Charchapatra

પુરવઠા ખાતુ શું કરે છે?

સુરતમા અનેક પેટ્રોલ પંપો આવેલા છે અને ઘણાં પેટ્રોલ પંપો ગેરરીતિ આચરી ગ્રાહકને ઠગવાનો ધંધો કરતા હશે પરંતુ સુરતના DSO તરફથી ક્યારેય કોઈ પેટ્રોલ પપ ઉપર ચેકીંગ કરાયાની વાત સાંભળી કે વાંચી નથી. સુરતમાં શું સત્યવાદીઓનું રામ રાજ્ય ચાલે છે? ઘણાં પેટ્રોલપંપો કાયદા મુજબ નક્કી કરેલ સુવિધાઓ ગ્રાહકોને આપતા નથી. ફ્રી એરનો કાયદો હોવા છતાં હવા ભરવાનાયે રૂપિયા ક્યાંક વસુલાય છે. અન્ય સુવિધાઓનાયે ઠેકાણા નથી. મોટા ભાગના પેટ્રોલ પંપો ઉપર હેન્ડગન (નોઝલ)ના સેન્સરો બગડેલાં છે યા કામ કરતા નથી જેને રીપેર કરાવવાની માલિકોની અને કંપનીની ફરજ છે. આ નોઝલ સેન્સરો ચાલુ ન હોવાથી ગ્રાહકને પેટ્રોલમા કટ મરાય છે. વહીવટી તંત્ર શું કરે છે? પાંચ વર્ષમાં કેટલા પેટ્રોલ પંપો ચેક કરાયા? એની યાદી જાહેર કરો અને કોની સામે શું પગલા ભરાયા એય દર વર્ષે જાહેર કરો.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ખેરખર સાચું શું માનવું?
શિક્ષકો માટે એવું કહેવાય છે કે, જો શાળામાં વિદ્યાર્થી નિષ્ફળ થાય તો એ વિદ્યાર્થી નિષ્ફળ નથી થતો પરંતુ તેને અભ્યાસ કરાવનાર શિક્ષક નિષ્ફળ થયો છે. આજે તો શિક્ષક જ નિષ્ફળ થયો છે તો કોને જવાબદાર ગણવા ? તા. 16/06/2023ના રોજ શિક્ષક અભિયોગ્યતા કસોટી TET-2ના પરિણામ જાહેર થયા. આજથી બે મહિના પહેલા જયારે પરીક્ષા યોજાઇ હતી ત્યારે દરેક ન્યૂઝ ચેનલ, વર્તમાનપત્રોમાં સમાચાર ફરતા થયાં હતાં કે TET-2 ના પેપર સરળ રહ્યાં. જો પેપર સરળ હતું તો 2 લાખ ઉમેદવાર નાપાસ કઇ રીતે થયા ? જયારે કેવળ 37,000 (15.76 ટકા) ઉમેદવાર પાસ થયા અને શા માટે 1 જ ઉમેદવાર 135થી ઉપર માર્કસ લાવી શકયો. જો ખરેખર પેપર સરળ હતું તો 50 ટકા પરિણામ શા માટે ના આવ્યું ? આ જોતા થાય છે કે, ખરેખર સાચું શું માનવું ? શિક્ષણ વિભાગ પહેલેથી પોતાનો બચાવ કરતો લાગે છે. પેપર સારા ગયા હતા તો 15.76 ટકા પરિણામ કેવી રીતે ? દરેકે દરેક પરીક્ષાઓ હવે રહસ્યમય કેમ બની ગઇ છે?
રાણાશેરી, ભરૂચ         – પાયલ વી. જાદવ  -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top