Comments

જે છે તે સારું છે

એક ખેડૂત ..નાની જમીન ..આખો દિવસ તડકામાં મહેનત કરે..ત્યારે માંડ પોતાના સાત જણના પરિવારનું પેટ ભરી શકે…..નાનું ખેતર અને નાનું ઘર ….આવક પણ ઓછી ..બધી બાજુથી સંકડાશ …ખેડૂત આખો દિવસ કામ કરી તનથી થાકે અને ઘરની ચિંતાઓ તેને મનથી થકવી નાખે…..વૃદ્ધ માતા પિતા …બે જણ પોતે પતિ પત્ની અને ત્રણ બાળકો સાત જણના પરિવાર માટે ખેતીમાંથી રોટલો નીકળે પણ કપડાં..દવા ..વ્યવહાર ..તહેવાર ..કઈ પણ ખર્ચ ન થઈ શકે અને નવું મોટું ઘર તો જાણે સપનું…આ નાના ઘરનું સમારકામ પણ તે કરાવી શકે તેમ ન હતો …તે અને તેનો પરિવાર જીવતા ન હતા અભાવો વચ્ચે જેમ તેમ જીવન વિતાવતા હતા.

એક દિવસ જીવનની કઠણાઈઓથી કંટાળેલો ખેડૂત એક સંત પાસે ગયો અને પોતાની ઘરની અને પરિવારની પરિસ્થિતિ વિગતવાર જણાવી.સંતે તે શાંતિથી સાંભળી અને પછી સંતને પૂછ્યું, ‘બાબા આટલી ખરાબ પરિસ્થિતિ છે ..માંડ રોટલા ભેગા થવાય છે ..ઘર બહુ નાનું છે. બહુ સંકડાશ રહે છે …શું કરું કંઈ સમજાતું નથી.’ખેડૂતની વાત સાંભળી સંત બોલ્યા, ‘ભાઈ, તારા સંજોગો વિકટ છે તે સમજાયું…..પણ સૌથી પહેલાં તો તારે ભગવાનનો આભાર માનવાનો છે કે તે તને અને તારા પરિવારને ભૂખો નથી સુવડાવતો…તારે પરિવારનું પેટ ભરવા કોઈ પાસે હાથ લાંબો નથી કરવો પડતો….બરાબર.’ખેડૂતે કહ્યું, ‘હા એ વાત સાચી.

હવેથી હું રોજ ભગવાનનો આભાર માનીશ.’સંતે આગળ કહ્યું , ‘સારું અને હવે વાત નાના ઘરની તો તું પહેલાં મને એ કહે, તારા બળદ અને ઘેંટાં બકરાં કેટલાં છે…ક્યાં રાખે છે?’ ખેડૂતે કહ્યું, ‘બે બળદ છે અને દસ ઘેંટાં બકરાં છે.ઘરની બહાર ખુલ્લામાં બાંધુ છું. ’સંતે કહ્યું, ‘આજથી સાત દિવસ સુધી એ બધા પશુઓને પણ તારી સાથે ઘરમાં જ રાખજે. હું આઠમા દિવસે આવીશ.’ નાદાન ખેડૂતને એમ કે સંત કોઈ વિધિવિધાન કરાવશે એટલે પશુઓને ઘરમાં રાખવા કહ્યું હશે. તેણે તેમ કર્યું. નાના ઘરમાં સાત સભ્યો અને ૧૨ પશુઓ સાથે રહ્યાં.સંકડાશ વધી, પણ બધા જેમતેમ ચલાવી લેતા.

સાત દિવસ પૂરા થયા.આઠમા દિવસે સંત આવ્યા.ખેડૂતે કહ્યું, ‘જુઓ બાબા, આપે કહ્યું હતું એમ મેં બધાં પશુઓને ઘરમાં રાખ્યાં છે. હવે મારું ઘર મોટું ક્યારે થશે તે માટે કૈંક કહો.’ સંત બોલ્યા, ‘એક બે થાંભલા પર એક વાંસનું છાપરું બનાવ. પશુઓને ત્યાં બાંધી દે…ખુલ્લામાં ન રાખ.’ખેડૂતે તેમ કર્યું અને હવે પશુઓ સાથે નાના ઘરમાં સાત દિવસ રહ્યા બાદ તેઓ વાડામાં જતાં પહેલાંનું જ ઘર બધાને મોટું લાગવા લાગ્યું.સમજાયું કે આપની પાસે જે છે તે સારું છે. નાનું -મોટું …સુખ -દુઃખ ..સંતોષ અસંતોષ બધી માત્ર આપણા મનની અવસ્થા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top