જમ્મુ – કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ પણ ત્રાસવાદીઓ દ્વારા કરાતી હત્યાના આ બનાવો કેટલાક માટે છૂટી છવાઇ ઘટના હોઇ શકે તો કેટલાક દ્વારા લઘુમતીઓના નરમ નિશાન પકડવાની બંદૂકધારી – આતંકવાદીઓની નવી વ્યૂહરચના હોઇ શકે. સંખ્યાની દૃષ્ટિએ આ છૂટી છવાઇ ઘટના હોવાનું જોઇ શકાય, પણ આ ‘છૂટી છવાઇ હત્યાઓ’ પાછળ હેતુ ભયંકર છે અને વિશાળ પરિમાણ છે. જે નજરે દેખાય તેનાથી વધુ પ્રમાણમાં ગુમ નબળા નિશાન પણ કરવા અને છૂટી છવાઇ હત્યાની આ ઘટનાને પણ નવું પરિમાણ છે અને તેમાં દર એક – બે દિવસે ઉમેરો થતો રહે છે.
વિસ્થાપિત કાશ્મીરી પંડિતોની ઘાતકી હત્યા સાથે આ રકતપાતની શરૂઆત થઇ. આ હતભાગીઓ પોતાની ફરજ બજાવતા હતા અથવા કાશ્મીરમાં પંડિતોની ખૂબ ચગાવાયેલી પણ ખાખી ધરાવતી કેન્દ્રની પુનર્વાસ યોજનામાં કામ કરતા હતા. છૂટી છવાઇ હત્યા માટે નરમ નિશાનની પસંદગી માટે પાકિસ્તાન પ્રેરિત હત્યારાઓએ બે પાંખિયા વ્યૂહરચના અપનાવી છે. તેમાં સૌથી પહેલા તો કોમી ધોરણ અપનાવાયું છે, જેથી હિંદુ – મુસલમાન વિભાજન વધુ બને અને બીજું કે રાષ્ટ્રવાદી ઓળખ ધરાવતા હોય કે સરકારની કે સુરક્ષાની પોતાની ફરજ બજાવતા બહુમતી મુસલમાન સમાજના લોકોની પસંદગી કરે. કાશ્મીરી મુસલમાન કલાકાર આમરીત ભાટની હત્યા કાશ્મીરના સાંસ્કૃતિક કેન્દ્ર પર પ્રહાર કરવાના પરિમાણનું વિસ્તરણ છે.
હત્યારાઓને ખબર છે કે હિંદુઓ કે શીખોથી છૂટી છવાઇ હત્યાઓથી રાષ્ટ્રીય સંદર્ભમાં મોટું કામ થશે, જે ધડાકા અને અથડામણના છૂટા છવાયા બનાવોથી નહીં થાય. આ સાથે જ તેઓ કાશ્મીરી મુસલમાનોને ધમકાવી કોશેટામાં નાખવાનું એ કામ કરી રહ્યા છે કે તમે આતંકવાદીઓના કૃત્યનો ખુલ્લેઆમ વિરોધ કરશો તો તમારી વાત તમે જાણો. આને કારણે કાશ્મીરી સમાજ અને કાશ્મીરીયતને દુરસ્ત ન થઇ શકે તેટલુ નુકશાન થયું છે. ભાઇચારા અને સુફીવાદને પારાવાર નુકશાન થયુ છે.
36 વર્ષની શિક્ષિકા રજની બાળા કાશ્મીરના કુલગામમાં પોતાની શાળામાં પ્રવેશતી હતી, ત્યારે તેને ઠાર કરી ઠંડા કલેજે હત્યા કરવામાં આવી, તે માત્ર હિંદુઓ જ નહીં પણ મુસલમાનોને પણ નરમ નિશાન તરીકે પસંદ કરી કરવાના અને હત્યા કરવાના સિલસિલામાં છેલ્લી ઘટના છે. રજની બાલા તો કેન્દ્ર શાસનના વહીવટીતંત્રની નિયમિત કર્મચારી હતી અને કેન્દ્ર સરકારના વિસ્થાપિત લોકોના કવોટામાં ન હતી. ડોગરા – દલિત પરિવારની રજનીબાલા અને તેનો પતિ બંને શિક્ષક – શિક્ષિકા હતા અને અજંપાગ્રસ્ત કાશ્મીર ખીણમાં છેલ્લા 7 વર્ષથી જુદા જુદા સ્થળે કામ કરતા હતા. રજની બાલાની વધુ સલામત સ્થળે બદલી કરાવવાના દંપતીના પ્રયાસોને સત્તાવાળાઓએ દાદ નહીં આપી.
