સ્વતંત્રતાની લડત સમયે ગાંધીજીએ ચરખા દ્વારા ગ્રામસ્વરાજ અને વ્યક્તિવિકાસનું મહાન લક્ષ દેશનાં કરોડો લોકો પાસે મૂકયું. તે પછી એમણે પોતાના જીવનમાં ખાદી અને સ્વાવલંબન અપનાવી સાદગીભર્યા જીવનનું ગૌરવ રોપ્યું અને ગાંધી આસપાસ અનેક લોકો ગાંધીજીવન જીવતાં થયાં. રાષ્ટ્રીય જીવનમાં ચેતનાનો સંચાર થયો પરિણામે મોગલ સલ્તનત અને તે પછી અંગ્રેજ પલટનનાં લગભગ ૬૫૦ વર્ષ સુધી તાબામાં રહેલા આપણા દેશના માણસના જીવનને વ્યક્તિગત ઉદ્દેશ મળ્યો. આ ઉદ્દેશ અગાઉના ધાર્મિક ઉદ્દેશોથી નોખી ભાતનો હતો. કારણ તેમાં વ્યક્તિગત રીતે પુણ્ય કમાઈને સ્વર્ગમાં જવાનો મર્યાદિત ખ્યાલ નહોતો. પરંતુ સામુહિક ઉત્થાન અને વિકાસનું ધ્યેય હતું.
પરંતુ સ્વતંત્રતા પછી ઔદ્યોગિક ક્રાંતિનો પ્રભાવ વધતો ચાલ્યો તેથી સામાજિક જીવનમાં ઉપભોકતાવાદ એકમાત્ર હેતુ તરીકે પ્રસ્થાપિત થયો અને આઝાદીનાં ૬૩ વર્ષ થતાં થતાં તો દેશમાં વ્યાપક રીતે બજારનું પ્રભુત્વ સ્થપાયું છે. પરિણામે ગાંધીએ ચરખા દ્વારા સ્વમાન અને સ્વાવલંબન ભરેલા જીવનનો વિચાર આપેલો ત્યાં હવે ‘‘કોઈના ભોગે પણ સ્વસ્હુલત’”નો એકાંગી ખ્યાલ દરિયાનાં મોજાંઓ માફક ઘુઘવાટા નાખી રહ્યો છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે એક તરફ થોડા સાધનસજ્જ લોકો મેરા ભારત મહાન ગાય છે, ગવડાવે છે, તો બીજી તરફ કેટકેટલાયે મજબૂર લોકો જીવનમાં એકાદ ઝબકારાની આશાએ ટાંપીને બેઠા છે.
જે સમયે ગાંધીએ દેશમાં ચરખો ફેરવી મર્યાદિત જીવનમાં આર્થિક જરૂરિયાતના તાણાવાણા જોડયા તે સમયે જે સ્થિતિ હતી અને આજે જીવન માટે અપેક્ષિત સાધનોનો વ્યાપ વધ્યો છે, તે સ્થિતિ વચ્ચે ખાસ્સો ગાળો પડી જતાં હવે ચરખાના તારે ‘‘આમજીવન’’ટકાવી રાખવાનું કામ મુશ્કેલ જણાય છે. હવે ચરખાની મદદથી આર્થિક બોજ વહી શકાય તેવી હાલત મહદંશે રહી નથી. પણ ચરખાની પાછળની ભાવના એટલી જ અગત્યની અને આસ્વસ્થ રહે છે. સવાલ એ રહે છે કે એવું કયું સાધન હોય કે જે દેશના કેટકેટલાંય લોકોને કામ આપે તેમજ આપણાં વણવપરાયેલાં સાધનોને ઉપયોગમાં લે ? આ અંગેની ઠીક ઠીક ખોજ પછી આપણને ફરી જંગલ, જમીન અને પાણીના સમન્વયનાં સાધનોની ભાળ મળી છે. આ સાધન નવું નથી. પરંતુ તેના સંકલનમાં તાજી હવાનો ચળકાટ જરૂર દેખાય છે.
ભારત સરકારના ગ્રામ મંત્રાલયે જળ, જમીન અને વૃક્ષોના સંકલન દ્વારા ગરીબી નિવારણ અને પર્યાવરણ જાળવણીના કાર્યક્રમનું નામ ‘વૉટરશેઇડ ડેવલપમેન્ટ’’ આપ્યું છે. આ યોજનાનો ગુજરાતના ૨૯ જિલ્લાઓમાં ૧૮૦ બ્લોકમાં અમલ થઈ રહ્યો છે. યોજનાની જવાબદારીમાં રાજ્યની સ્વૈચ્છિક સંસ્થાઓ સામેલ થઈ છે. તદુપરાંત ૨૫ સરકારી સંસ્થાઓ, બૉર્ડ અને નિગમ તથા ગ્રામ પંચાયતો અમલીકરણ સમિતિની રૂએ ભાગીદાર બની છે.
