‘તમારે નોકરીમાં જલસા છે. કશું કામ કરવાનું નહીં અને બેઠ્ઠો પગાર લેવાનો!’ ઘણાં લોકોની નોકરીઓ બાબતે આવી ‘ઈર્ષ્યાજનક’ શુભેચ્છા લોકો વ્યક્ત કરતા હોય છે. ઘણા લાંબા અરસા સુધી આ કારણે સરકારી નોકરીનું લોકોને ઘણું આકર્ષણ હતું અને એ મોભાનું પ્રતીક મનાતી. ખાસ કરીને આપણે ત્યાં નોકરી પર જઈને કામ કરવું ખાસ સન્માનજનક ગણાતું નથી. આ સંજાગોમાં ખરેખર એવું કામ મળે કે જેમાં કરવાનું કશું નહીં અને નાણાં પણ એના જ મળે તો?
વાત શોજી મોરીમોટો નામના જાપાની એક યુવકની છે, જે તેના વિશેષ પ્રકારના કામને લઈને ચર્ચામાં છે.
આડત્રીસ વર્ષનો આ યુવક ‘કશું ન કરીને’ આવક રળે છે. તેના કાર્યનો પ્રકાર સમજવા જેવો છે. પણ તેની પૂર્વભૂમિકા જાણવી એટલી જ રસપ્રદ છે. અગાઉ એક પ્રકાશન ગૃહમાં કામ કરતા શોજીને ‘કશું ન કરવા’ બદલ અવારનવાર ઠપકો મળતો. વારંવાર આમ થવા લાગ્યું એટલે શોજી ગંભીરતાથી વિચારવા લાગ્યો. તેને થયું કે ‘કશું ન કરવાની’ પોતાની ‘આવડત’ની સેવા ગ્રાહકને આપી હોય તો કેવું? આ વિચારને તેણે ઝડપથી અમલમાં મૂક્યો અને બુકિંગ દીઠ દસ હજાર યેન (આશરે ૫,૬૯૩ રૂપિયા)ના દરે તેણે પોતાના કામની જાહેરખબર ટ્વીટર અને અન્ય સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર મૂકી.
શોજીની સેવા લેવા ઈચ્છનાર વ્યક્તિએ આગોતરું બુકિંગ કરાવીને તેને બોલાવવાનો. પણ ગ્રાહક પાસે પહોંચી ગયા પછી શોજીએ કરવાનું શું? કશું નહીં. સમજવું જરા મુશ્કેલ છે, છતાં કેટલાંક ઉદાહરણ દ્વારા શોજીના કામને સમજવાની કોશિશ કરી જાઈએ.કશું ન કરવાના પોતાના કામમાં પોતે શું નથી કરવાનું અને શું કરવાનું છે એ બાબતે શોજી એકદમ સ્પષ્ટ છે. ગ્રાહક કશું બોલે નહીં ત્યાં સુધી પોતે બોલવાનો આરંભ નથી કરતો. એક ગ્રાહકે તેને બોલાવીને રેફ્રિજરેટર ખસેડવા માટે જણાવ્યું ત્યારે શોજીએ સ્પષ્ટપણે ઈન્કાર કરી દીધો હતો. કોઈકે તેને કમ્બોડિયા લઈ જવાની તૈયારી બતાવી અને શોજીએ ચોખ્ખી ના પાડી દીધી. એ જ રીતે કોઈકે પોતાનું ઘર સાફ કરવાની, કોઈકે કપડાં ધોવાની કે કોઈકે નગ્નાવસ્થામાં પોઝ આપવાની માંગણી કરી, જે શોજીએ ફગાવી દીધી હતી.
કોઈ પણ પ્રકારની જાતીય સેવાઓ એ આપતો નથી. તેના જણાવ્યા અનુસાર કેટલાંક લોકો એકાકી હોય છે. ક્યાંય એકલા જવામાં તેમને શરમ અનુભવાય છે. આથી તેમને કોઈક જાડીદારની જરૂર હોય છે, જેને સાથે લઈને જવાથી તેમનો મોભો જળવાય. આ ઉપરાંત કેટલાકને પોતાની સાથે વાત કરનારની જરૂર હોય છે. એક જણને ચીચવાના સામે છેડે બેસનાર સાથીદારની જરૂર હતી અને તેણે શોજીને બોલાવ્યો. એક વ્યક્તિ ટ્રેનમાં બહારગામ જવાની હતી અને પોતાને કોઈક હસતે મુખે, ઉષ્માસભર રીતે વિદાય આપે એવી તેની ઈચ્છા હતી.
