Comments

આપણે તો અમૃતકાળમાં પ્રવેશ્યા છીએ!

2020 ના જુલાઇમાં સરકારે જાહેર કર્યું કે અમે પસંદગીના 29 વૈશ્વિક આંકમાં ભારતની કામગીરી પર નજર રાખીશું! વૈશ્વિક આંકમાં સુધારો કરવા માટે શું કરવું તેની વિચારણા કરવા 47 કેન્દ્રીય મંત્રણાઓ અને ખાતાઓની બેઠક બોલાવાઇ હતી. સંયુકત રાષ્ટ્રોના માનવ વિકાસ આંકમાં આપણે એક ક્રમ પાછા ગયા છીએ કારણ કે સરેરાશ આવકમાં ઘટાડો થયો છે અને કન્યા કેળવણી અને આરોગ્ય ક્ષેત્રે મૂડી વિનિવેશ થયો છે. સંયુકત રાષ્ટ્ર સંઘના સુખના હેવાલમાં સુખની માપણી નથી થતી. તેમાં માથાદીઠ એકંદર ઘરેલુ પેદાશ, આયુષ્યની સરેરાશ સ્વાતંત્ર્ય અને ભ્રષ્ટાચારની માપણી થાય છે. ભારત અહીં 19 સ્થાન નીચે ગયું છે.

વૈશ્વિક ભૂખ આંકમાં ભૂખ, બાળકોના અપૂરતા વિકાસ અને કુપોષણ માપવામાં આવે છે. ભારત 46 ક્રમ નીચે ગયું છે અને આજે પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લા દેશની પણ પાછળ છે. અમેરિકામાં રૂઢિચુસ્ત એટલે કે જમણેરી સંસ્થાઓ સ્વાતંત્ર્યની પોતાની દૃષ્ટિએ વિશ્વમાં મોજણી કરે છે. કેટો હ્યુમન ઇન્ડેકસની યાદીમાં ભારત 44 સ્થાન નીચે ઊતરી ગયું છે. કારણ કે કાયદાના શાસનમાં, ધાર્મિક સ્વાતંત્ર્યમાં અને વેપારના સ્વાતંત્ર્યમાં ઘટાડો થયો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એટલે કે ડેવોસ વૈશ્વિક જાતીય તફાવત આંક બહાર પાડે છે તેમાં તે જાતીય સમાનતાનો અભ્યાસ કરે છે. આ યાદીમાં ભારત 26 ક્રમ પાછળ ધકેલાયું છે. વિશ્વ બેંક તેના વિવેન, બિઝનેસ એન્ડ લો ઇન્ડેકસ મારફતે સ્ત્રીઓની આર્થિક તકોની મોજણી કરે છે અને તેમાં ભારત તેર સ્થાન નીચે ગયું છે.

સ્માર્ટ સિટીઝ ઇન્ડેકસમાં નાગરિકો માટે આરોગ્ય, સુરક્ષા, પરિવહન અને તકની મોજણી થાય છે તેમાં દિલ્હી 18 ક્રમ, બેંગ્લુરુ 16 ક્રમ અને હૈદ્રાબાદ 18 ક્રમ અને મુંબઇ પંદર ક્રમ પાછળ ગયું છે. એકસેસ નાઉ ટ્રેકર વિશ્વભરમાં ઇન્ટરનેટ બંધ કરાવના બનાવો પર નજર રાખે છે. ભારતમાં 2014 માં ઇન્ટરનેટ શટડાઉન એટલે કે ઇન્ટરનેટ બંધ કરી દેવાના છ બનાવ બન્યા હતા. આ બનાવો 2015 માં 14, 2016 માં 31, 2017 માં 79, 2018 માં 134, 2019 માં 121 અને 2020 માં 109 તથા 2021 માં 106 બનાવ બન્યા હતા. 2019 માં ઇન્ટરનેટ બંધ કરી દેવાના 213 બનાવ દુનિયામાં બન્યા હતા. તેમાંથી 56 ટકા ભારતમાં બન્યા હતા જે તેના પછીના ક્રમે આવતા વેનેઝુએલા કરતાં બાર ગણા વધારે હતા. 2020 માં ઇન્ટરનેટ બંધ કરી દેવાના વિશ્વમાં 155 બનાવ બન્યા હતા તેમાં 70 ટકા બનાવ ભારતમાં બન્યા હતા. મતલબ કે મહામારી દરમ્યાન પણ દર્દીઓ અને વિદ્યાર્થીઓને ઇન્ટરનેટનો ઇન્કાર થયો હતો. માહિતી અધિકારના મામલે ભારત ચાર ક્રમ પાછળ ધકેલાયું છે.

