Columns

જીવવાની રીત

કોલેજનો છેલ્લો દિવસ હતો પ્રોફેસર ક્લાસમાં આવ્યા અને બોલ્યા, ‘આજે છેલ્લો દિવસ છે હવે તમે પરીક્ષા આપી પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધશો મારી શુભકામના છે કે તેમે બધા આગળ વધો અને જીવનમાં સાચી રીતે જીવીને દરેક રીતે સફળ થાવ.’ એક સ્ટુડન્ટ ઉભી થઇ તેને કહ્યું, ‘સર, તમે અમને ભણાવ્યું છે , વિષયની સાથે સાથે જીવન વિષે પણ સમજાવ્યું છે…હમણાં જ તમે કહ્યું કે જીવનમાં સાચી રીતે અને દરેક રીતે સફળ થાવ એ કઈ રીતે શક્ય છે કોઇપણ વ્યક્તિ એક કે બે બાબતમાં હોશિયાર હોય અને તે બાબતમાં સફળ થાય …જીવનમાં દરેક બાબતમાં સાચી રીતે સફળ કઈ રીતે થવાય તે અમને કહો.’

પ્રોફેસર હસ્યા અને બોલ્યા, ‘જુઓ , મને તમને બધાને આ એક જ લાઈફ મળી છે …જે કરવાનું છે અને જે મેળવવાનું છે બધું જ આ જીવનમાં જ મેળવવાનું છે.માટે આપણે આપણા જીવનમાં જે કરીએ …તે એકદમ સારી રીતે ..સાચી રીતે પુરા મનથી કરીએ અને જો દરેક બાબતમાં સજાગ રહીને બરાબર ધ્યાન આપીને કામ કરીશું તો અચૂક સફળ થઈશું……જુઓ હું તમને થોડા ઉદાહરણ સાથે  સમજવું…..જો તમે જીવનમાં આગળ જતા લીડર બનો તો એક રાજા જેવા બનજો ..જેમ રાજાનાં બધા જ હુકમ બધા સાંભળે અને તે મુજબ કરે તેમ એક ટીમ લીડર તરીકે એક પરિવારના મુખ્ય તરીકે તમે રાજા જેવા બનજો  કે બધા જ તમારું કહ્યું માને અને તે મુજબ કરે.કોઈપણ બાબતનો વિચાર એ રીતે કરજો જાણે એકદમ જીનીયસ હો… એટલે કે દરેક દિશામાં ..દરેક બાબતને ..

ધ્યાનમાં લઇ લાંબો વિચાર કરજો…કામ એ રીતે કરજો જાણે મશીન કામ કરે છે એટલે કે એકસરખું ..એક ધારું …થાક્યા વિના અને અટક્યા વિના સતત કામમાં લાગેલા રહેજો .લડત લડજો એવી રીતે જાણે તમે જ વિજેતા હો …કોઇપણ લડત જીતવાના આશયથી અને જીતવા માટે જ લડવી જોઈએ.કોઈપણ નવું કામ એ રીતે શીખજો જાણે સાવ નવા નિશાળિયા હો …પહેલીવાર તે કામ શીખો ત્યારે જેમ કોઈ ટ્રેનીગમાં પહેલો દિવસ હોય અને થોડા વખતમાં જ બધું યાદ રાખી શીખવાનું હોય….ટ્રેનીંગ એવી લેજો જાણે કોઈ રમતવીરની હોય જેમ સ્પોર્ટ્સ મેન એક દિવસ માટે નહિ પણ ….

એક મેચ જીતવા …એક મેળેલ મેળવવા સતત રોજેરોજ ટ્રેનીંગ લે છે તેમ તમે પણ ભલે સ્પોર્ટ્સ પર્સન ન હો તો પણ તમારા કામની ટ્રેનીંગ સતત રોજેરોજ લેતા રહેજો…વાત કરો કે બોલો ત્યારે એક ચિંતકની જેમ લાંબુ વિચારીને …બધી બાબતનો વિચાર કરી સમજજો પછી જ બોલજો….પ્રેમ તમને જેટલો જોઈએ તેટલો બધાને કરજો ..માન જેટલું મેળવવું હોય એથી વધુ દરેકને આપજો.બસ જો આમ જીવન સજાગ રહીને જીવશો તો દરેક રીતે અને સાચી રીતે સફળ થશો.’ પ્રોફેસરે કોલેજના છેલ્લા દિવસે…જીવનના છેલ્લા દિવસ સુધી યાદ રાખવા જેવી સમજ આપી.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top