સુરત: તમંચા જેવા ઘાતક હથિયાર (Weapon) સાથે રીલ્સ (Reels) બનાવવાના અભરખા રાખતા એક ટીનેજરની અલથાણ પોલીસની ટીમે વેસુ (Vesu) ખાતે આવેલા મીની ગોવા (Mini Goa) પાસેથી અટકાયત કરી હતી.17 વર્ષીય આ છોકરો દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. 15 દિવસ પહેલા યુપીથી ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવા માટે તમંચો ખરીદી કરી લાવ્યો સુરત હોવાની કબૂલાત તેને પોલીસ સમક્ષ કાબુલ કરી હતી.અને હવે તે જેલના સળિયા ગણી રહ્યો છે.ઘાતક હથિયારોની સાથે રીલ્સ બનાવવા અને સ્ટન્ટ કરવાના ચક્કરમાં અનેક લબરમૂછિયાઓ પોલીસના રડારમાં આવી જતા તેમને પણ હવાલાતની હવા ખાવાની નોબત આવી હોવાના કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવી ચુક્યા છે.
- યુપીથી ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવા માટે તમંચો ખરીદી કરી લાવ્યો
- લબરમૂછિયાઓ પોલીસના રડારમાં આવી જતા તેમને પણ હવાલાતની હવા ખાવાની નોબત આવી
અલથાણના મિની ગોવા પાસેથી તમંચા સાથે સગીર ઝડપાયો
અલથાણ પોલીસની ટીમના પોલીસ કોન્સ્ટેબલ રાહુલ સંજયભાઈને મીની ગોવા પાસે એક છોકરો કમરના ભાગે પિસ્ટલ જેવું હથિયાર લગાવી ફરી રહ્યો હોવાની બાતમી મળી હતી. ચૂંટણીના માહોલમાં આ રીતે ખુલ્લેઆમ હથિયાર લઈને ફરતા હોવાની માહિતીથી અલથાણ પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ વોચ ગોઠવી આ છોકરાને પકડી પાડ્યો હતો. તેની પાસે ચેક કરતા કમરના ભાગે એક દેશી તમંચો મળી આવ્યો હતો. પાંડેસરા ખાતે રહેતો અને માત્ર 17 વર્ષના આ છોકરાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, છોકરો મુળ યુપીનો વતની છે. અને બેકાર હોવાથી રખડપટ્ટી કરે છે. ઇન્સ્ટાગ્રામ ઉપર બંદૂક સાથેનો વીડિયો રીલ બનાવવા માટે તેણે 15 દિવસ પહેલા ઉત્તરપ્રદેશથી આ તમંચો ખરીદ્યો હતો. અલથાણ પોલીસે 5 હજારની કિમતનો તમંચો અને બે કાર્ટીઝ મળી કુલ 5200 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો.