ત્રિનિદાદ : વેસ્ટ ઈન્ડિઝના (West Indies) સ્ટાર ખેલાડીઓ (Players) મોટાભાગે ઈન્ટરનેશનલ ક્રિકેટથી (International Cricket) પોતાનું અંતર જાળવીને વિશ્વની T20 લીગમાં ભાગ લેતા રહે છે અને જ્યારે આઇસીસીની (ICC) વર્લ્ડકપ (Worldcup) જેવી કોઇ મોટી ઇવેન્ટ (Event) આવે ત્યોર ટીમમાં સ્થાન મેળવી લે છે. લાંબા સમયથી ચાલતી આવેલી આ પરંપરાને હવે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે બંધ કરીને સ્ટાર ક્રિકેટરોની મનમાનીનો અંત લાવવાનો નિર્ણય કરીને ટી-20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી તેમાં આ સ્ટાર ખેલાડીઓને સ્થાન આપ્યું નથી. ટી-20 વર્લ્ડકપ માટેની ટીમમાં એવીન લુઇસની વાપસી થઇ છે. જ્યારે તેની સાથે જ અનકેપ્ડ ખેલાડી જમણેરી લેગ સ્પીન બોલર ઓલરાઉન્ડર યાનિક કરિયાહ તેમજ ટેસ્ટ અને વન ડે રમી ચૂકેલા ડાબોડી બેટીંગ ઓલરાઉન્ડર રેમન રિફરને ટીમમાં સમાવાયા છે.
- વેસ્ટઈન્ડિઝે સ્ટાર ખેલાડીઓની મનમાનીનો અંત આણીને આન્દ્રે રસેલ, સુનિલ નરેન, કાર્લોસ બ્રેથવેટ સહિતનાને બહાર મૂક્યા
- નિકોલસ પૂરનની કેપ્ટનશિપ હેઠળ જાહેર કરાયેલી 15 સભ્યોની ટી-20 વર્લ્ડકપ માટેની ટીમમાં એવીન લુઇસની વાપસી
વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ખેલાડી આન્દ્રે રસેલ અને ક્રિસ ગેલને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. રસેલે ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ માટે છેલ્લી મેચ રમી હતી. તેણે ગયા મહિને વર્લ્ડકપ ટીમમાં વાપસીની વાત કરી હતી. પરંતુ બોર્ડે તેને ટીમમાં સામેલ કર્યો નથી. આ સાથે ક્રિસ ગેલે પણ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે હું એક બાળક જેવો છું, જે ડેબ્યૂ કરવા માટે ઉત્સાહિત છે. પરંતુ તેને પણ ટીમમાં જગ્યા મળી નથી. આ ઉપરાંત સ્પિનર સુનીલ નરીનને પણ ટીમમાં સ્થાન અપાયું નથી. 2016ના ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં છેલ્લી ઓવરમાં 4 છગ્ગા ફટકારીને ટીમને ચેમ્પિયન બનાવનાર કાર્લોસ બ્રેથબેટ પણ ટીમમાં નથી.
ટી-20 વર્લ્ડ કપ માટેની વેસ્ટ ઈન્ડિઝની ટીમ : નિકોલસ પૂરન (કેપ્ટન), રોવમેન પોવેલ (વાઈસ-કેપ્ટન), યાનિક કરિયાહ, જોહન્સન ચાર્લ્સ, શેલ્ડન કોટ્રેલ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, અકીલ હુસેન, અલઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, એવિન લુઈસ, કાઇલ માયર્સ, ઓબેદ મેકોય, રેમન રીફર, ઓડેન સ્મિથ.