Comments

માકેન શું કરવા માંગે છે?

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે અને કોંગ્રેસના હારવાનાં લક્ષણ દેખાય છે. દિલ્હી સરકારમાંથી સત્તા ગુમાવ્યાને દસ અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી સત્તા ગુમાવ્યાને પંદર વર્ષ થયાં છતાં કોંગ્રેસે પોતાની જાતને બીજી મુશ્કેલીમાં ધરી દીધી કારણ કે દિલ્હી કોંગ્રેસના એક સૌથી વરિષ્ઠ નેતા અજય માકેન આ કટોકટ તબક્કે રાજસ્થાનના પ્રભારી તરીકે રાજીનામું આપી પક્ષમાં વિવાદ સજર્યો છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને પક્ષના એક વરિષ્ઠ નેતા સચીન પાઇલોટ વચ્ચેનો વિવાદ વકરી રહ્યો છે તે સમયે માકેનનું રાજીનામું ખાસ ધ્યાન ખેંચે છે.

દિલ્હીમાં મ્યુનિસિપલ ચૂંટણી વચ્ચે માકેને રાજીનામું આપ્યું છે. દિલ્હી તો માકેનની કર્મભૂમિ છે. તેમણે અત્યારે રાજીનામું નહીં આપ્યું હોત તો પક્ષ સંયુકત રીતે રહ્યો હોત અને તેનું નસીબ અલગ જ રહ્યું હોત. ભારતીય જનતા પક્ષ દિલ્હી મહાનગરપાલિકા છેલ્લાં પંદર વર્ષથી રાજ કરે છે અને અરવિંદ કેજરીવાલની રાજય સરકાર આઠ વર્ષથી રાજયમાં શાસન કરે છે આને લઇને આ બંને પક્ષથી કંટાળ્યા હોવાની દિલ્હી વાસીઓની લાગણી બળવત્તર બની રહી હોવાની છાપ ઉપસી રહી છે ત્યારે કોંગ્રેસની આ હાલત?

માકેન અને પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે નિરીક્ષક તરીકે રાજસ્થાન આવ્યા ત્યારે રાજસ્થાનનો ઝઘડો પૂરો કરવા અને નવા નેતાની વરણી કરવા વિધાનસભા પક્ષની બેઠક બોલાવવાનો આદેશ આપ્યો હતો પણ ગેહલોત તે બોલાવી શકયા નહીં એ આ નિષ્ફળતા બદલ ગેહલોત અને અન્ય બે સહિત ત્રણ ધારાસભ્યો સામે શિસ્તભંગનાં પગલાં લેવાની ખડગેની અનિર્ણાયકતા સામે માકેન ચીડાયા છે એવા હેવાલ છે. માકેન પોતાના રાજીનામા પત્રમાં જે વાત કરે છે તેનાથી તેમને રાજકીય ઇરાદા વિશે ગુંચવણ પેદા થાય છે. તેમની સામે હવે ખડગે નિર્ણય લે તે પહેલાં રાજીનામાપત્રની વિગતોની પત્રકારોને જાણ કરવાનો આક્ષેપ થાય છે.

તેમણે રાજીનામાપત્રમાં જણાવ્યું છે કે મારે દિલ્હી પર ધ્યાન કેન્દ્રિત કરવું છે. મારે કામદાર સંઘો અને બિનસરકારી સંગઠનો મારફત હવાના પ્રદૂષણનો મામલો ઉઠાવવો છે અને ફેરિયાઓ, ઝૂંપડાંવાસીઓ અને બિનઅધિકૃત ઝૂંપડાંવાસીઓના હક્ક માટે લડવું છે જેને માટે કેન્દ્ર અને રાજય સરકારમાં પ્રધાન રહી મેં ચોક્કસ મૂલ્યવાન પ્રદાન કર્યું છે.
કામદાર સંઘો અને બિનસરકારી સંગઠનો મારફતે દિલ્હીના રાજકારણમાં પ્રવેશવાનો તેમનો માર્ગ ઘણાને ગૂંચવાડાભર્યો લાગે છે. 1998થી 2013 સુધીનાં પંદર વર્ષોની ત્રણ ટર્મ સુધી દિલ્હી પર શાસન કરનાર ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતના અવસાન પછી માકેન જ નગર, રાજયના રાજકારણમાં બાકી રહેલા થોડા કોંગ્રેસીઓમાંથી એક છે.

