સુરતની ઘટનાએ ઘણાં ચિંતનશીલ લોકોને દુ:ખી કર્યાં છે. એક તરફ લોકો મજાક કરી રહ્યાં છે કે હાશ, રોડ શો,ચૂંટણી પ્રવચનો,ડી. જે. ના પ્રચાર ઘોંઘાટમાંથી છૂટ્યા. બીજી તરફ સુરતવાસીઓના પવિત્ર અને કિંમતી મતની કોઈ કિંમત જ રહી નહીં. તેમનો મતદાનનો હક છીનવાઈ ગયો. નિયમોની નાગચૂડમાં લોકશાહી લાચાર થઇ ગઈ. જીતેલા ઉમેદવાર પક્ષપલટો કરે ત્યારે પ્રજા લાચર બનીને જોયા કરે છે.
હવે એનાથી પણ આગળ ઉમેદવારી જ રદ થઇ જાય ત્યારે પ્રજા લાચાર બનવા લાગી. આવનારા સમયમાં લોક પ્રતિનિધિત્વ ધારાની વિવિધ કલમો વિષે વિચારવું પડશે. ખાસ તો પેટા નિયમો એટલા મહાન ના હોય કે એ લોકશાહીના આત્મા સમાન ચૂંટણી જ રદ કરી નાખે! ખેર, ચૂંટણી પરિણામો આમ તો જૂનમાં આવવાના છે, પણ સુરતનું પરિણામ જાહેર થઇ ગયું છે. ભાજપને હવે ૩૯૯ જ ખૂટે છે. શું આવનારાં પરિણામો આ સપનું પૂરું કરશે?
ભારતની લોકશાહીના ઇતિહાસમાં ૨૦૧૪ માં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી ૨૮૨ સીટ સાથે સ્પષ્ટ બહુમતીથી લોકસભા જીતી હતી અને કદાચ મોદી સિવાય આ વાતનો વિશ્વાસ ભાજપમાં પણ કોઈને નહીં હોય એટલે જ નરેન્દ્ર ભીની મહેત્ર્બાની જેવો શબ્દપ્રયોગ અડવાણીજી જેવા વરિષ્ઠ ભાજપી નેતાએ જાહેરમાં કરવો પડ્યો .પણ ૨૦૧૮ ના મે માસમાં લોકસભાનું ચિત્ર બદલીએ ચૂક્યું હતું.
લોકસભામાં સંપૂર્ણ બહુમતવાળી ભાજપા ૨૮૨ ને બદલે પેટા ચૂંટણીઓ હારીને ૨૭૧ પર આવી ગઈ હતી પણ ૨૦૧૯ માં જોરદાર બહુમત સાથે પાછી ફરેલી ભાજપા આ વખતે રેકોર્ડ બ્રેક કરવા માંગે છે.જો આપણે કોઈ રાજકીય પૂર્વગ્રહ વગર વિચારીએ તો અત્યારે આપણને ૨૦૨૪ ની લોકસભા માટે ચિત્ર કેવું લાગે છે? ૨૦૧૪ અને 19 માં ગુજરાતે લોકસભાની ૨૬ માંથી ૨૬ બેઠકો ભાજપને જીતાડી આપી હતી. આ વખતે ભાજપ ૨૩ અને કોંગ્રેસ 03 લઈ જાય તો ભાજપને 03 નું નુકસાન થાય. ૨૦૧૪ માં ગુજરાતના પનોતા પુત્રને વડા પ્રધાન બનાવવાના ઉત્સાહમાં હવે ઓટ આવી છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વ્યાપક અસંતોષ ફેલાઈ રહ્યો છે. કોંગ્રેસ પણ આ અસંતોષને માફકસર જાળવી શકી છે. હવે ગુજરાતની બાજુમાં રાજસ્થાનમાં પણ ગઈ વખતે ૨૫ માંથી ૨૫ સીટ આવી હતી જેમાં 05 નો લોસ થવાની ( કે વધુનો } શક્યતા છે. મધ્યપ્રદેશ અને શિવસેનાના પ્રભુત્વવાળા મહારાષ્ટ્રમાં સીટ ઘટવાની સંભાવના વધી ગઈ છે કારણ કે મહારાષ્ટ્રમાં જે બન્યું તે સામાન્ય પ્રજાને ગમ્યું નથી.
લોકસભાની બેઠકોમાં ભાજપનો મોટો લાભ ઉત્તરપ્રદેશ કે બિહારમાં પર છે જ્યાં અસર પડવાની સંભાવના છે. આખા દેશની રાજનીતિ અખિલેશ અને માયાવતીના જોડાણ કે સંઘર્ષ પર છે. ભાજપ પણ જે ભૂલ કરશે તે અહીં જ કરશે યોગીજીના આવ્યા પછી શરૂઆતમાં તો બધે યોગી યોગી થવા લાગ્યું હતું પણ યોગી પોતાની ખાલી કરેલી વિધાનસભાની બેઠક પણ જીતાડી શક્યા નહિ અને વધારામાં એક લોકસભાની સીટ પણ હાર્યા હતા એવો ભૂતકાળ છે.
