ભરૂચ : આમોદ (Aamod) તાલુકાના કાંકરિયા ગામે ત્રણ દિવસ પહેલા ભેંસો (Buffaloes) શોધવા માટે પાણીની ટાંકી (Water tank) ઉપર ચઢેલા છોકરાઓની લડાઈમાં બે જૂથ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. જેમાં એક શખ્સને ડાંગના સપાટાથી માર મારતા ઈજાગ્રસ્ત થયો હતો.જે મુદ્દે આમોદ પોલીસમાં (Police) મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આમોદના કાંકરિયા ગામે તા-૨૮મી ઓક્ટોમ્બરના રોજ જયેશ નામનો છોકરો ભેંસો શોધવા માટે પાણીની ટાંકી ઉપર ચઢ્યો હતો. જે વેળા અશ્વિન વસાવાએ હરજી ના છોકરાને કહ્યું હતું કે તમારી ભેંસો શોધવા જયેશ પાણીની ટાંકી ઉપર ચઢ્યો હતો અને કદાચ પડી ગયો હોત તો તમારું જ નામ આવતું. જેની રીષ રાખી તા-૨૯મી ઓક્ટોમ્બરે સવારે અશ્વિન તથા તેના પિતાને હરજીએ અશ્વિનને ડાંગના સપાટા માર્યા હતાં. આ ઘટનામાં અશ્વિનના પિતા ધીરજ વસાવા છોડાવવા વચ્ચે પડતા હરજીએ સપાટો મારી દીધો હતો.આ તકરારમાં અશ્વિને બુમરાણ મચાવતા આજુબાજુમાં ક્રિકેટ રમનારા યુવાનો દોડી આવીને વચ્ચે પડ્યા હતા.
જેમાં મહેન્દ્ર હસમુખ વસાવા, અરવિંદ વસંત વસાવા, વિજય ધીરજ વસાવા, જગદીશ વસંત વસાવા ,અતિશ બાબુ વસાવાને પણ બરડાના ભાગે ડાંગના સપાટાઓ મારી તેઓને પણ જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મુદ્દે ઈજાગસ્તોને ઢોરમાર મારતા ઘટનાના બીજા દિવસે હોસ્પીટલમાં સારવાર લીધી હતી. જે મુદ્દે આમોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ૨૧ ઈસમો સામે ગુનો નોધીને જેની તપાસ જંબુસરના DYSP રાજેન્દ્રસિંહ સરવૈયા ચલાવી રહ્યા છે.
કાંકરિયા ગામે રાયોટિંગનો ગુનો બનતા પોલીસે કાંકરિયા તેમજ મેલડી નગરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ ઘટનામાં પોલીસે બીજલ નાગજી, હરજી નાગજી, લાલ નાગજી, પ્રભુ નાગજી, ભોજા નાગજી, ભીમા નાગજી, રણછોડ નાગજી, વિરમ કાબા નાગજી, ગણેશ રામજી, દશરથ રામજી, અશોક રામજી, ભુપત રામજી, રામજી, જગા પોપટ, લાલા પોપટ, રણછોડ પોપટ, નાજા, સંજય રણછોડ, હર્ષદ ભીમા, ગોપાલ (તમામ ભરવાડ) સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.