SURAT

સુરત: હજીરાના છબ છબા છબ વોટરપાર્કને 157 કરોડ રૂપિયા રિકવરી માટે તંત્રએ નોટિસ ફટકારી

સુરત: (Surat) સુરતના હજીરા (Hazira) વિસ્તારમાં આવેલ જયફન પાર્ક પા.લિ. દ્વારા ચલાવવામાં આવતા છબ છબા છબ વોટર પાર્કટને (Chab Chaba Chab Water Park) જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નોટિસ (Notice) ફટકારવામાં આવી છે. કન્ઝર્વેશન ટેક્સ, ખુટતી ભાડાની રકમ તથા વ્યાજ સહિતની રકમ મળીને રૂપિયા 157 કરોડની રિકવરી માટે તંત્રએ છબ છબા છબને નોટિસ ફટકારી છે. મળતી માહિતી મુજબ આ એમ્યુઝમેન્ટ પાર્ક ગૌચરની જમીન (Land) પર બનાવવામાં આવ્યો છે. આ ગૌચર વાળી જમીન જયફન પાર્કને 30 વર્ષના ભાડા પટ્ટાથી આપવામાં આવી હતી. જેની ભાડાની લેણી નિકળતી રકમને લઈને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે.

  • જયફન પાર્ક પા.લિ. દ્વારા ચલાવવામાં આવતા છબ છબા છબ વોટર પાર્કટને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નોટિસ
  • એમ્યુઝમેન્ટ પાર્ક ગૌચરની જમીન પર બનાવવામાં આવ્યો છે
  • જમીન જયફન પાર્કને 30 વર્ષના ભાડા પટ્ટાથી આપવામાં આવી હતી

મોજે દામકા, ચોર્યાસી તાલુકા સુરત જિલ્લામાં આવેલ સરકારી ગૌચર વાળી જમીન પર જયફન પાર્કને તંત્ર દ્વારા 30 વર્ષના ભાડા પટ્ટેથી વોટરપાર્ક, એમ્યુઝમેન્ટ પાર્કના હેતુથી જમીન ફાળવવામાં આવી હતી. જિલ્લા કલેટ્કરને ઓડિટ દરમ્યાન છબ છબા છબ સામે રૂપિયા 157 કરોડનું લેણું સામે આવ્યાનું ધ્યાને આવ્યું છે. જેને તાત્કાલિક ભરપાઈ કરવાની નોટિસને પગલે હવે સંચાલકો દોડતા થયા છે. જયફન પાર્કની ખૂટતી ભાડાની રકમ 100 કરોડ રૂપિયા, કન્ઝર્વેશન ટેક્સ 40 લાખ રૂપિયા અને વ્યાજની રકમ 48.84 કરોડ મળીને કુલ 157 કરોડની રિકવરી માટે તંત્રએ નોટિસ ફટકારી છે.

જણાવી દઈએ કે આ પહેલા સુરતના વધુ એક વોટર પાર્ક અમેઝિયા વોટર પાર્કના સંચાલકો પર પણ તવાઈ આવી ચુકી છે. ત્યારે હવે છબ છબા છબને પણ તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ રાજગ્રીનના સંજય મોવલિયા અને મનોજ મોવલિયા સહિતના અન્યોએ રૂ. 100 કરોડની લોનની ભરપાઈ નહીં કરતા નાદારી જાહેર કરાઈ છે. જિલ્લા કલેક્ટરે પાલના રાજહંસ મલ્ટિપ્લેક્સ સાથે મગોબ પાસેની અમેઝિયા વોટર પાર્કવાળી મિલકત જપ્ત કરવા માટેનો હુકમ કરતા બિલ્ડરોમાં ચર્ચાનો વિષય બન્યો છે. શહેરના પાલમાં રાજહંસ મલ્ટિપ્લેક્સ સાથે અમેઝિયા વોટર પાર્ક વાળી મિલકત પર જાણીતા બિલ્ડર ગ્રુપ રાજહંસના સંજય મોવલિયા અને મનોજ મોવલિયા બંને ભાઇએ રૂ. 136 કરોડની લોન યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પાસેથી લીધી હતી.

Most Popular

To Top