નીતીશકુમારે લાલુની સાથે રહીને ભાજપને હરાવ્યું હતું અને સમય મુજબ લાલુને છોડીને ભાજપને સાથ આપ્યો છે. લાગે છે આ વખતે ભાજપ અને લાલુ કરતાં વધુ નુકસાન નીતીશકુમારને થવાનું છે. વિપક્ષો ભેગા થાય છે તે વાતને ઘણાં હસવામાં લઇ રહ્યાં છે. તેના જોક બનાવી રહ્યા છે, પણ રાજનીતિના જાણકારોએ જોવું જોઈએ કે આ બધા જ પક્ષો રાજ્યવાર જુદા છે. એમણે લોકસભાની ચૂંટણી રાજ્યવાર જુદી જ લડવાની છે. મમતા બેનર્જીને અખિલેશ સાથે બંગાળમાં કોઈ સંધાન નથી કરવાનું અને ચંદ્રબાબુને બંગાળમાં કાંઈ જતું નથી કરવાનું.
ભાજપ પણ જો માત્ર રાહુલ ગાંધીને ટાર્ગેટ કરીને લડશે તો થાપ ખાશે કારણ કોંગ્રેસને જે નુકસાન થવાનું હતું અને ૨૦૧૪ અને 19 માં થઈ જ ગયું છે. હવે તો લાભ જ થવાનો છે. અત્યારે જ એ ૪૪ થી વધીને ૪૮ પહોંચી ગઈ છે અને ૧૦૦ પાર પણ કરી દે. હાલના સંજોગો ભાજપને ૪૦૦ પાર કરાવે તેવા નથી. ઉલટાનું ૨૭૫ કે ૨૮૦ એ રાખી શકે એટલા વિરુધ્ધમાં તો છે જ અને તો ભાજપને સત્તામાં આવવા માટે ટેકાની જરૂર ઊભી થાય અને ભાજપનો ગત વર્ષોનો ઈતિહાસ બતાવે છે કે તેને સાથી પક્ષોનો સાથ સહેલાઇ નહીં મળે.
ગત વર્ષોમાં ભાજપના વિજયરથને જે સફળતા મળે તે ધ્યાનથી જોઈએ તો સમજાય છે કે જ્યાં ભાજપને સીધો મુકાબલો કોંગ્રેસથી હતો ત્યાં તે સરળતાથી સ્પષ્ટ બહુમતી મેળવી શક્યું, પણ જે રાજ્યોમાં સ્થાનિક પક્ષ અને નેતાગીરી રહી ત્યાં મુશ્કેલી પડી. દિલ્લીમાં કેજરીવાલ, બંગાળમાં મમતા, દક્ષિણમાં સ્ટાલિન કે બીજા નેતાઓ સામે ભાજપનો પનો ટૂંકો પડ્યો. ઉત્તર ભારતમાં માયાવતી અને અખિલેશના ઝઘડામાં યોગીજી જીત્યા પણ ચૂંટણી પંચના આંકડાઓ આવ્યા પછી તેમની આંખો ખૂલી હોય તેમ લાગે છે. સપા ને દોઢ લાખ મત, બસપાને દોઢ લાખ સામે ભાજપને એક લાખ સાઠ હજાર મત મળ્યા ત્યારે સમજાયું કે વાંક ઈવીએમ નો નથી. વાંક મત વહેંચાઈ જવાનો છે. આ વાત માનીએ એટલી હળવી નથી. ભાજપ આ વાત બરાબર જાણે છે અને માટે જ માયાવતી તથા અખિલેશ જો ભેગાં થઇ જાય તો ભાજપની બેઠકો ઘટી જાય.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની ઉત્તર પટ્ટામાં બહુ અસર નથી થવાની, પણ દક્ષિણમાં તે ચોકકસ અસર દેખાડશે. જો અને તો ના ગણિતમાં આગળ ચાલીએ તો જો કોંગ્રેસ ૧0૦ ને પાર કરશે તો સત્તાનાં સમીકરણો તેની તરફેણમાં થઇ શકે અને સૌથી મજબૂત શંકા તે બિનકોંગ્રેસી નેતા ઉપસિઅવ્વાનિ છે. જો ચૂંટણી પહેલાં જ આ દલિત નેતાનું નામ સ્પષ્ટ રીતે વડા પ્રધાનપદ માટે આવે તો દલિત અને ઓબીસી મતોનું મોટું ધ્રુવીકરણ થયા વગર રહે નહિ અને તો ભાજપના સ્પષ્ટ બહુમતનાં સ્વપ્નાં તૂટી પડે. આમ અત્યારે આવનારી લોકસભાની ચૂંટણીનું ગણિત ગણવા બેસીએ તો ૨૦૧૪ અને ૧૯મા માં જે દૃશ્ય હતું તે અત્યારે દેખાતું નથી.
ક્યારેક વધુ પડતી અપેક્ષાઓ સર્જવાનું પણ મોઘું પડે છે અને વિરોધમાં બોલી શકાય એવું જોરથી તરફેણમાં બોલી શકાતું નથી. અન્યની ટીકા કરવી સહેલી છે અને પોતાના કામનો હિસાબ આપવો અઘરો છે. આજનો યુવા વર્ગ ઝડપથી અપેક્ષાઓ બદલી નાખે છે. સોશ્યલ મિડિયા હવે બધા ઉપયોગમાં લઇ રહ્યા છે. હકીકતોને છુપાવી શકાતી નથી અને છેલ્લે ગુજરાતનું રાજકારણ ખાસું નિરાશાજનક બની ગયું છે. આ સંજોગોમાં મતદાનની ટકાવારી,ગરમીનો પારો અને અન્ય પરિબળો પણ મતદાન અને સરવાળે પરિણામો પર અસર પાડશે તેમાં બે મત નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે