એક દિવસ એક લાઈફ લિવિંગનો સેમીનાર હતો અને વિષય હતો સફળતા.જીવનમાં સફળતા બધાને જ મેળવવી હોય છે અને બધાને જ સફળ થવું ગમે છે.અનેક સ્પીકરો એક પછી એક સફળતાનાં સૂત્રો સમજાવી રહ્યા હતા અને સફળ સ્ત્રી પુરુષો આવીને પોતાની વાતો કરી રહ્યાં હતાં. એક અનુભવી પ્રોફેસર સ્પીકર બોલવા ઊભા થયા અને તેઓ પહેલું વાક્ય બોલ્યા, ‘સફળતા એટલે શું? તે બધા માટે એક નહિ પણ અલગ અલગ છે. અને જીવનમાં સફળતા મેળવવી અને જીવન સફળ બનાવવું બે જુદી જુદી બાબતો છે.’ આ સાંભળીને બધાં શ્રોતાજનોના મનમાં પ્રશ્નો થયા કે સફળતા તો સફળતા હોય તે બધા માટે જુદી જુદી કઈ રીતે હોઈ શકે? જીવનમાં સફળતા મળે તો જ જીવન સફળ થાય તો વળી તે બે જુદી બાબતો કઈ રીતે કહેવાય?
બધા સ્પીકર આગળ શું બોલે છે તે જાણવા આતુર બન્યા અને સ્પીકર જાણે તેમના મનની સ્થિતિ સમજી ગયા હોય તેમ આગળ બોલ્યા, ‘મને ખબર છે કે તમને મનમાં ઘણા પ્રશ્નો થયા હશે પણ મારી વાત ધ્યાનથી સાંભળજો તો ફરક સમજાઈ જશે.સફળતાનો આપણે અર્થ કરીએ છીએ કે કોઇ પણ માણસ ભરપૂર પૈસા કમાય,તેની પાસે ગાડી,બંગલા, બેંક બેલેન્સ, જમીન જાયદાદ ,હીરા ઝવેરાત બધું જ હોય.બહુ પૈસા હોવાથી તેની સમાજમાં ઈજ્જત હોય, એક ખાસ સ્ટેટસ હોય.આ સામાજિક અને આર્થિક સફળતા ચોક્કસ છે.પણ એથી આગળ વધીને કહું કે જયારે આપણે આંતરિક સફળતા મેળવીએ ત્યારે સાચા અર્થમાં સફળ થઈએ છીએ.’
શ્રોતાજનોને થયું આંતરિક સફળતા એટલે શું? સ્પીકર બોલ્યા, ‘હું તમને સમજાવું. આંતરિક સફળતા એટલે શું? માણસ જીવનમાં નીચે પડી જઈને ફરી બેઠો થાય એ સફળતા છે.માણસ પોતાની ખરાબ આદત સામે મક્કમ મને જીતી જાય તે સફળતા છે.માણસ જીવનમાં દગો કે વિશ્વાસઘાત પછી ફરી હસી શકે કે અન્ય પર વિશ્વાસ મૂકી શકે તે સફળતા છે.માણસ કોઈ અપમાન કરે પણ શાંત રહી શકે તો તે સફળતા છે.માણસ જીવનમાં સઘળું હારી જાય પણ હતાશ થયા વિના ,હાર માન્યા વિના ફરી એક વાર જીતવાનો પ્રયત્ન કરે તે સફળતા છે. માણસ ચારે બાજુથી મુશ્કેલીઓથી ઘેરાઈ ગયો હોય પણ વિચલિત થયા વિના સતત લડે એ સફળતા છે.કોઈ કંઈ પણ બોલે, માણસ તેને કાને ધર્યા વિના કે મનમાં લીધા વિના આગળ વધતો રહે તે સફળતા છે અને આ બધી નહિ પણ કોઈ પણ સફળતા જે માણસ મેળવી શકે તેનું જીવન સફળ છે.’ સ્પીકરે સફળતાની અલગ અને સુંદર સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.