વડોદરા: વડોદરાના નર્મદા ભવનમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. સાથે સાથે સરકારના વહીવટી તંત્રના અને ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ અહીંયા સેવા આપે છે. ત્યારે નર્મદા ભવનના બીજા માળે મામલતદાર કચેરીના બાથરૂમમાં પાણીની પાઈપ ફાટતા જ્યાં જુઓ ત્યાં પાણી ની રેલમછેલ જોવા મળી હતી. આ પાણી ની પાઇપ લાઈનો ઘણી જૂની હોવાથી દસ માળ સુધી વારંવાર આ સમસ્યા સર્જાતી હોવાથી સરકારી બાબુઓ ને પાણી ની સમસ્યા વેઠવી પડી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વડોદરા શહેરમાં આવેલા નર્મદા ભવનમાં આવેલા બીજા માળે મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરના બાથરૂમમાં પાણીની પાઈપ ફાટી ગઈ હતી. એકાએક પાણીની લાઈનમાં ભંગાણ થતા ઓફિસમાં પાણી જ પાણી થઈ ગયું છે. પાણીની પાઈપ ફાટતા સમગ્ર સફાઈ કર્મચારીઓ પાણીને ઓફિસમાંથી કાઢવાની કામગીરીમાં લાગી ગયા હતા . સાથે સાથે ઓફિસમાં રહેલા જરૂરી કાગળીયાઓ પલળી ન જાય તેની કાળજી લેવી પડી હતી.
સ્પેશિયલ એક્ઝીક્યુટીવ મેજીસ્ટેટ એન્ડ સેકેન્ડ સબ ડિવિઝનલ મેજીસ્ટેટની કચેરી પાસે મામલતદાર કચેરી આવેલી છે. આ તમામ કચેરીઓમાં હાલ પાણી ની રેલમ છેલ જોવા મળી હતી. જેથી પાંચથી વધુ સફાઈ કર્મચારીઓ દ્વારા પાણી કાઢવામાં આવ્યું હતું છેલ્લા અડધા કલાકની મહામહેનત બાદ પણ ઓફિસોમાંથી પાણી સાફ થઈ શક્યું ન હતું . જો કે કઈ પાણીની લાઈન તૂટી છે. તે જાણી શકાયું ન હતું. કચેરીની ઓફિસમાં પાણી ભરાઈ જતા કચેરીઓમાં આવતા પાણીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. લોકોને અવરજવરમાં પણ તકલીફ પડતી જોવા મળી રહ્યા છે. સફાઈ કર્મચારી જણાવે છે કે, નવમાં માળેથી પાણીની લાઈન તૂટતા પાણી ભરાઈ રહ્યું હોવાનું જણાવી રહ્યા છે. સફાઈ કર્મચારીઓ દ્વારા ઉપરના માળે ભંગાણ થયેલું જણાવાઈ રહ્યું છે. પરંતુ ઉપરના માળે ભંગાણ થતા નીચે પાણી કઈ રીતે ભરાયુ એવા અનેક સવાલો ઉભા થયા છે.