શોજીએ એ સેવા પૂરી પાડી. શેરીમાં ઊભા રહીને વાદન કરતા એક સંગીતકાર સમક્ષ તેણે કડકડતી ઠંડીમાં શ્રોતા બનવાની સેવા આપી હતી. કોઈકને ખરીદી વખતે, કોઈકને રેસ્તોરાંમાં ભોજન વખતે, તો કોઈકને પોતાના જન્મદિને કેક કાપવા અને ખાવા માટે સાથીદારની જરૂર હોય છે, અને શોજીને બોલાવતાં તે પહોંચી જાય છે. અરુણા ચીદા નામની એક ડેટા એનેલિસ્ટને શોજીએ આપેલી સેવાનું કારણ વિશિષ્ટ છે. અરુણા ભારતીય સાડી પહેરીને બહાર નીકળવા માંગતી હતી, પણ પોતાના મિત્રોને પોતે પહેરેલા આવા પોષાકથી કેવું લાગશે એ બાબતે તેને અવઢવ હતી.
તેણે શોજીની સેવા લેવાનું નક્કી કર્યું. તેઓ બન્ને સાથે ચા પીવા ગયાં. અરુણાના જણાવ્યા અનુસાર મિત્રો હોત તો પોતે તેમની સાથે વાતો કરીને તેમનું મનોરંજન કરવું પડત, પણ આ માણસ સાથે ખાસ વાત કરવાની જરૂર જ નહીં. આ ઉદાહરણો પરથી એવું સમજાય છે કે શોજી મોરીમોટોની વધુ જરૂર લોકોને એક જાડીદાર તરીકે વધુ હોય છે. એવો જાડીદાર, જે માત્ર પોતાની સાથે અને સામે રહે. તેણે બીજું કશું કરવાની જરૂર નથી. વ્યવસાય તરીકે આ આર્થિક ધોરણે કેવો કહી શકાય? શોજીએ જણાવ્યા અનુસાર, છેલ્લાં ચાર વર્ષમાં તેણે આવાં ચારેક હજાર સેશન કર્યા છે. આ સૂચવે છે કે શોજીનું કામ બરાબર ચાલી રહ્યું છે.
પહેલી નજરે ગમ્મતભર્યો જણાતો આ વ્યવસાય ખરેખર તો આધુનિક સંસ્કૃતિની વરવી સામાજિક બાજુને ઉજાગર કરે છે. સતત દોડતા રહેતા મહાનગરમાં કોઈને અન્ય માટે નથી સમય કે નથી વૃત્તિ. વ્યક્તિ ચાહે નિવૃત્ત હોય કે કામ કરનાર, તેમને એક સાથીદારની ઝંખના છે. સતત ચાલતી રહેતી આર્થિક દોડમાં માનવ માનવ વચ્ચેના સંબંધો વિલાતા રહ્યા છે. પોતાની સારી કે નરસી, પણ વાત કરી શકાય એવી કોઈ વ્યક્તિ નથી એ અહેસાસ સતત ઘૂંટાતો રહે છે. શોજી જેવી વ્યક્તિને તેઓ નાણાં ચૂકવવા તૈયાર છે.
વિકાસની દોટે માનવીને કઈ હદે એકલવાયો અને નિષ્ઠુર બનાવી દીધો છે એનું આ ઉદાહરણ છે.
આ ઉદાહરણ જાપાનનું છે અને ભારતમાં આમ થવું શક્ય નથી એમ કદાચ કોઈને લાગી શકે. પણ છેલ્લાં થોડા વખતમાં શહેરીકરણ જે ઝડપે વધી રહ્યું છે એ જાતાં આપણા દેશમાં આ પરિસ્થિતિ આવી શકે એ શક્યતા દૂરની જણાતી નથી. હવે આભાસી જગત પાછળ આપણે વધુ સમય આપતા થયા છીએ. એકલવાયાપણું નિઃશંકપણે વધ્યું છે. પણ આ સમસ્યાની ગંભીરતા અને તેના સૂચિત નિવારણ બાબતે હજી આપણે વિચારતા થયા નથી એ હકીકત છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.