SURAT

સુરત સહિત આ રૂટ પર ત્રણ વિન્ટર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો રેલવેએ લીધો નિર્ણય

સુરત(Surat) : પ્રવાસીઓના (Passenger ) ઘસારાને જોઈને પશ્ચિમ રેલવેએ (Western Railway) ત્રણ વિન્ટર સ્પેશિયલ ટ્રેન (Winter Special Train) દોડાવવાની જાહેરાત કરી છે. તેમાં બાંદ્રા ટર્મિનસ-બિકાનેર સ્ટેશિયલ એક્સપ્રેસ ટ્રેનના બંને તરફના મળીને 12 ફેરા હશે. આ ટ્રેન 24 ડિસેમ્બરથી 29 જાન્યુઆરી સુધી દોડશે. આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, સુરત, વડોદરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, જયપુર, સીકર સહિતના સ્ટેશનો પર બંને દિશાઓમાં થોભશે.

ગોરખપુર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન માત્ર વનવે એક વખત દોડશે. આ ટ્રેન 22 ડિસેમ્બરે ગોરખપુરથી રવાના થશે.ટ્રેન 23 ડિસેમ્બરે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બસ્તી,ગોંડા,કાનપુર,કન્નોજ, મથુરા, કોટા, રતલામ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સહિતના સ્ટેશનો પર થોભશે. રાજકોટ-ગુવાહાટી સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનના 4 ફેરા થશે. આ ટ્રેન 28 ડિસેમ્બરથી લઈને 7 જાન્યુઆરી સુધીમાં દોડશે. આ ટ્રેન બંને દિશાઓમાં અમદાવાદ, છાયાપુરી, રતલામ, નાગદા,ઉજ્જૈન, બીના, તલના, મિર્જાપુર, પં.દિનદયાળ ઉપાધ્યાય, હાજીપુર, બરૌની, કટીહાર,ન્યુ જલપાઈ ગુડી, સહિતના સ્ટેશનો પર બંને દિશાઓમાં દોડશે.

પુર્વ-મધ્ય રેલવેમાં લોન ઇન્ટરલોકિંગના કારણે બે ટ્રેનોના રૂટ બદલાયા
સુરત: પુર્વ-મધ્ય રેલવેમાં સગૌલી-મઝૌલિયા સેક્શનમાં ડબલિંગના કાર્ય માટે નોનઇન્ટરલોકિંગની પ્રક્રિયા પુર્ણ કરવાની હોવાથી સુરતથી પસાર થતી બે ટ્રેનોના રૂટ બદલાયા છે. તેમાં 22,23,24 અને 25 ડિસેમ્બરે બાંદ્રાથી રવાના થનાર બાંદ્રા-બરૌની એક્સપ્રેસ ટ્રેન રેગ્યુલર માર્ગના સ્થાને વાયા નરકટિયાગંજ, સિકટા, સીતામઢી, મુઝફ્ફરપુરના રસ્તાથી જશે. તેમજ 24, 25, 26 અને 27 ડિસેમ્બરે બરૌનીથી રવાના થનાર બરૌની-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન રેગ્યુલર માર્ગના સ્થાને મુઝફ્ફરપુર, સીતામઢી, સિકટા, નરકટિયાગંજના રસ્તાથી આવશે.

સુરત આરટીઓમાં પાકા લાયસન્સની ટેસ્ટ માટેનું સર્વર ખોરવાતાં વાહન ચાલકો અટવાયા
સુરત : સુરત આરટીઓનાં ટેસ્ટ ટ્રેકને કનેક્ટેડ સર્વર ખોરવાતાં આજે પાકા લાયસન્સના ટેસ્ટ આપવા આવેલા વાહન માલિકો કલાકો રાહ જોયા પછી પરત ફર્યા હતાં. આરટીઓ સૂત્રોના જણાવ્યાં મુજબ સર્વર રાજ્યવ્યાપી ખોરવાતાં સુરત, વડોદરા અને અમદાવાદ સહિત 33 જિલ્લા પૈકી જે જિલ્લાઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટની મેન્યુઅલ સુવિધા છે ત્યાં જ ટેસ્ટ લેવાયાં હતાં. સુરતમાં 10:30 કલાકે સર્વર ડાઉન થયા પછી સાંજે 5 વાગ્યે શરૂ થયું હતું. જે વાહન માલિકો હાજર હતાં. તેમની 6 વાગ્યા સુધી ટેસ્ટ લેવાઈ હતી. જે રાહ જોયા પછી જતાં રહ્યાં એમની ટેસ્ટ આવતીકાલે ગુરુવારે લેવાશે. સર્વર ડાઉન થતાં ટોકન નંબરો પડવાનું પણ બંધ થઈ ગયું હતુ. જોકે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે એસએમએસ મોકલી આવતીકાલે ટેસ્ટ આપવા જણાવ્યું છે. આવતીકાલે મોડે સુધી ટેસ્ટ ટ્રેક ચાલુ રાખી ડ્રાઈવિંગની પરીક્ષા આપ્યા વિના રહી જનારાઓને તક આપવામાં આવશે.

Most Popular

To Top