SURAT

સુરતના 5 વિદ્યાર્થીઓએ દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવી શકાય તેવી ટેક્નિક વિકસાવી

સુરત: દુનિયાભરની બધી સમસ્યાઓમાંથી પાણીની સમસ્યા (Water Problem) ઘણી ગંભીર છે. તેને ઉકેલવાના નવા નવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુરતના 5 વિદ્યાર્થીઓએ (Students) બનાવેલા સોલર ઉર્જાની (Solar energy) મદદથી સંચાલિત યંત્ર (Machine) બનવ્યું છે. જેના દ્વ્રારા પ્રદુષિત પાણીને તેમજ દરિયાના પાણીને પણ પીવાલાયક બનાવી શકાય છે. ઉપરાંત જયાં પાણીની અછત હોય ત્યાં પણ આ યંત્રની મદદથી પાણી પહોંચાડી શકાય છે જેથી પાણી સમસ્યા થોડા અંશે ઓછી થઈ શકે.

હાલમાં પાણીના ઘટતા સ્તરને જોઈને વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે ભવિષ્યમાં પાણીની મોટી અછત ઉદ્દભવી શકે છે. આ પાણીની અછતની સમસ્યાને થોડા અંશે ઉકેલી શકાય તે માટે સુરતના 5 વિદ્યાર્થીઓ જેમનું નામ ચિંતન શાહ, યશ કારવાડી, ભૂષણ પરવતે, નિલેશ શાહ અને જ્હાન્વી રાણાએ તેઓ છેલ્લા બે વર્ષથી પણ વધારે સમયથી પ્રદુષિત પાણીને પીવાલાયક બનાવવા માટે ભારે મહેનત કરી રહ્યા હતા. આ મહેનતના અંતે તેઓએ સોલેન્સ નામના સ્ટાર્ટઅપ વિકસાવીને પાણીને પીવાલાયક બનાવવા માટેના યંત્રનું આવિષ્કાર કર્યું છે.

પૃથ્વી પણ એક તૃતીયાંશ ભાગમાં પાણી છે. છતાં પૃથ્વી પર પાણી સમસ્યા જણાય છે. તેની એક મોટું કારણ એ છે કે આ પાણીનો મોટા ભાગનો હિસ્સો દરિયાના પાણી રૂપે ખારું પાણી છે. જે પીવાના ઉપયોગમાં લઈ શકતું નથી. આ સમસ્યાને અમુક અંશે હાલ કરવા માટે સુરતના કેટલાક વિદ્યાર્થીએ આ પાણીને પીવાલાયક બનાવવાનો સોલેન્સ નામના સ્ટાર્ટઅપ યંત્રનું બનાવ્યું છે. આ યંત્ર તેઓએ કોલેજકાળ દરમિયાન જ વિકસાવ્યું હતું. જે આજે સરકારના સહયોગથી ઘણા ગામડાઓમાં પીવાનું પાણી પૂરું પાડવા માટે મદદરૂપ થયું છે. તેમણે એવી ટેકનિકની શોધ કરી જે હાઇ ટીડીએસ સાથે દરિયાના પાણીને પીવાલાયક બનાવે છે. આ ટેક્નોલોજી સોલરની મદદથી કામ કરે છે. રસપદ વાત એ છે કે આ ટેક્નિકમાં એક્સર્ટનલ પાવર સપ્લાયની જરૂર રહેતી નથી. તેમજ તેમાં ઓપરેશનલ અને મેન્ટેનન્સ ખર્ચ આવતો નથી.

આ ટેક્નિક વિકસાવનાર વિદ્યાર્થીઓમાંથી ચિંતન શાહ આ ટેક્નોલોજી મેડ ઇન સુરત કહીને તેના વિશે વધારે માહિતી આપતા કહે છે કે આ ટેક્નિક દ્વ્રારા પાણી મેળવવાનો ખર્ચ 20 થી 22 પૈસા પ્રતિ લિટર થાય છે. હાલમાં સુરત નજીક ઓલપાડ ખાતે આવેલો આ ટેક્નિક ધરાવતો પ્લાન્ટ 1500 લિટર પ્રતિ દિવસની ક્ષમતા ધરાવે છે. સુરતમાં મોટી સંખ્યામાં વોટર જેટ યુનિટો આવેલા છે. જેમાં પાણીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તેથી મશીનમાંથી નિકળતા દુષિત પાણી વગર કામનું વેસ્ટ થાય એના કરતાં તે બીજા કોઈ કાર્યમાં કામ આવે તો સારું એવું વોટર જેટ યુનિટોનું માનવું છે. આ વાતને લઈને જ યુનિટમાં આ સિસ્ટમ બેસાડવા માટેની પણ વાત ચાલી રહી છે. રાજસ્થાન જયાં પાણી સમસ્યા વધારે રહે છે તો તેના હાલ માટે ત્યાંની સરકારે ત્યાંના અંદાજે ૭૦૦ જેટલા ગામડાઓમાં આ ટેક્નોલોજી બેસાડવા માટે વાત કરી છે. આ સ્ટાર્ટઅપ માટે સરકારી ફંડ આપતી સંસ્થા એનઆઇએ તેમને 16 લાખ રૂપિયાનું ફંડ આપ્યું છે. સાથે ગુજરાત સરકારે પણ 10 લાખનું ફંડ આપ્યું છે.

Most Popular

To Top