હજી થોડા દિવસો પહેલા ત્રાસવાદીઓએ મહેસુલી વિભાગમાં હિંમતભર્યો પ્રવેશ કરી કાશ્મીરી પંડિત કલાર્ક રાહુલ ભટ્ટની હત્યા કરી હતી. આ નવો વ્યૂહાત્મક રકતપાત સપ્ટેમ્બર – ઓકટોબર 2021થી 7 વ્યકિતઓની હત્યા સાથે શરૂ થયો હતો, જેમાં એક કાશ્મીરી પંડિત, એક શીખ આચાર્યા, ખીણમાં રોજી – રોટી માટે આવેલા 2 બિનસ્થાનિક હિંદુઓનો સમાવેશ થાય છે. કુલ 14 હિંદુઓ અને તેથી ય મોટી સંખ્યામાં સુરક્ષા દળના જવાનો સહિત મુસલમાનોના 2019ના ઓગસ્ટમાં બંધારણની કલમ 370 આંશિક રદ થતાં મોત થયા છે. જમ્મુ – પ્રદેશની રહીશ પણ લાંબા સમયથી કાશ્મીરમાં વસેલ રજની બાળાની હત્યા દ્વારા આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતથી પોતાનો વ્યાપ વધારી જમ્મુ પ્રદેશને નિશાન બનાવ્યું છે. આની પાછળ સામાજિક વિખવાદ જગાવવાનો છે.
જમ્મુ – કાશ્મીરમાં અનેક આંતરિક અને બાહ્ય સમસ્યા ખદબદે છે, ત્યારે કેન્દ્ર સરકાર, લેફટેનેટ ગવર્નરના વહીવટી તંત્ર અને અલબત્ત શાસક પક્ષે પોતાની ખાસ કરીને વૈચારિક વિચારસરણી ખંખેરી નાંખી, પરિસ્થિતિની વાસ્તવિકતા સમજી લેવી જોઇશે કે અહીં હવે કોઇ રાજકીય કે ચૂંટણીલક્ષી પ્રયોગોને હાર – જીત માટે સ્થાન નથી. સૌ પ્રથમ તો સરકારે એ બહાનામાંથી બહાર આવી જવું પડશે કે અમે દરેકે દરેક નાગરિકને સુરક્ષા પૂરી નહીં પાડી શકીએ.
આ વાતમાં દમ છે, તો લઘુમતીઓ જ કેમ ત્રાસવાદીઓની ગોળીના નિશાન બને છે? અને તે પણ પુનર્વાસના લઘુમતીઓને અજંપાગ્રસ્ત વિસ્તારમાં ફરજ પર રાખીને? સુરક્ષા દળોની કામગીરી પ્રશંસનીય છે પણ રાજકીય અને સરકારી તંત્રની કામગીરીએ દાટ વાળ્યો છે. સુરક્ષા દળોને તેમની કામગીરી કરવા દો અને રાજકીય – સરકારી તંત્ર તેમની કામગીરીમાં પૂરક બને. સરકારે પુનર્વાસની કામગીરી અને વિસ્થાપિત કાશ્મીરી પંડિતો અને ખાસ કરીને સ્વ. રજની બાલા જેવા જમ્મુ પ્રદેશમાંથી આવતા અન્ય કર્મચારીઓની નિમણુંકની નીતિને વધારે વ્યવસ્થિત કરવી પડશે અને તેની ખામીઓ દૂર કરવી પડશે. હવાઇ કિલ્લા નહીં બાંધી શકાય. નકકર અને સાચા ઇરાદાવાળી કામગીરી કરવી પડશે. સમાજને તેને માટે શુભેચ્છાની ગડ જોઇએ. અત્યારે આવુ ભાગ્યે જ દેખાય છે.
વડાપ્રધાનની રોજગારી યોજના હેઠળ કામ કરતા વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે ખાસ વિભાગ રચવાનો કયારેય વ્યવહારુ ઉકેલ નહોતો. સરકાર વ્યકિતઓને સુરક્ષા કયાં આપી શકે છે? તેને માટે રાજકીય પ્રક્રિયા કરવી પડે અને જમ્મુ – કાશ્મીરને તેમનો રાજયત્વનો દરજજો પાછો આપવો પડે, જેથી એક પક્ષની સત્તા ચાલે છે એ છાપ દૂર થાય. આ કામ લોકો પર છોડી દેવું જોઇએ. સરકારે ખાસ કરીને કર્મચારીઓ સહિતના નિશાન પાત્ર લોકોની હત્યાને પ્રાધાન્ય આપવું જોઇએ અને સંદેશ વ્યવહારની વધુ સવલતો આપવી જોઇએ. વહિવટી તંત્ર પારદર્શક બનવું જોઇએ. ત્રાસવાદીઓના કૃત્યનો ભોગ બનેલી અને કઠોર પરિસ્થિતિમાં કામ કરતા લોકોએ ન્યાય કે વળતર માટે શું કામ ભીખ માંગવી જોઇએ? – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જમ્મુ – કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ પણ ત્રાસવાદીઓ દ્વારા કરાતી હત્યાના આ બનાવો કેટલાક માટે છૂટી છવાઇ ઘટના હોઇ શકે તો કેટલાક દ્વારા લઘુમતીઓના નરમ નિશાન પકડવાની બંદૂકધારી – આતંકવાદીઓની નવી વ્યૂહરચના હોઇ શકે. સંખ્યાની દૃષ્ટિએ આ છૂટી છવાઇ ઘટના હોવાનું જોઇ શકાય, પણ આ ‘છૂટી છવાઇ હત્યાઓ’ પાછળ હેતુ ભયંકર છે અને વિશાળ પરિમાણ છે. જે નજરે દેખાય તેનાથી વધુ પ્રમાણમાં ગુમ નબળા નિશાન પણ કરવા અને છૂટી છવાઇ હત્યાની આ ઘટનાને પણ નવું પરિમાણ છે અને તેમાં દર એક – બે દિવસે ઉમેરો થતો રહે છે.
