સુરત: દુનિયામાં એવી કોઈ પણ વસ્તુ નથી બની જે નકામી (West )હોઈ,જો તમારામાં સુઝબુઝ અને કાબેલિયત હોઈતો નકામી ગણાતી બધી વસ્તુઓ માંથી પણ ક્રિયેશન (Creation) કરી જ શકો છો.આ પ્રકારની વિચારધારા સુરત વરાછાના (Varaccha ) યુવકે નિકુંજ મકવાણા ધરાવે છે. જેણે વેસ્ટ માંથી બેસ્ટ સર્જન કરીને દરેક લોકોને સંદેશ આપ્યો છે કે,ફેંકી દેવા જેવું કઈ પણ નથી.નિકુંજે ઇલેક્ટ્રોનિક (Electronic) ભંગાર માંથી સરસ મઝાના ડીઝીટલ(Digital) રોબોટિક (Robotic) ગણેશા (Ganesha) બનાવી તેની અંદર છુપાયેલી ક્રિયેટિવિટીની (Creativity) નોંધ લેવડાવી છે. અને આજની યુવા પેઢીને જરા હટકે અને યુનિક કરી બતાવવા માટે પ્રેરિત કર્યા છે.
ભંગારની દુકાનમાંથી કલેક્શન કરી ક્રિયેશન કર્યું
વરાછા રંજીતનગરમાં રહેતા નિકુંજ મકવાણા છેલ્લા 8 વર્ષથી સ્ક્રેપ ભેગો કરીને ગણપતિ બાપ્પાની પ્રતિમાઓ બનાવે છે.આ વર્ષે તેને ભંગારની દુકાનમાંથી એકત્ર કરેલ પંખા,ઉડી ગયેલા એલડી બલ્બ,ઇલેક્ટ્રોનિક પાર્ટસ,વેસ્ટ એમ્રોડરીના પાર્ટ અને બેલ્ટ, કોમ્યુટરના પાર્ટ વગેરે જવું સ્ક્રેપ એકત્ર કરીને ક્રિયેશન કર્યું હતું..આ પાર્ટસ એકત્ર કરવા માટે તેને અલગ-અલગ ભંગારની દુકાનોમાં જવું પડ્યું હતું.નોકરીના કામકાજમાં આંખે-આખો દિવસ આપી દેવો પડતો હોવાથી તેને રાત્રીના સમયનો સદઉપયોગ કરીને બાપ્પાનું ક્રિયેશન કર્યું હતું.એકત્ર કરેલા સ્ક્રેપના અલગ-અલગ પાર્ટ જોડીને બાપ્પાની મૂર્તિ બનવવા માટે તેને સતત ત્રણ રાત અને બે દિવસનું સતત વર્ક આઉટ કર્યું હતું.અને પછી ચતુર્થીના દિવસે તેના ઘર 246 રંજીતનગરમાં જ બાપ્પાને સ્થાપિત કર્યા હતા. સોશિયલ મીડિયા ઉપર પણ વેસ્ટ માંથી બેસ્ટ બાપ્પા ખુબ જ વાયરલ થઇ ચુક્યા છે.
કોરોના કાળમાં મેડિકલ વેસ્ટેજમાંથી ગણપતિ બનાવ્યા હતા
નિકુંજ મકવાણા આમતો છેલ્લા 8 વર્ષથી વેસ્ટેજ વસ્તુઓ માંથી ક્રિયેશન કરીને ગણપતિ બાપ્પા બનાવે છે.બે વર્ષ પહેલા વૈશ્વિક મહામારી કોરોના કાળ દરમ્યાન પણ તે જંપીને બેસી રહેવાની જગ્યાએ તેની ક્રિયેટિવિટીનો ઉપયોગ કરી નાખ્યો હતો.અને આ સમય દરમ્યાન સિરીંજ,બાટલા અને તેમાંથી નીકળતી નળીઓના ઉપયોગ કરીને બાપ્પાની મૂર્તિ બનાવી સ્થપાના કરી હતી.તેના પાછલા વર્ષે તેને રૂ માંથી ગણપતિ બનાવ્યા હતા.નિકુંજ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી ક્રિએશન કરવાનું કાર્ય આમ તો કોલેજ કાળથી કરતો આવ્યો છે.તે સમયે તેની આ કળાની નોંધ કોલેજ અને યુનિવર્સીટી લેવલે લેવાઈ હતી.
જાપાન ઓલમ્પિકના ગોલ્ડ મેડલો પણ સ્ક્રેપ મોબાઈલમાંથી નીકળતા ગોલ્ડ માંથી બનાવ્યા હતા
યંગીસ્તાનોની દુનિયા ખુબ અલગ છે.આજની યુવા પેઢીને ડીઝીટલ દુનિયાનું એવું ઘેલું લાગી ગયું છે કે જ્યાં જુઓ ત્યાં બધા મોબાઇલ ફોનની અંદર રચ્યા-પચ્યા રહે છે.જોકે ટેક્નોલોજીનો સદ ઉપયોગથી તમને ઘણું-ઘણું જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો તેવું નિકુંજે જાણવાયું હતું. વધુમાં નિકુંજ વિશેષ ઉદાહરણ આપતા જણાવે છે કે, જાપાનના ટોક્યોમાં યોજોયેલ ઓલમ્પિક રમત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાસિલ કરનારા રમત વિરલાઓને જે ગોલ્ડ મેડલથી નવાઝવામાં આવ્યા હતા તે બધા મેડલો દુનિયામાંથી ભેગા કરેલા ભંગારના મોબાઈલ ફોનમાંથી કાઢીને એકત્ર કરેલ સોના માંથી બનાવવામાં આવ્યા હતા.જેથી એક વાત ખરેખર ફલિત થાય છે કે દુનિયામાં નક્કામા જેવી વસ્તુ કઈ જ નથી બસ તમારી પારખી નજર અને આવડત ક્રિયેશન પાછળ કામ લગતી હોઈ છે.