ભારતમાં (India) 100 કરોડ રસીઓના (Vaccination) લક્ષ્યાંકને પૂર્ણ કરવાના પ્રસંગે પીએમ મોદીએ (PM Narendra Modi) આજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં રસીકરણમાં વીઆઇપી સંસ્કૃતિની ગેરહાજરી વિશે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે કોરોના સામે ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં વીઆઇપી સંસ્કૃતિ પ્રભુત્વ ધરાવે નહીં. એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે ભારતના તમામ નાગરિકો, તેમની સ્થિતિ અને પૈસાને ધ્યાનમાં લીધા વગર રસી આપવામાં આવે.
એક અબજથી વધુ રસીકરણની વિક્રમી સિદ્ધિ હાંસલ કર્યાના એક દિવસ બાદ રાષ્ટ્રને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, સૌને વેક્સીન, ફ્રી વેક્સીન. આ પહેલ દરેકને સાથે લઈને શરૂ કરવામાં આવી હતી. દેશનો એક જ મંત્ર હતો, જો કોવિડ -19 રોગ ભેદભાવ નહીં કરે, તો રસીકરણમાં કોઈ ભેદભાવ રહેશે નહીં. તેથી, ખાતરી કરવામાં આવી હતી કે VIP સંસ્કૃતિ રસીકરણ અભિયાન પર પ્રભુત્વ ધરાવતી નથી.
PM એ કહ્યું, દેશે દરેકને સાથે લઈને સૌ કોઈને રસી, મુફ્ત રસી નું અભિયાન શરૂ કર્યું હતું. ગરીબ-અમીર, ગામ-શહેર, દૂર, દેશનો એકમાત્ર મંત્ર એ હતો કે જો રોગ ભેદભાવ ના કરે તો રસી હું પણ ભેદભાવ કરી શકતો નથી! તેથી ખાતરી કરવામાં આવી હતી કે વીઆઇપી સંસ્કૃતિ રસીકરણ અભિયાન પર પ્રભુત્વ ધરાવતી નથી.
100 ભારતવાસીઓના રસીકરણની ઐતિહાસિક સફળતા પ્રસંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. ભારતે 21 ઓક્ટોબરે અસાધારણ લક્ષ્ય હાંસલ કર્યું. આ વાક્ય સાથે વડાપ્રધાને સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે એક દિવસ પહેલાં દેશમાં કોરોના વેક્સીનના 100 કરોડ ડોઝ આપવાનો લક્ષ્યાંક હાસંલ થયો છે. આ એક ઐતિહાસિક સફળતા કહી શકાય. વેક્સીનને લઈ અનેક પ્રશ્નો ઉઠ્યા હતા, જેનો આજે બધાને જવાબ મળી ગયો છે.
ભારતે જે ગતિથી 100 કરોડ રસીનો આંકડો પાર કર્યો તેની પ્રશંસા વિશ્વભરમાં થઈ રહી છે. આજે ઘણા લોકો ભારતના રસીકરણ કાર્યક્રમની તુલના વિશ્વના અન્ય દેશો સાથે કરી રહ્યાં છે. આ વિશ્લેષણમાં એક વાત ભૂલાઈ જાય છે કે આપણે શરૂઆત ક્યાંથી કરી હતી. રસીનું સંશોધન કરવું. અન્ય દેશો સુધી પહોંચાડવી.
ભૂતકાળમાં ભારત રસીના મામલે અન્ય દેશો પર નિર્ભર હતું પરંતુ આ વખતે ઉલટું થયું. વિશ્વ ભારતને હવે કોરોના સામે વધુ સુરક્ષિત માની રહ્યું છે. સંપૂર્ણ વિશ્વ ભારતની તાકાત અનુભવે છે. તાળી વગાડી, દીવા પ્રગટાવી ભારતીયોએ એકતા દર્શાવી. કોવિન પ્લેટફોર્મથી રસીકરણ સરળ બનાવ્યું.આજે દેશમાં રેકોર્ડ રોકાણ આવી રહ્યું છે. કોરોના કાળમાં કૃષિક્ષેત્ર એ અર્થવ્યવસ્થા જાળવી રાખી. મેડ ઈન ઈન્ડિયાની તાકાત સૌથી મોટી.
વડાપ્રધાને કહ્યું કે કોવિડ -19 કટોકટીની શરૂઆતમાં જ એક આશંકા હતી કે ભારત જેવા લોકશાહી દેશ માટે આ મહામારી સામે લડવું ઘણું મુશ્કેલ હશે. ભારત માટે, ભારતના લોકો માટે એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે આટલો સંયમ, આટલી શિસ્ત અહીં કેવી રીતે કામ કરશે? પરંતુ આપણા માટે લોકશાહીનો અર્થ છે સૌનો સાથ.
શુક્રવારે તેમના સંબોધન દરમિયાન, પીએમ મોદીએ રસી વિશેના ખચકાટ વિશે પણ વાત કરી. જેની આજે પણ સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. મોદીએ કહ્યું કે ઘણા વિકસિત દેશોમાં રસીની ખચકાટ એક મોટો પડકાર છે. નોંધનીય છે કે, અત્યાર સુધીમં કોરોના વેક્સીનનાદ ેશમાં 1006234803 ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાં 71,09,80,686 લોકોએ વેક્સીનનો એક ડોઝ લઈ લીધો છે. જ્યારે 29,53,02,676 ફૂલ વેક્સીનેટેડ થયા છે.