષ્ઠ ઉપાય છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અત્યારે હિંદુઓ અને મુસલમાનોના પૂજાના સ્થળોની ઐતિહાસિકતા વિશે વિવાદ ચાલી રહ્યો છે. ભલે આ વિવાદના મૂળ બાબત મસ્જિદ – રામ જન્મભૂમિ વિવાદમાં છે. અલબત્ત આ વિવાદ ભારતીય જનતા પક્ષને કેન્દ્રની સત્તામાં મૂકી દીધો તે ન્યાયી પ્રક્રિયા દ્વારા ઉકેલાયો હતો. વર્તમાન વિવાદ એ રાજકીય સફળતાની કથાનો વિસ્તાર છે. જેનો વર્તમાન ભારતીય જનતા પક્ષે પોતાના રાજકીય પાયા મજબૂત કરવામાં ઉપયોગ કર્યો છે. અલબત્ત, ભારતીય જનતા પક્ષના વારંવારના ચૂંટણી વિજયમાં તે મજબૂત થયા જ છે.
હાલના યુગમાં ચૂંટણીના રાજકારણમાં સફળતા પ્રાપ્ત કરવા માટે જે કાંઇ સાધન વપરાય તે ખરા પણ આખરે તો અંત જ મહત્વનો છે. કમનસીબે સફળતાના સ્વરૂપમાં પ્રાપ્ત થયેલું આખરી પરિણામ સાધનો શુદ્ધ હતા કે મેલા તે બાબતનો વિવાદ લોકોના મગજમાંથી લગભગ ભૂંસી નાખે છે. ધર્મ અને રાષ્ટ્રવાદની પોતાની છાપ લોકોના મગજમાં બેસાડવા માટેની ભારતીય જનતા પક્ષની ટોચની નેતાગીરીની વર્તમાન વ્યૂહરચના આ કામ અત્યારે કરી રહ્યા છે. અત્યારે તેમાં એક નવો ઉમેરો થયો છે.
મંદિરો તોડી પાડી બંધાયેલી મનાતી 3,000થી વધુ મસ્જિદો સોંપવાની સંઘ પરિવારની જૂની માંગને નવેસરથી કરી રહેલા, જાતે બની બેજેલા જમણેરી ઇતિહાસકારો સાથે ધાર્મિક સ્થળના વર્તમાન દરજજા સામે પડકાર ફેંકવામાં આવી રહ્યો છે. પ્રતીક બની રહેલા ઐતિહાસિક સ્મારકોને પણ વિવાદમાં ખેંચી લાવી માંગમાં ઉછાળો આવી રહ્યો છે અને આવા સંજોગોમાં અન્ય માર્ગ અપનાવી શકે તેવી સત્તાઓ સંકળાયેલી છે. આ ઘટમાળની વચ્ચે 2 મોટી ઘટનાઓ બની. સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે હિંદુઓ અને મુસલમાનોના ધર્મસ્થાનના વિવાદ વિશે નિવેદન કર્યું અને ઇસ્લામ વિરોધી નિવેદનો બદલ ભારતીય જનતા પક્ષના પ્રવકતા નુપૂર શર્માને સસ્પેન્ડ કરવાનો અને ભારતીય જનતા પક્ષના દિલ્હી મિડીયા યુનિટના નવીનકુમારની હકાલપટ્ટી કરવાના પગલાં લેવા પડયા.
ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુધારાના માર્ગે છે? બંને ઘટના અપ્રતિમ લાગે છે પણ બંને એકમેકના સથવારામાં બની રહી લાગે છે અને અત્યારે એવી છાપ ઉપસી રહી છે કે નુપૂર શર્મા અને નવીનકુમારે ઇસ્લામ વિરોધી ઉચ્ચારણો કરી લગાડેલી આગ ઓલવવાના ભાગરૂપે આ બની એવું સલામત રીતે ધારી શકાય કે પ્રવકતા પક્ષની આજ્ઞા મુજબ જ બોલે છે. શાસક પક્ષના એ પ્રવકતાઓનું શું જેઓ મુસ્લિમોને રાક્ષસ ચીતરી હિંદુ – મુસ્લિમ મામલે સ્ફોટક વિધાનો કરતા હતા? નુપૂર અને નવીન ખોટા સમયે બોલ્યા અને બલિનો બકરો બનાવાયા? ભાગવતે શું કહ્યું? ‘અમે અમારે માટે ખૂબ આદરણીય હતા તેવા કેટલાક સ્થળો વિશે વાત કરી પણ અમારે રોજ કોઇ નવો મુદ્દો ઉપસ્થિત નહીં કરવો જોઇએ. અમારે શા માટે વિવાદને વેગ આપવો જોઇએ?’
