વિશ્વમાં માંડ ૩ % પાણી પીવા લાયક છે ભૂગર્ભ જળ ઊંડે જતું જાય છે. નદી છીછરી બની છે. જે છે તે જલ્દી સુકાય છે. ઊનાળો કપરો બની રહ્યો છે. ગરમી વધી રહી છે, ઝાડ ઓછાં થઈ રહ્યા છે. સિમેન્ટનાં જંગલો વધી રહ્યા છે. વરસાદીપાણી સંગ્રહવામાં આપણે એટલા જ બેદરકાર છીએ. જ્યાં ત્યા બોર કરીને પાણી ખેંચવામાં આપણે પાવરધા છીએ. આ બધી જ સમસ્યા કંઈ રાતોરાત નથી સર્જાઈ.
આવી તમામ સમસ્યાઓનો આમંત્રવામાં આપણે પાવરધા છીએ. ઊનાળો આવે ને પાણીની બૂમ પડે પણ આજનાં જેટલો નિષ્ઠુર અને બેજવાબદાર માનવી ઈતિહાસમાં જોવા નથી મળ્યો. આવનારા સમય માં પેટ્રોલ જેવું કીંમતી ખનિજ પાણી બને તો નવાઈ નથી. એક જવાબદાર નાગરિક તરીકે આપણે અને સરકાર આટલું તો કરી જ શકે. પાણીની કરકસર માટે આદત પાડીએ, ઘરનાં લીકેજ નળને રીપેર કરાવી એ, રસ્તા પર આંગણે પાણીનો છંટકાવ ન કરીએ, તળાવો ઊંડા કરીએ, વરસાદી પાણી બચાવીએ, નવા બોર કરવામાં મર્યાદા લાવીએ, પાણી બચાવની આદત બાળકને બાળપણથી શીખવાડાય
બામણીયા (મહુવા) – મુકેશ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
માનવ અધિકાર આયોગ
માનવ અધિકાર આયોગ જે માનવીના મૂળ અધિકારોની રક્ષા કરે છે. કોઈ પણ કારણોથી મનુષ્યના મૂળ અધિકારોનું હનન થયું છે તો તે બાબત ગુનાની શ્રેણીમાં જ આવે છે. માનવ અધિકાર આયોગ સમક્ષ આવા બનાવોની ફરિયાદ કરી શકાય છે. આવી ફરિયાદોમાં આયોગ ન્યાયોચિત નિર્ણય લે છે. કસ્ટડીમાં અથવા જેલમાં મોત થઈ જાય તો તે અંગે માનવ આયોગે કઈ સૂચના આપેલ છે? જવાબ : આવા બનાવની માહિતી ૨૪ કલાકમાં આયોગને મોકલાવવી જોઈએ. જો મૃત્યુની માહિતી આયોગને નહીં મોકલવામાં આવે તો? તો એવું માનવામાં આવશે કે અધિકારી મૃત્યુ સાથે જોડાયેલ હકીકતો છુપાવી રહ્યો છે.
મૃત્યુની માહિતી તુરંત આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા અંગે સૂચનાઓ? આયોગે રાજ્યોને એવી સૂચના આપેલ છે કે શબની તપાસણી વીડિયો ઉતારવો તે આયોગની રૂબરૂ રજૂ કરવી. દરેક રાજ્યના પોલીસ મુખ્ય મથકમાં માનવ અધિકાર સેલની સ્થાપના કરવી. જો તમને એમ લાગે કે માનવ અધિકારોનું ઉલ્લંઘન કરતાં પોલીસે તમારા પર અત્યાચાર કર્યો છે તો માનવ અધિકાર આયોગને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
