Comments

આપણે હવે નેતા બનીએ છીએ

કોઇ નેતા ન બની શકે તો નેતા બનવાનો ડોળ તો કરી શકે. બખ્તર પહેરીને યોદ્ધા દેખાવા જેવી વાત છે. લોકોને જયારે ખબર નહીં હોય કે પેલો ઢોંગ કરી રહ્યો છે અને પત્રકારો ‘વાહ! વાહ!’ કરતા હોય ત્યારે આ ઉપયોગી છે. એશિયાની નાણાંકીય કટોકટીને પગલે વૈશ્વિક આર્થિક અને નાણાંકીય મુદ્દાઓની ચર્ચા કરવા જી-20 ની સ્થાપના થઇ હતી. આનો અર્થ એ થયો કે આ ખાલી વાતોનાં વડાંની દુકાન છે. સંયુકત રાષ્ટ્રની સુરક્ષા સંધિથી પાસે તો વાસ્તવિક સત્તા છે. જી-20 પાસે કોઇ સત્તા નથી. એનો નિર્દેશ એ છે કે આ ગૃપનું પ્રમુખપદ વાર્ષિક ધોરણે ફરતું રહેશે. મતલબ કે દરેક વારો આવશે. આ પ્રમુખપદનું સન્માન કહી શકો તો તમારે તમારા દેશમાં અને કરદાતાઓના પૈસે અન્યોને નોતરવાના છે.

જી-20 નો હેતુ વેપારની ચર્ચા કરવાનો છે પણ તેમાં અમેરિકા અને ચીન જેવા સામસામે વેપાર યુદ્ધે ચડેલા દેશો પણ છે અથવા અન્યો સાથે મુકત વેપારની સંધિ ન હોય તેવા દેશો પણ છે. જી-20 નો હેતુ આબોહવાની ચર્ચા કરવાનો છે, પણ તેમાં એવા દેશો પણ છે જે કાર્બન ઉત્સર્જનની દૃષ્ટિએ ખલનાયક છે. જી-20 માં એવાં રાષ્ટ્રો પણ છે જેમાં રશિયા જેવા દેશો સામે જ આવી સંધિ થઇ છે અને તેની સાથે સશસ્ત્ર દુશ્મનાવટ છે. તેમાં યુરોપીય સંઘ જેવાં સરહદવિહોણાં રાષ્ટ્ર છે અને તેના નાગરિકો યુરોપીય સંઘના કોઇ પણ દેશમાંથી કામ કરી શકે છે. તેમાં સરમુખત્યારશાહી અને સાઉદી અરબિયા જેવા રાજાશાહી દેશો અને લોકશાહી દેશો પણ છે. વર્ષે માથાં દીઠ ૭૦૦૦૦ ડોલરથી વધુ આવક ધરાવતા અમેરિકા જેવા સૌથી સમૃદ્ધ દેશોથી માંડીને વર્ષે માંડ ૨૦૦૦ ડોલર એટલે કે વર્ષે રૂા. ૧.૬ લાખની માથાં દીઠ કમાણી ધરાવતા દેશોનો સમાવેશ થાય છે.

