Madhya Gujarat

વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં કાલોલમાં પાણી ભરાતા ગંદકી

કાલોલ: કાલોલ નગરમાં મોસમનો સૌથી સારો વરસાદ વરસ્યો હતો જેને લઇ ધરતીપુત્રોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ હતી બીજી તરફ સારા વરસાદને કારણે પાણીની આવક થતા કાલોલ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ભારે પાણી ભરાયા હતા જેમાં ગતરોજ બપોરના સુમારે વાતાવરણમાં અચાનક પલટો આવતાં હળવાથી ભારે ઝાપટાં સાથે ધોધમાર વરસાદ તુટી પડયો હતો જેને કારણે કાલોલ કાશીમાબાદ સોસાયટીના પ્રવેશ દ્વાર પાસે પાણીનો યોગ્ય નિકાલ ને વ્યવસ્થા ન હોવાથી તળાવ જેવું નજારો જોવા મળી રહ્યો હતો જેને લઇ કાદવ કીચડથી ખદબદતા રોડ-રસ્તાઓ અને ગંદકીના પગલે હાલમા મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે તેવા સમયે પાલીકા દ્વારા યોગ્ય સાફ સફાઈ નહિ થતી હોય કાશીમાબાદ સોસાયટીના રહીશોમાં છૂપો રોષ જોવા મળ્યો હતો.

Most Popular

To Top