બિહાર સરકારે આખરે તેના જાતિ સર્વેક્ષણનાં પરિણામો જાહેર કર્યાં હતાં. સુપ્રીમ કોર્ટે અગાઉ ઘોષણા કરી હતી કે જ્યાં સુધી બંધારણીય અધિકારોનો ભંગ ન થાય અથવા અસમર્થતાના પુરાવા ન હોય ત્યાં સુધી આ વસ્તી ગણતરીનું પ્રકાશન કરી શકાય છે. તે દર્શાવે છે કે અત્યંત પછાત વર્ગો (ઈબીસી) વસ્તીના 36.01 ટકા, પછાત વર્ગો 27.13 ટકા, ઉચ્ચ જાતિઓ 15.52 ટકા, અનુસૂચિત જાતિ (એસસી) 19.65 ટકા અને અનુસૂચિત જનજાતિ (એસટી) 1.68 ટકા છે. પછાત વર્ગો (બીસી) શ્રેણીમાં, યાદવો વસ્તીના 14.26 ટકા છે, જ્યારે કુશવાહા અને કુર્મી સમુદાયો અનુક્રમે 4.27 ટકા અને 2.87 ટકા છે.
આ સર્વેનો પ્રાથમિક ઉદ્દેશ પછાત વર્ગો માટે અનામતમાં વધારો કરવાની હિમાયત કરવાનો છે. ગયા વર્ષે, સત્તાધારી જનતા દળ (યુનાઇટેડ) અને રાષ્ટ્રીય જનતા દળે બિહારમાં આ વ્યાપક સર્વેક્ષણની માંગણી શરૂ કરી હતી, જે પાછળથી રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ સહિત અન્ય પક્ષો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. આશા એવી હતી કે આ જાતિ સર્વે પછાત સમુદાયોમાં ભાજપના પ્રભાવને રોકવામાં અને 2024ની રાષ્ટ્રીય ચૂંટણીઓ સુધી હિંદુ મતોના એકત્રીકરણને રોકવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
અમને કહેવામાં આવ્યું હતું કે મંડલ (અનામત) હંમેશા મંદિરને ટક્કર આપે છે અને જ્ઞાતિ આધારિત હકનું રાજકારણ સામુહિક રીતે એક સિલ્વર બુલેટ છે જે ભાજપને હરાવવા માટે જરૂરી છે. આ સર્વે બે તબક્કામાં હાથ ધરવામાં આવ્યો હતો, જે 7 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી અને ત્યાર બાદ એપ્રિલથી ઓગસ્ટ સુધીનો હતો. તેમાં જ્ઞાતિ, રોજગાર, શિક્ષણ, વૈવાહિક સ્થિતિ, જમીન અને મિલકતની માલિકી સહિત સામાજિક-આર્થિક સૂચકાંકોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે.
સર્વેક્ષણ પૂર્ણ થયા પછી, મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ઓગસ્ટમાં જાહેરાત કરી હતી કે વિવિધ જાતિઓમાં સામાજિક-આર્થિક સ્થિતિનું સચોટ પ્રતિનિધિત્વ પ્રદાન કરવા માટે ડેટાનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
વિરોધ પક્ષનું ગઠબંધન, ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ (ઈન્ડિયા), સર્વેક્ષણના રાષ્ટ્રવ્યાપી અમલીકરણની હિમાયત કરી રહ્યું છે. વાસ્તવમાં, રાહુલ ગાંધીએ ખૂબ જ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો તેમનો પક્ષ સત્તામાં પાછો ફરે છે, તો ઓબીસી સમુદાયની ચોક્કસ ટકાવારી શોધવા માટે રાષ્ટ્રવ્યાપી જાતિ ગણતરી હાથ ધરશે.
જે અનિર્ણીત અથવા કહેવાઈ નથી રહ્યું છે તે એ છે કે કદાચ સમુદાય માટે પહેલાંથી જ આરક્ષિત બેઠકોની સંખ્યામાં કેટલો વધારો કરવામાં આવશે. બિહાર અને અન્ય સ્થળોએ ઓબીસી વસ્તીનો હિસ્સો 27 ટકાથી વધુ હોવાનું વ્યાપકપણે માનવામાં આવે છે. આટલા જ ટકા અનામત આ જાતિઓને સરકારી નોકરીઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવામાં મળે છે. મંડલ કમિશને, જેણે 1980માં તેનો અહેવાલ રજૂ કર્યો હતો, તેણે સમગ્ર દેશમાં ઓબીસી વસ્તીનો હિસ્સો 52 ટકા રાખ્યો હતો. ઓબીસી લાંબા સમયથી દલીલ કરે છે કે આરક્ષણ સાથે પણ, કહેવાતી સુવર્ણ જાતિઓએ તેમની વસ્તીની સરખામણીમાં સરકારી નોકરીઓમાં અપ્રમાણસર રીતે મોટો હિસ્સો મેળવ્યો છે.
આ વસ્તી ગણતરીનું રાજકીય મહત્ત્વ શું છે?
જાતિની વસ્તી ગણતરી એ નીતિશ કુમારની રાજકીય વ્યૂહરચનાનો મુખ્ય ઘટક છે, જે માત્ર રાજ્યના રાજકારણમાં સુસંગત રહેવા માટે જ નહીં, પરંતુ ભાજપ સામે રાષ્ટ્રીય વિરોધમાં પણ અગ્રણી ભૂમિકા ભજવે છે. જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ અને આવતા વર્ષે જાન્યુઆરીમાં અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન જેવા મુદ્દાઓ ભાજપના લોકસભા પ્રચારમાં મુખ્ય ભૂમિકા ભજવે તેવી શક્યતા છે. નીતિશ વસ્તી ગણતરીના ડેટાનો ઉપયોગ કરીને “સામાજિક ન્યાય” અને ‘ન્યાય સાથે વિકાસ’ની હાકલ ચૂંટણી રેલીમાં કરી શકે છે. રાહુલ ગાંધી હિંદુત્વની રાજનીતિને તોડી પાડવા, ભાજપ વિરુદ્ધ મત એકત્ર કરવા જાતિ આધારિત વસતી ગણતરીના ઉપયોગને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે. પરંતુ વસ્તી ગણતરીનો ઉપયોગ કરીને વધુ પડતું જાતિનું રાજકારણ રમવાનાં જોખમો છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.