‘જ્ઞાનવાપી માટે અમારી કેટલીક ભકિત છે. બરાબર છે પણ અમારે દરેક મસ્જિદમાં શા માટે શિવલિંગ શોધવું જોઇએ? એ પણ પૂજાનો એક પ્રકાર છે અને પૂજાનો આ પ્રકાર અપનાવનાર મુસલમાનો છે. પણ સમજવું જોઇએ કે તેઓ બહારથી નથી આવ્યા. અમને કોઇપણ પ્રકારની પૂજા સામે કોઇ સમસ્યા નથી. અમે પૂજાના તમામ પ્રકારોને માન આપીએ છીએ પણ આપણે એક જ પૂર્વજના વંશ છીએ.’ મોહન ભાગવતે નાગપુરમાં એક પ્રસંગમાં કરેલા આ શાણપગના શબ્દો ભલે વિલંબથી ઉચ્ચારાયા હોય પણ ભાગવતના તાર્કિક તારણને ધ્યાનમાં લેવામાં આવે તો ઘણા અર્થપૂર્ણ છે. આમ છતાં વિવાદ તો ચાલુ જ છે.
ખરેખર તો ભાગવતે સંઘની ભારતીય જનતા પક્ષ સહિતની પોતાની તમામ પાંખના નેતાઓની બેઠક બોલાવી પોતાના નિવેદનનો અમલ થાય તે માટે પ્રયાસ કરવા જોઇતા હતા. અન્યથા એનો અર્થ એ થાય કે આ તો નુપૂરે લગાડેલી આગ બુઝાવવાનો વ્યાયામ છે. નુપૂર અને નવીન સામે લેવાયેલા પગલાંથી પક્ષના વ્યૂહમાં કંઇ ફેર થશે? પક્ષના મોવડી મંડળે ધ્યાન પર લીધું છે કે પક્ષના 2 ડઝનથી વધુ પ્રવકતાઓ આગ ઓકે છે. તેમની સામે શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું. પક્ષના મોવડી મંડળને આવા પ્રવકતાઓની આ પહેલા જાણ નહીં હોય તેવું માની શકાય નહીં. છેલ્લા કેટલાક વખતથી આવા પ્રવકતાઓ TVના વાદ – વિવાદ કાર્યક્રમમાં બેફામ બોલી રહ્યા છે, તો બીજા પક્ષો શું કામ પાછળ રહી જાય?
હિંદુઓ અને તેમના પૂજાના સ્થળો સાથે કરેલા દુષ્કર્મોને ઉલટાવી સુધારો કરવાની જરૂર છે, એવી દલીલ થાય છે. પ્રવકતાઓ કોઇપણ જાતની સૂચવાયેલી મર્યાદા વગર એ જ વાત કહે છે. પહેલી નજરે વાત બરાબર લાગે પણ જોખમી લાગે. ઉપખંડનો ઇતિહાસ ઉથલપાથલ અને વિવાદોથી ભરપુર છે. શિક્ષણકારોએ ઇતિહાસમાં આપણા પૂર્વજનો અભ્યાસ કરવો જોઇએ અને વિવાદ છતાં કારણ સમજવા જોઇએ. વેરની વસુલાત તરીકે નહીં જોવા જોઇએ. ભારતમાં વિશ્વ નેતા બનવાની શકિત છે અને તે દિશામાં આગળ વધી રહ્યો છે. નરેન્દ્ર મોદીની સરકાર એ જ દિશામાં ઉત્સાહપૂર્વક આગળ વધી રહી છે પણ આંતરિક અવરોધો આવી રહ્યા છે.
વિરાટ વૈવિધ્ય સામેના કોઇપણ લોકશાહી દેશને વિશ્વ નેતા બનવા માટે સહઅસ્તિત્વ ધરાવતો સમાજ જરૂરી છે. ઇતિહાસના કોથળામાંથી ઘણા મુદ્દાઓ બહાર આવી રહ્યા છે અને તેમાંથી જુદા જુદા યુગમાં ધર્મસ્થાનોને અભડાવવા સહિતની ઘટનાઓ બની હોય. કોઇપણ પુરાવા હોય કે ન હોય, વીંછીનો દાબડો ખોલવાથી દેશની પ્રગતિની ગાડી પાટાપરથી ઉતરી જશે. એટલું જ નહીં પણ ભાવિ પેઢીના શાંતિમય અસ્તિત્વ માટે પણ જોખમ પેદા થશે. ચૂંટણીના તેમજ રાજકીય હેતુસર વીંછીનો એ દાબડો નહીં ખોલવાનો જ ઇતિહાસનો હેતુ છે અને સમાધાન જ શ્રેષ્ઠ ઉપાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.