National

બંગાળ : પિતાની હત્યા કરી લાશના ટુકડા કર્યા,માતાની મદદથી તેને ઠેકાણે લગાવી

પશ્ચિમ બંગાળ : પશ્ચિમ બંગાળના (West Bengal) બરુઇપુર ક્ષેત્રમાં હેરાન કરી મૂકે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક દીકરાએ કથિત રીતે તેના જ પિતાની હત્યા (Father’s Murder) કરીન દીધી હતી. અને ત્યારબાદ તેની માતાની મદદથી પિતાની લાશના ટુકડે ટુકડા કરી દીધી હતા. અને લાશને ઘર નજીકના પરગના ક્ષેત્રના આજુબાજુના વિસ્તારમાં ફેંકી દીધા હતા. પોલીસને (Polis) શુક્રવારે બરુઇપુરના હરિહરપુરના એક તળાવમાંથી સળી ગયેલી લાશ મળી હતી. પોલીસ તપાસ શરુ કરતા એવી જાણકારી મળી હતી કે હતી લાસ નવસેનાના પૂર્વ કર્મચારી ઉજ્વલ ચક્રવર્તીની છે.

  • બરુઇપુરના હરિહરપુરના એક તળાવમાંથી એક સળી ગયેલી લાશ મળી હતી
  • પોલીસને જાણકરી મળી હતી કે લાશ પૂર્વ નવસેના પૂર્વ કર્મચારી ઉજ્વલ મુખર્જીની છે

દીકરાએ કરવતની મદદથી લાશના ટુકડે -ટુકડા કરી નાખ્યા હતા
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઉજ્વલ મુખર્જી દારુપવાની કુટેવ ધરાવતો હતો. હત્યાના બે દિવસ પહેલા તે દારૂના નશામાં ચકચૂર બની ઘરે ગયો ગતો. દરમ્યાન તેના 25 વર્ષીય પુત્ર જોય મુખર્જી સાથે તેની બોલચાલ થઇ હતી. પછી આ સામાન્ય નોકઝોક ઉગ્ર ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. કથિત રીતે જોયએ તેનાજ પિતાનું ગળું દબાવી દીધું હતું શ્વાસ રૂંધાવાને કારણે તેના પિતાનું મૃત્યુ થયું હતું. હવે આ લાશને ઠેકાણે લગાવવા તેને ગણો વિચાર કર્યો અને ત્યારબાદ તેની માતા શ્યામલી ચક્રવર્તી સાથે મળીને આ લાશના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા.

શનિવારે જયારે લાશ મળી ત્યારે આખો ભેદ સ્પષ્ટ થયો હતો
ત્યારબાદ તેને એક કરવતની મદદથી પિતાની લાશના ટુકડા કર્યા હતા.અને આ લાશના ટુકડાઓને તેને તેના ઘરની આસપાસ 500 મીટરના દૂરના સ્થાને ફેંકી દીધા હતા.અને ત્યારબાદ માતા શ્યામલી ચક્રવર્તીએ સ્થાનિક પોલીસ મથકમાં તેના પતિના ગુમ થયાની ફરિયાદ કરી હતી. અને શનિવારે જયારે લાશ મળી ત્યારે આખો ભેદ સ્પષ્ટ થયો હતો. હાલતો આ ઘટના બાદ માતા અને પુત્ર બનેની ધરપકડ કરવામાં આવી છે.હાલ બને જેલના સળિયા ગણતા થઇ ગયા છે.

Most Popular

To Top