વિજ્ઞાન અને ટેકનોલૉજીના સહારે આપણને ઉપગ્રહોની આંખે જ્યારે રાષ્ટ્રનાં ભૂસ્તર, પાણીના આંતરબાહ્ય સ્રોતો, હવા અને હવાના ઠંડા અને ગરમ પ્રવાહોની ગતિ તેમજ દિશા જોવા મળ્યાં ત્યારે પર્યાવરણ સાથે જોડાયેલ માનવજીવનને સમજવામાં વધુ ઊંડાણ આવ્યું છે. પર્યાવરણની ભૌતિક સ્થિતિ અને ગરીબીના અનુબંધનું સમીકરણ તાર્કિક બની રહ્યું છે. આ માહોલ વચ્ચે રાષ્ટ્રના વિકાસની કલ્પનાને શહેરી વિકાસ કે કેન્દ્રિય વિકાસથી આગળ લઈ જઈ ઍગ્રોકલાઇમેટિક પરિસ્થિતિની સમજ મળી છે અને સમરૂપતા ધરાવતા ક્ષેત્રોનાં આપણે વિભાગ (ઝોન) કરી શકયા છીએ તે એક ઉપલબ્ધિ સમાન બની રહે છે. પરંતુ આપણા પ્રશ્નો જેટલા પર્યાવરણની અસમતુલાના છે તેટલા જ સામાજિક માળખા સાથેના સંબંધના પણ છે. આથી મધ્યમાર્ગ માટે યોજના આયોગે ગ્રામક્ષેત્રે વિકાસ અને સ્વરોજગારીમાં મહત્તમ વૃદ્ધિના લક્ષને દૃષ્ટિ સમક્ષ રાખી વોટરશેઇડ ડેવલપમેન્ટની કામગીરી હાથ પર લીધી છે.
૧૯૭૧માં મહારાષ્ટ્રના રાણેગંજશિંદેના વિસ્તારમાં અન્ના હજારેએ જે પ્રયોગ સફળ રીતે ચલાવ્યો, રહ્યા છે, ત્યાર બાદ કર્ણાટક અને રાજસ્થાનમાં જે પ્રયોગો સામાજિક માળખાથી સફળ રીતે પસાર થયા તે પ્રયોગોનું ગુજરાતમાં વ્યાપક રીતે પુનરાર્વતન કરાયું છે તેમ કહી શકાય. ભારત સરકારના ગ્રામ મંત્રાલયની સીધી નિગરાની હેઠળની આ યોજનાનો વિસ્તાર મહદંશે દુષ્કાળગ્રસ્ત અથવા તો નબળી આર્થિક ઉપજનો છે. તે માટે પસંદગીનો આધાર ઉપગ્રહ થકી પ્રાપ્ત માહિતીઓના વિશ્લેષણને રાખવામાં આવેલ એટલું જ નહીં પણ જળસંગ્રહ માટેની આ યોજના પાછળ (૧) દુષ્કાળનો સામનો થાય (૨) કાર્યક્ષેત્રની જમીનની ઉત્પાદનશકિત વધે (૩) સ્થાનિક લોકોની આવક અને બચતમાં વધારો થાય તેમજ (૪) ક્ષેત્રીય પર્યાવરણ સુધરે તેવા ચાર પ્રાથમિક હેતુ રાખવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યે અપનાવેલ વૉટર શેડ યોજનામાં ૫૦૦૦ હેકટર જમીન ઉપરના જળસંગ્રહના કામને એક યુનિટ તરીકે ગણવામાં આવ્યું છે. યુનિટની જમીનનો ૮૦ ટકા વિસ્તાર ૪ વર્ષ દરમ્યાન વરસાદના ૧૦૦% પાણીને અટકાવવા સક્ષમ બને તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ વૉટરશેઇડ સંબંધે જે તે ક્ષેત્ર કંટુર-ખંડિંગ, નાળાંપ્લંગીગ, ફ્રેંચ, ખાડા જેવાં જે જે કામો થાય તે કામોમાં ૮૦ ટકા લોકભાગીદારી હોય તેવી કાર્યપદ્ધતિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને આ પ્રવૃત્તિથી (૧) ગ્રામીણ લોકોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધરે (૨) જમીનની ઊપજ વધે (૩) બિનખેડાણ જમીનમાં ઘટાડો થાય (૪) પશુપાલન પ્રવૃત્તિ વધે (૫) લોકોની બચતમાં વધારો થાય તેવા સામાજિક લક્ષ્યાંકો સિદ્ધ થવાની અપેક્ષા રાખવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં આ સંબંધની કાર્યવાહી એપ્રિલ-૧૯૯૫થી શરૂ થઈ છે. સ્વર્ણિમ ગુજરાતના પછાત ક્ષેત્રોને પુનઃ ઉત્પાદક કરવા તથા વિકાસની હરોળમાં પાછળ રહી ગયેલા લોકોને રોજગારી સાથે કાયમી આવકનાં સાધનો ઊભાં કરવા, સચોટ રીતે મદદરૂપ થાય તેવી યોજના આકાર લઈ રહી છે તેમ કહી શકાય.
ભારતનાં લોકો વિચાર અને આયોજનમાં હંમેશાં ઉત્તમ રહ્યા છે. પરંતુ સેવાઓના અમલીકરણની વાત આવે છે ત્યારે પરિણામ શૂન્ય આસપાસ ફરી રહે છે. આમ છતાં ગાંધીના ચરખાએ સ્વતંત્રતા પૂર્વે જે કરિશ્મા પાથર્યો હતો તેને પુનઃ જીવિત કરવા માટે જળ-જમીન અને જંગલનો સમન્વય સ્ટાર્ટઅપ તરીકે આશાસ્પદ દેખાય છે. દેશની લાખ્ખો એકર જમીન ઉપર આધાર રાખતાં ગામડાંઓ અને ગરીબોને સાચા અર્થમાં સ્વાવલંબી અને સ્વતંત્ર કરી શકે તેવી યોજનાનો સુચારુ અમલ થાય તો સ્વર્ણિમ ગુજરાત એક મહાન ઉપલબ્ધિ પામશે.
ડો.નાનક ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.