વિસ્થાપિત કાશ્મીરી પંડિતોની ઘાતકી હત્યા સાથે આ રકતપાતની શરૂઆત થઇ. આ હતભાગીઓ પોતાની ફરજ બજાવતા હતા અથવા કાશ્મીરમાં પંડિતોની ખૂબ ચગાવાયેલી પણ ખાખી ધરાવતી કેન્દ્રની પુનર્વાસ યોજનામાં કામ કરતા હતા. છૂટી છવાઇ હત્યા માટે નરમ નિશાનની પસંદગી માટે પાકિસ્તાન પ્રેરિત હત્યારાઓએ બે પાંખિયા વ્યૂહરચના અપનાવી છે. તેમાં સૌથી પહેલા તો કોમી ધોરણ અપનાવાયું છે, જેથી હિંદુ – મુસલમાન વિભાજન વધુ બને અને બીજું કે રાષ્ટ્રવાદી ઓળખ ધરાવતા હોય કે સરકારની કે સુરક્ષાની પોતાની ફરજ બજાવતા બહુમતી મુસલમાન સમાજના લોકોની પસંદગી કરે. કાશ્મીરી મુસલમાન કલાકાર આમરીત ભાટની હત્યા કાશ્મીરના સાંસ્કૃતિક કેન્દ્ર પર પ્રહાર કરવાના પરિમાણનું વિસ્તરણ છે.
હત્યારાઓને ખબર છે કે હિંદુઓ કે શીખોથી છૂટી છવાઇ હત્યાઓથી રાષ્ટ્રીય સંદર્ભમાં મોટું કામ થશે, જે ધડાકા અને અથડામણના છૂટા છવાયા બનાવોથી નહીં થાય. આ સાથે જ તેઓ કાશ્મીરી મુસલમાનોને ધમકાવી કોશેટામાં નાખવાનું એ કામ કરી રહ્યા છે કે તમે આતંકવાદીઓના કૃત્યનો ખુલ્લેઆમ વિરોધ કરશો તો તમારી વાત તમે જાણો. આને કારણે કાશ્મીરી સમાજ અને કાશ્મીરીયતને દુરસ્ત ન થઇ શકે તેટલુ નુકશાન થયું છે. ભાઇચારા અને સુફીવાદને પારાવાર નુકશાન થયુ છે.
36 વર્ષની શિક્ષિકા રજની બાળા કાશ્મીરના કુલગામમાં પોતાની શાળામાં પ્રવેશતી હતી, ત્યારે તેને ઠાર કરી ઠંડા કલેજે હત્યા કરવામાં આવી, તે માત્ર હિંદુઓ જ નહીં પણ મુસલમાનોને પણ નરમ નિશાન તરીકે પસંદ કરી કરવાના અને હત્યા કરવાના સિલસિલામાં છેલ્લી ઘટના છે. રજની બાલા તો કેન્દ્ર શાસનના વહીવટીતંત્રની નિયમિત કર્મચારી હતી અને કેન્દ્ર સરકારના વિસ્થાપિત લોકોના કવોટામાં ન હતી. ડોગરા – દલિત પરિવારની રજનીબાલા અને તેનો પતિ બંને શિક્ષક – શિક્ષિકા હતા અને અજંપાગ્રસ્ત કાશ્મીર ખીણમાં છેલ્લા 7 વર્ષથી જુદા જુદા સ્થળે કામ કરતા હતા. રજની બાલાની વધુ સલામત સ્થળે બદલી કરાવવાના દંપતીના પ્રયાસોને સત્તાવાળાઓએ દાદ નહીં આપી.