ગોથનબર્ગ યુનિવર્સિટીના વેરાયટીઝ ઓફ ડેમોક્રસીની યાદીમાં ભારતે લોકશાહી તરીકેનું સ્થાન ગુમાવ્યું છે અને ઇલેકટોરલ ઓટોક્રસી એટલે કે ચૂંટાયેલી આપખુદશાહી તરીકેનું સ્થાન મેળવ્યું છે અને હંગેરી અને તુર્કીની હરોળમાં સ્થાન મેળવ્યું છે. વિચાર સ્વાતંત્ર્ય, અખબારી સ્વાતંત્ર્ય અને નાગરિક સમાજ તરીકે ભારત પાકિસ્તાન જેવો જ આપખુદ દેશ છે અને બાંગ્લાદેશ અને નેપાળ કરતાં વધુ ખરાબ દેશ છે. ફ્રીડમ હાઉસના વૈશ્વિક સ્વાતંત્ર્ય આંકમાં ભારત સ્વતંત્રથી નીચે ખસીને આંશિક રીતે સ્વતંત્ર દેશના ક્રમે ગયો છે અને કાશ્મીરે તેનો સ્વતંત્ર હોવાનો દરજ્જો ગુમાવ્યો છે. સિવિકલ મોનિટરના નેશનલ સિવિક સ્પેસ આંકમાં મંડળ રચવાના, શાંતિપૂર્ણ રીતે સભા કરવાના અને વિચાર વ્યકત કરાવના સ્વાતંત્ર્યને જોવામાં આવે છે. ભારતના બંધારણની કલમ 19 હેઠળ આ મૂળભૂત અધિકાર છે. ભારત અવરોકના ક્રમથી દમનકારી સ્થાને
પહોંચ્યો છે.

ઇચેનોલિસ્ટ ઇન્ટેલીજન્સ યુનિટના લોકશાહી આંકમાં ભારતનું સ્થાન 19 આંક પાછળ ગયું છે. વર્લ્ડ જસ્ટિસ પ્રોજેકટ કાયદાનાં શાસનની મોજણી કરે છે. તેમાં ભારત તેર ક્રમ પાછળ ગયું છે. અખબારી સ્વાતંત્ર્યના આંકમાં ભારત દસ ક્રમ પાછળ ગયું છે. હવાની ગુણવત્તાના મામલે વિશ્વમાં સૌથી વધુ હવા પ્રદૂષિત શહેરોની 30 ની સંખ્યામાં રસ્તો ભારતમાં 2017 પછી આ શહેરોની સંખ્યા 11 વધી છે.

2020 ના ઓગસ્ટમાં એવો હેવાલ હતો કે વૈશ્વિક યાદીમાં ભારતનું સ્થાન સુધારવા મોદી સરકાર પ્રસાર હુમલાનું આયોજન કરે છે. તેનાથી ભારતનો આંક કઇ રીતે સુધરશે તે નથી સમજાવાયું. ઓગસ્ટ 2020 થી સાર્વત્રિક રીતે ભારતનું સ્થાન નીચે જવા માંડયું છે અને સરકાર આ આંકડા જુઠા હોવાનું જણાવવાનો નિર્ણય કર્યો છે. આમ છતાં આ આંકડા તો પ્રસિધ્ધ થશે જ. સમસ્યા દૂર કરવા પહેલાં તો સમસ્યાનો સ્વીકાર કરવો પડે. પણ આપણે તો આપણા અમૃતકાળમાં પ્રવેશ્યા છીએ એ કયાં કઇ રીતે કંઇ ખોટું હોઇ શકે!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top