National

બંગાળ: બિરભુમમાં બૉમ્બ બ્લાસ્ટ, બેના મોત 6ની ધરપકડ એસપીની કરાઈ બદલી

નવી દિલ્હી : પક્ષિમ બંગાળની (West Bengal) બિરભુમમાં બૉમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થયો છે. સમગ્ર ઘટનાને લઇ દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે આ ઘટના બાદ મમતા બેનર્જીની (Mamata Banerjee) સરકારે તેનો મિજાજ બતાવી દીધો છે અને સખત વલણ અપનવતા તુરંત એક્શન મોડમાં આવી ગઈ છે. બૉમ્બ બ્લાસ્ટ બાદ આ કેસમાં 6 લોકોની તાબડતોડ ધરપકદ કરવામાં આવી છે. અને આ સાથે હવે પોલીસ અધિકારીઓને પણ સાણસામાં લેવામાં આવ્યા છે. સરકારે સખત વલણ આપનાવતા ત્યાંના એસપીની (SP) બદલી કરી દીધી છે. એસપી નાગેન્દ્ર ત્રિપાઠીને વીરભૂમથી ટ્રાન્સફર આપ્યા બાદ હવે ઓએસડી પક્ષિમ બંગાળના નિર્દેશક પદ ઉપર બદલી કરી દેવાઈ છે. અને હવે તેમના સ્થાને જિલ્લાનું કામ ભાસ્કર મુકર્જીને સોંપી દેવામાં આવ્યું છે. જે અત્યાર સુધી સુંદરવન જિલ્લામાં એએપીનું પદ સંભાળી રહ્યા હતા.

પોલીસનું સર્ચ ઓપરેશન શરુ : 6ની ધરપકડ
ઉલ્લેખનીય છે કે ગત મોડી રાત્રે બીરપુર જિલ્લાના મારગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં ઘણા લોકો ઘાયલ થયા છે જેમાંથી અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુ પામેલા બંને યુવકો ટીએમસીના કાર્યકર્તા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઘટના બાદ પોલીસે વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરી છે.

ઘટનાના અનુસંધાનમાં પોલીસ વધુ માહિતી એકત્ર કરી રહી છે
આ ઘટનામાં જે મૃતક છે તેઓ TMC પંચાયત પ્રધાનના ભાઈ લલ્તુ શેઠ અને ન્યૂટન શેખ નામના યુવકનો સમાવેશ થાય છે. બંને ટીએમસીના કાર્યકરો હોવાનું કહેવાય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બોમ્બ બ્લાસ્ટ લલ્ટુ અને ન્યૂટનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ એક આયોજનબદ્ધ હુમલો હોવાનું માનવામાં આવે છે. પોલીસ ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ અને વધુ માહિતીઓ એકત્ર કરી રહી છે.

બૉમ્બ બ્લાસ્ટની ઘટના રાજનૈતિક રંગ પકડી રહી છે
આ ઘટનાના પડઘાઓ સમગ્ર પક્ષિમ બંગાળ પડી રહ્યા છે જે હવે રાજનૈતિક રંગ પણ પકડી રહી છે. ડાબેરી પક્ષોએ દાવો કર્યો છે કે આ તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક વિખવાદનું પરિણામ છે. ડાબેરી નેતા મોહમ્મદ સલીમે કહ્યું છે કે જે લોકો તૃણમૂલ છોડી રહ્યા છે તેમની જ પાર્ટીના લોકો દ્વારા હત્યા કરવામાં આવી રહી છે. તૃણમૂલના લોકો તૃણમૂલને મારી રહ્યા છે અને મમતા બેનર્જી હકીકતો પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરી રહી છે.

Most Popular

To Top