હજી થોડા દિવસો પહેલા ત્રાસવાદીઓએ મહેસુલી વિભાગમાં હિંમતભર્યો પ્રવેશ કરી કાશ્મીરી પંડિત કલાર્ક રાહુલ ભટ્ટની હત્યા કરી હતી. આ નવો વ્યૂહાત્મક રકતપાત સપ્ટેમ્બર – ઓકટોબર 2021થી 7 વ્યકિતઓની હત્યા સાથે શરૂ થયો હતો, જેમાં એક કાશ્મીરી પંડિત, એક શીખ આચાર્યા, ખીણમાં રોજી – રોટી માટે આવેલા 2 બિનસ્થાનિક હિંદુઓનો સમાવેશ થાય છે. કુલ 14 હિંદુઓ અને તેથી ય મોટી સંખ્યામાં સુરક્ષા દળના જવાનો સહિત મુસલમાનોના 2019ના ઓગસ્ટમાં બંધારણની કલમ 370 આંશિક રદ થતાં મોત થયા છે. જમ્મુ – પ્રદેશની રહીશ પણ લાંબા સમયથી કાશ્મીરમાં વસેલ રજની બાળાની હત્યા દ્વારા આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતથી પોતાનો વ્યાપ વધારી જમ્મુ પ્રદેશને નિશાન બનાવ્યું છે. આની પાછળ સામાજિક વિખવાદ જગાવવાનો છે.
જમ્મુ – કાશ્મીરમાં અનેક આંતરિક અને બાહ્ય સમસ્યા ખદબદે છે, ત્યારે કેન્દ્ર સરકાર, લેફટેનેટ ગવર્નરના વહીવટી તંત્ર અને અલબત્ત શાસક પક્ષે પોતાની ખાસ કરીને વૈચારિક વિચારસરણી ખંખેરી નાંખી, પરિસ્થિતિની વાસ્તવિકતા સમજી લેવી જોઇશે કે અહીં હવે કોઇ રાજકીય કે ચૂંટણીલક્ષી પ્રયોગોને હાર – જીત માટે સ્થાન નથી. સૌ પ્રથમ તો સરકારે એ બહાનામાંથી બહાર આવી જવું પડશે કે અમે દરેકે દરેક નાગરિકને સુરક્ષા પૂરી નહીં પાડી શકીએ.
આ વાતમાં દમ છે, તો લઘુમતીઓ જ કેમ ત્રાસવાદીઓની ગોળીના નિશાન બને છે? અને તે પણ પુનર્વાસના લઘુમતીઓને અજંપાગ્રસ્ત વિસ્તારમાં ફરજ પર રાખીને? સુરક્ષા દળોની કામગીરી પ્રશંસનીય છે પણ રાજકીય અને સરકારી તંત્રની કામગીરીએ દાટ વાળ્યો છે. સુરક્ષા દળોને તેમની કામગીરી કરવા દો અને રાજકીય – સરકારી તંત્ર તેમની કામગીરીમાં પૂરક બને. સરકારે પુનર્વાસની કામગીરી અને વિસ્થાપિત કાશ્મીરી પંડિતો અને ખાસ કરીને સ્વ. રજની બાલા જેવા જમ્મુ પ્રદેશમાંથી આવતા અન્ય કર્મચારીઓની નિમણુંકની નીતિને વધારે વ્યવસ્થિત કરવી પડશે અને તેની ખામીઓ દૂર કરવી પડશે. હવાઇ કિલ્લા નહીં બાંધી શકાય. નકકર અને સાચા ઇરાદાવાળી કામગીરી કરવી પડશે. સમાજને તેને માટે શુભેચ્છાની ગડ જોઇએ. અત્યારે આવુ ભાગ્યે જ દેખાય છે.
વડાપ્રધાનની રોજગારી યોજના હેઠળ કામ કરતા વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે ખાસ વિભાગ રચવાનો કયારેય વ્યવહારુ ઉકેલ નહોતો. સરકાર વ્યકિતઓને સુરક્ષા કયાં આપી શકે છે? તેને માટે રાજકીય પ્રક્રિયા કરવી પડે અને જમ્મુ – કાશ્મીરને તેમનો રાજયત્વનો દરજજો પાછો આપવો પડે, જેથી એક પક્ષની સત્તા ચાલે છે એ છાપ દૂર થાય. આ કામ લોકો પર છોડી દેવું જોઇએ. સરકારે ખાસ કરીને કર્મચારીઓ સહિતના નિશાન પાત્ર લોકોની હત્યાને પ્રાધાન્ય આપવું જોઇએ અને સંદેશ વ્યવહારની વધુ સવલતો આપવી જોઇએ. વહિવટી તંત્ર પારદર્શક બનવું જોઇએ. ત્રાસવાદીઓના કૃત્યનો ભોગ બનેલી અને કઠોર પરિસ્થિતિમાં કામ કરતા લોકોએ ન્યાય કે વળતર માટે શું કામ ભીખ માંગવી જોઇએ?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.