Columns

જીતવા માટે શું કરવું જોઈએ?

એક મોટીવેશનલ સેમિનારમાં ‘જીતવા માટે શું કરવું જોઈએ ?’વિષય પર બોલવા સ્પીકર ઊભા થયા અને પોતાની સ્પીચની શરૂઆત જ કરી પ્રશ્નથી; તેમણે પહેલો સવાલ પૂછ્યો, ‘દુનિયાનું સૌથી ઊંચું પ્રાણી કયું છે?’ પ્રેક્ષકોમાંથી અમુક લોકોએ જવાબ આપ્યો ‘જિરાફ’અને પાછળ સ્ક્રીન પર જીરાફની ઈમેજ દેખાય…તેમણે બીજો પ્રશ્ન પૂછ્યો, ‘દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી કયું છે ?’જવાબ મળ્યો, ‘હાથી’અને સ્ક્રીન પર જિરાફની બાજુમાં હાથીની ઈમેજ આવી.સ્પીકરે ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ‘દુનિયાનું સૌથી મોટું પ્રાણી કયું છે ?’જવાબ જલ્દી ન મળ્યો પણ ઘડીકમાં કોઈકે ગુગલ કરી જવાબ આપ્યો, ‘બ્લુ વ્હેલ’અને ત્રીજી ઈમેજ સ્ક્રીન પર આવી.ચોથો પ્રશ્ન આવ્યો, ‘દુનિયાનું સૌથી હોશિયાર પ્રાણી કયું છે?’જવાબ મળ્યો, ‘ચિનપાન્ઝી વાંદરો’અને સ્ક્રીન પર ચોથી ઈમેજ આવી ગઈ.

પછી સ્પીકરે પાંચમો સવાલ પૂછ્યો કે ‘પ્રાણીઓનો રાજા કોણ ??’બધાએ તરત જવાબ આપ્યો ‘સિંહ’અને બધા પ્રાણીઓની નાની ઈમેજ વચ્ચે સિંહની મોટી ઈમેજ સ્ક્રીન પર દેખાય.સ્પીકરે બોલવાનું શરુ કર્યું કે ‘સિંહ દુનિયાનું સૌથી ઊંચું પ્રાણી નથી…સિંહ દુનિયાનું સૌથી મોટું પ્રાણી નથી …સિંહ દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી પણ નથી અને સિંહ દુનિયાનું સૌથી હોશિયાર પ્રાણી પણ નથી.છતાં સિંહ ..સિંહ છે તે બધા પ્રાણીઓનો રાજા છે.વનરાજ તરીકે ઓળખાય છે.તો ચાલો ચીચારીએ કે સિંહ જંગલનો રાજા કેમ છે ?? સિંહને જંગલનો રાજા બનાવે છે તેનું વલણ અને તેનું વર્તન અને તેની વૃત્તિ…સિંહનુ વર્તન વિશ્વાસથી ભરેલું એક સદા જીતતા વિજેતા જેવું છે…સિંહ કયારેય કોઇથી ડરતો નથી…સિંહ હંમેશા લડાયક વૃત્તિ સાથે લડવા તૈયાર રહે છે…અને સિંહની આ લડાયક વૃત્તિ, ડર વિનાનું બહાદુર વર્તન અને સદા વિજેતા જેવું વલણ તેને રાજા સિંહ બનાવે છે.અને સિંહ આમ વર્તન કરે છે કારણ કે તેનામાં ભરપુર આત્મવિશ્વાસ છે.કોઇપણ સંજોગોનો ડર્યા વિના સામનો કરવાની હિંમત છે.

અને એટલે જ તે રાજા છે.અને આ સિંહ જેવા બનવું આજના સેમિનારના વિષયનો જવાબ છે.જો તમારે જીવનમાં જીતવું હોય તો તમારે સિંહ જેવા બનવાનું છે.કોઇથી અને કોઈ પણ પડકારજનક સંજોગોમાં ડરવું નહિ…કોઇ પણ અઘરી મુશ્કેલીઓ સામે વિશ્વાસ સાથે લડી લઈને સામનો કરવો…અને સદા આત્મવિશ્વાસ સાથે ડર્યા વિના ,હાર્યા વિના, હિંમતથી વિજયના વિશ્વાસ સાથે આગળ વધતા રહેવું તો તમે જીવનમાં દરેક લડત જીતી જઈને સફળ થશો.’સ્પીકરે પોતાનો વિષય સુંદર ઉદાહરણ સાથે સમજાવ્યો કે જીવનમાં જીતવું હોય તો ડરપોક ઘેંટા કે બકરા જેવા નહિ, બહાદુર સિંહ જેવા બનો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top