બહુ ઓછાને ખબર હશે કે આના આગલા વર્ષે ઇન્ડોનેશિયાએ અને તેના આગલા વર્ષે કોણે જી-20 નું પ્રમુખપદ સંભાળ્યું હતું. આપણા પછી બ્રાઝિલ પ્રમુખપદ સંભાળશે, પણ એની કેટલાને ખબર હશે? કારણ કે આ સંસ્થાનું પ્રમુખપદ સત્તા કે પ્રતિષ્ઠાનું સ્થાન નથી, પણ આપણને એવું કહેવામાં આવે છે કે ભારતને જી-20 ના પ્રમુખપદ માટે એક વર્ષ માટે પસંદ કરવામાં આવ્યા તે ખૂબ મોટું માન છે. આપણે સરકાર પાસેથી એ સાંભળ્યું છે અને સરકાર સાથે સંકળાયેલાં લોકો પાસેથી આવું સાંભળ્યું છે. આવતા વર્ષે પણ આપણે અનંતકાળ સુધી આ સાંભળીશું અને ૨૦૨૩ માં છેક આ પ્રમુખો રાજાઓ અને વડા પ્રધાનો ભારતમાં અવતરણ કરશે ત્યાં સુધી આ સાંભળીશું! દેશભરમાં ખાસ કરીને મહત્ત્વનાં રાજયોમાં ૨૦૨૪ માં પણ ઘણા સમારંભો થશે. આપણા પક્ષે આ બધો કારભાર કરવા વડા પ્રધાને આયોજન પંચનું સ્થાન લેનાર નીતિ આયોગના ભૂતપૂર્વ વડાને નિયુકત કર્યા છે. નીતિ આયોગ આમ તો સરકારની ‘થીંક ટેંક’ બનવાનું હતું પણ કોઇને ખાસ ખબર નથી કે આયોગે સરકારની ચાપલુસી કરવા સિવાય કર્યું છે શું. કદાચ જી-20 ના આયોજનમાં ખાસ કંઇ કરી બતાવશે.

જી-20 માં કોઇ કાયમી સચિવાલય નથી અને ખર્ચ પ્રમુખપદના ભૂતપૂર્વ ધારક અને આગામી ધારક વચ્ચે વહેંચાઇ જશે. મતલબ કે આપણને પ્રમુખપદ ગુમાવ્યા પછી પણ થોડો ખર્ચ કરવો પડશે. જી-20 માં બિનસરકારી સંગઠનોની બેઠક પણ મળશે, પણ સરકારે આ જૂથો સામે ૨૦૧૪ થી યુદ્ધ છેડયું છે ત્યારે ભારતે શું કહેવાનું રહેશે? બિનસરકારી સંગઠનોએ જી-20 ના અન્ય દેશોમાં ખાસ કરીને લોકશાહી દેશોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું છે. અન્ય બેઠકોમાં સંસદસભ્યો સાથે બેઠક મળશે અને ભારતના વિરોધપક્ષોને બોલવાની તક અપાશે. છતાં તે થશે કે નહીં તે જોવાનું રહે છે. એવું બની શકે કે વિપક્ષનું ગળું ઘોંટવાનું ચાલુ રહે અને આપણા નેતા જી-20 ના અન્ય સંસદસભ્યો સમક્ષ પોતાનું ડહાપણ વાણીસ્વાતંત્ર્ય અને સહિષ્ણુતાનાં ભાષણ ઠોકાય.

આપણી વાસ્તવિકતા સમસ્યાની ખાસ ચર્ચા થવાની સંભાવના નથી. ચીન ત્રીજા પક્ષકારો સમક્ષ તો ઠીક, આપણી સાથે પણ સરહદના મુદ્દાની ચર્ચા કરવા માંગતું નથી. લડાખની સમસ્યા ચાલુ રહેશે. આપણા કામદારો અને પ્રવાસીઓ માટે જી-20 નાં અન્ય રાષ્ટ્રોમાં સરળતાથી અવરજવરના પ્રશ્નની વિચારણા થવાની સંભાવના ઓછી છે. પચાસેક વર્ષો પહેલાં ઝેડ. એ. ભૂત્તોએ ઇસ્લામિક પરિષદ યોજી પાકિસ્તાનનો ઇસ્લામી વિશ્વના નેતા તરીકે રજૂ કરવાની કોશિશ કરી હતી. આવું કંઇ જ ન હતું પણ હાનિરહિત ઢોંગ કરવામાં શું થાય છે? જી-20 શિખર પરિષદ આપણા નેતાને વૈશ્વિક સ્તરે કાર્યક્રમ કરવા દેવાની તક આપશે. લોકો માટે એમાં ઝાઝું કંઇ નહીં હોય, પણ મનોરંજન તો હશે જ ને?! વિશ્વની આગેવાની લેવાની અથવા કમમાં કમ આવતા વર્ષે બીજા કોઇ નેતા અખત્યાર સંભાળે ત્યાં સુધી તો ભારતની આ એક તક છે એવો દાવો ચાલુ જ રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top