સુરત: વેસ્ટર્ન રેલવેએ (Western Railway) નિયમિત ટીકિટ (Ticket) ચેકિંગ દ્વારા છેલ્લા 7 મહિનામાં વિવિધ ટ્રેનોમાં ટીકિટ વગર પ્રવાસ કરતા 16.78 લાખ પેસેન્જરોને (Passengers) શોધી કાઢ્યા છે. તેમની પાસેથી રેલવેએ દંડ (Penalty) પેટે 114.82 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. 2021માં આજ સમયગાળામાં જેટલા પેસેન્જરો વગર ટીકિટના ઝડપાયા હતાં તેની તુલનામાં 2022માં 147.23 પ્રવાસીઓ વધારે છે. તેમાં આખા ઝોનમાં તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેન,પેસેન્જર ટ્રેન, હોલીડે સ્પેશિયલ ટ્રેન અને મુંબઈ સબઅર્બન સેક્શન પણ આવી જાય છે.
- 2022માં એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં સ્પેશિયલ ડ્રાઈવમાં 16.78 લાખ પેસેન્જરો વગર ટીકિટે ઝડપાયા
- મુંબઈ સબઅર્બન લોકલ ટ્રેનમાં પણ હજારો પેસેન્જરો ટીકિટ વગર ઝડપાયા
રેલવેએ આવેલી સત્તાવાર માહિતી અનુસાર માત્ર ઓક્ટોબર મહિનામાં આખા ઝોનમાં 2.38 લાખ પેસેન્જર ટીકિટ વગર ઝડપાયા હતાં. તેમની પાસેથી 17 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલ્યા હતાં. 2022માં એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં સ્પેશિયલ ડ્રાઈવમાં 16.78 લાખ પેસેન્જરો વગર ટીકિટે ઝડપાયા હતા. તેમની પાસેથી દંડ પેટે 114.18 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલ કર્યા હતા. જ્યારે 2021માં એપ્રિલ થી ઓક્ટોબર દરમિયાન 6.79 લાખ પેસેન્જરો વગર ટીકિટે ઝડપાયા હતા. એટલે 2022માં 147.23 ટકા વધુ વગર ટીકિટના પેસેન્જરો ઝડપાયા. 2021માં વગર ટીકિટે ઝડપાયેલા 6.79 લાખ પેસેન્જરો પાસેથી દંડ પેટે 36.57 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલ્યા હતા. એટલે 2021ની તુલનામાં 2022માં આજ સમયગાળામાં 212.22 ટકા વધુ રકમ દંડ પેટે રેલવેએ વગર ટીકિટના પેસેન્જરો પાસેથી વસૂલી છે.
મુંબઈ સબઅર્બન લોકલ ટ્રેનમાં પણ હજારો પેસેન્જરો ટીકિટ વગર ઝડપાયા છે. ખાસ કરીને એસી લોકલ ટ્રેનમાં વારંવાર ચેકિંગ કરીને છેલ્લા 7 મહિનામાં 22300 અનઓથોરાઇઝ્ડ પ્રવાસીઓને ઝડપીને તેમની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. સ્પેશિયલ ડ્રાઈવની કામગીરી સિનિયર કમર્શિયલ અધિકારીઓના સુપરવિઝનમાં થઈ છે..આગામી સમયમાં આવી ડ્રાઈવની કામગીરી ચાલુ રહેશે.