સિંગવડ: સિંગવડ તાલુકા ના ગામડાઓમાં પાણી પુરવઠા હેડ પંપ હજુ પણ બંધ હાલતમાં સિંગવડ તાલુકા ના ગામડાઓમાં પાણીની સમસ્યા યથાવત હોવાથી ઘણા હેડ પંપ પાણી પુરવઠા ના હોય તેને વારંવાર કંટ્રોલ રૂમ ગાંધીનગર રજૂઆત કરવા છતાં આજદિન સુધી આ હેડ પંપો સુધારવામાં નહીં આવતા ગામડાની પ્રજાને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો જ્યારે ઘણા પાણી પુરવઠા હેડ પંપોને સુધારવા માટે પાઈપો બહાર કાઢીને મૂકી ગયા પછી તેને બે થી ત્રણ મહિના સુધી સુધારવામાં નહીં આવતા તે હેડપંપ ની પાઈપો અને તેના માથું હજુ સુધી તેવી હાલતમાં મૂકી રાખવામાં આવ્યો છે.
જ્યારે તે હેડ પંપ ને સુધારવામાં નથી આવતા લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે જ્યારે સિંગવડ તાલુકા માં વરસાદ પણ નહીં પડતાં હેડપંપ ચાલુ હોય તો લોકોને પાણી પીવા તથા ઢોર ઢાંખરને પાણી પીવડાવવા માટે મળી રહે તેમ છે પરંતુ હેડ પંપ જ બંધ હાલતમાં હોવાથી આ પીવાના પાણી તથા ઢોરઢાંખર માટે પાણી નહીં મળતા તેના માટે વારંવાર હેડ પંપ બંધ હોવાની રજૂઆતો ગાંધીનગર કંટ્રોલરૂમ કરવામાં આવ્યા છતાં બે બે મહિના થઇ ગયા હોવા છતાં આજદિન સુધી આ પાણી પુરવઠા હેડ પંપ સુધારવામાં નહીં આવ્યા જ્યારે તાલુકા ના ઘણા ગામોમાં પાણી પુરવઠા હેડ પંપ બંધ હાલતમાં છે.