રખડતાં કૂતરાઓના ત્રાસને ગંભીરતાથી લઇને સુપ્રિમ કોર્ટે કબુલ્યું છે કે, કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં પૂરી દેવા જોઇએ. ખસીકરણ અને રસીકરણ કરવુ જોઇએ. રખડતાં અને હડકાયા કૂતરાં કરડવાના બનાવો વધતા જાય છે. નાન બાળકો ઉપરના કૂતરાઓના હુમલા જીવલેણ બનતા જાય છે. ગામડાઓ કે શહેરોની કોઇ એવી ગલી નહી હોય કે ત્યાં રખડતા કૂતરા જોવા નહી મળે. એ કૂતરા અજાણી વ્યક્તિઓને જ નહી શેરી મહોલ્લાની વ્યક્તિઓને પણ બચકાં ભરી લેતા હોય છે.
હડકાયા થયેલા કૂતરાઓ તો માણસ સિવાય ગાય, ભેંસ, બળદ, વાછરડાં અને પાડાઓને પણ કરડી ખાતા હોય છે. આપણા દેશમાં કહે છે કે છ કરોડ જેટલા રખડતા કૂતરાં છે. એમને પકડીને બનાવેલા આશ્રય સ્થાનોમાં પૂરવાનું કામ ઘણુ અઘરુ છે. જીવદયા પ્રેમીઓના અવરોધો તો વચ્ચે ઉભા જ છે. છતાં માણસના સ્વાસ્થ્યને પ્રાધ્યાનતા આીપે વાડાઓ બનાવીને એ કૂતરાઓને પૂરી દેવા જ રહ્યાં. સરકારો પહોંચી ના વળે તો પ્રજા ઉપર દર વર્ષે 50 કે 100 રૂા.નો કૂતરાવેરો નાખવો જોઇએ. જેથી આ કલ્યાણકારી કાર્ય માટે આથિક તંગી નડે નહી.
સુરત – બાબુભાઇ નાઈ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.