2013થી કેજરીવાલના આમ આદમી પક્ષ આપના હાથે કોંગ્રેસનું ધોવાણ થવા સાથે માકેન 2014 અને 2019ની લોકસભાની દિલ્હી બેઠક પર જીતી ન શકયા અને 2015માં દિલ્હીની સદર બેઠક પર પણ હાર્યા છતાં તેમની ભૂતકાળની ચૂંટણીની સિધ્ધિઓ તેમને સારા સ્થાને મૂકે છે. આમ છતાં માકેન ગૂંચવાડાભર્યા સંકેતો મોકલાય છે અને દિલ્હી કોંગ્રેસમાં બધા મૂંઝવણમાં પડી ગયા છે. આટલું ઓછું હતું તે માકેને દિલ્હી પ્રદેશ કોંગ્રેસની સંયુકત પત્રકાર પરિષદ બોલાવી હતી.

અનિલ ચૌધરી અને અન્ય કેટલાક નેતાઓ સાથેની પત્રકાર પરિષદમાં માકેને કેજરીવાલ સામે મફત વીજળી આપવાના મોડેલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો અને બીજો ધડાકો એ કર્યો હતો કે સદ્‌ગત શીલા દીક્ષિતની સરકારની સિધ્ધિઓ પર પ્રકાશ ફેંકવા હું તેમના પુત્ર અને દિલ્હીના ભૂતપૂર્વ સંસદ સભ્ય સંદીપ દીક્ષિત સાથે બહુ જલ્દીથી સંયુકત ઝુંબેશ શરૂ કરવાનો છું. જાણીતી વાત છે કે શીલા દીક્ષિત અને માકેનને બનતું ન હતું અને સંદીપ દીક્ષિત માકેનની જાહેરમાં ટીકા કરતા ફરતા હતા. તે 1993થી 2004 વચ્ચે ત્રણ ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને શીલા દીક્ષિતની સરકારમાં પ્રધાન તરીકે રહ્યા હતા અને દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી પછી 2004 અને 2009ની લોકસભાની ચૂંટણી નવી દિલ્હીમાંથી જીત્યા હતા અને મનમોહન સિંહની યુ.પી.એ. સરકારમાં કેન્દ્રીય પ્રધાન તરીકે કામ કર્યું હતું.

દિલ્હીમાં કોંગ્રેસને મતદારોની સંજીવની આપવા માટે માકેન પક્ષની એક માત્ર આશા છે એવું નથી. પક્ષના એવાં ઘણાં લોકો છે, જેઓ માને છે કે શીલા દીક્ષિત સાથેના તેમના સતત યુદ્ધો અને પક્ષમાં બીજા કોઇ નેતાને ઊભા નહીં થવા દેવાની વૃત્તિએ દિલ્હીમાં કોંગ્રેસની ઘોર ખોદી છે. છતાં રાહુલ અને પ્રિયંકા સાથેના સંબંધના કારણે તેના ભાવ બોલાય છે. તેનામાં બિનજરૂરી વિવાદમાંથી બહાર આવવાની અને આપ અને ભારતીય જનતા પક્ષની ટીકાની ટક્કર લેવાની ક્ષમતા દેખાય છે.
આમ કોંગ્રેસમાં નેતા તરીકે કામ કરવાની પણ કામદાર સંઘો અને બિનસરકારી સંગઠનો મારફતે કામ કરવાની અને તે પણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પક્ષે પણ સટોસટનો જંગ ખેલવાનો છે ત્યારે અજુગતું લાગે છે.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી રાજયની વિધાનસભાની ચૂંટણીથી ઓછી મહત્ત્વની નથી. તેના કારણમાં તેનું જટિલ સત્તા માળખું છે. આવા સંજોગોમાં માકેનની ચોક્કસ નક્કી થયેલી ભૂમિકા વધુ મહત્ત્વની નીવડી. માકેનને તો સંગઠનની જવાબદારી છોડી આપની પાછળ પડવું છે અને કેજરીવાલ દેશ માટે અને કોંગ્રેસ માટે ભેખરૂપ છે તેવું તે માને છે. ‘પક્ષ માટે હું તે કહેશે તે કામ કરીશ પણ કેજરીવાલની રાજકીય મહત્ત્વાકાંક્ષાને ઊગતી જ ડા’મી દેવાની છે. તેને માટે દિલ્હીમાં આપને હરાવવો જ રહ્યો. આ માટે તે આગામી થોડા દિવસોમાં આપની મફત વીજળી યોજનાની પોલ ખોલવાના છે ને તેનાથી તેમને રાજકીય રીતે કેટલો ફાયદો થશે? અથવા આ યોજના કારગત નહીં નીવડે તો બીજી કોઇ યોજના તેમની પાસે છે?
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top