નવી દિલ્હી: પાણી (water) આપણા સ્વાસ્થ્ય (Health) માટે ખુબ જ જરૂરી છે. તેથી આપણે ગમે ત્યાં જઈએ છે પાણીની બોટલ (water bottle) હંમેશા સાથે જ રાખીએ છીએ. ઉનાળો હોય કે શિયાળો પાણીની જરૂર દરેક સિઝનમાં પડતી હોય છે. વાહન ચલાવતી વખતે પણ આપણે લગભગ દરેક સમયે પાણીની બોટલ સાથે રાખીએ છીએ. પરંતુ એક ભૂલ આપણે બધા કરીએ છીએ કે ગરમ કારમાં (car) પાણીની બોટલ મૂકી દઈએ છીએ, જે આપણા માટે ખૂબ જ જોખમ ભર્યું હોય શકે છે. તમને થતું હશે કે કારમાં પાણીની બોટલ મૂકવી એમાં શું જોખમ હોય શકે છે.
પાણીની બોટલથી કારમાં આગ (fire) લાગી શકે છે
કારમાં પાણીની બોટલ મુકવાથી કાર સૌથી ખતરનાક આગ પકડી શકે છે! પાણી આગનું કારણ બની શકે છે, પરંતુ વાસ્તવમાં તે પાણી નથી, પરંતુ પ્લાસ્ટિકની બોટલ છે જે આગનું કારણ બની શકે છે. જ્યારે સૂર્યપ્રકાશ બારી અને પાણીની બોટલમાંથી ચમકે છે. તે મેગ્નિફાઈંગ કાચ જેવું છે અને બોટલની અંદરનું પાણી પ્રકાશ અને ગરમીને એક જગ્યાએ કેન્દ્રિત કરે છે. આવી સ્થિતિમાં જ્યાં સૂર્યના કિરણો એકાગ્ર થઈને પડી રહ્યા છે, તે જગ્યાએ સતત ગરમી મળવાથી આગ લાગવાનો ભય રહે છે. આવો જ એક કિસ્સો થોડાક સમય પહેલા સામે આવ્યો હતો, જેમાં એક વ્યક્તિએ જણાવ્યું હતું કે જ્યારે તેની પાર્ક કરેલી કારમાં બેઠો હતો ત્યારે તેણે કારની અંદર ધુમાડો જોયો હતો. જ્યારે તેણે તે વાતની તપાસ કરી ત્યારે તેને જાણવા મળ્યું કે તેની પાણીની બોટલ પર પડી રહેલો પ્રકાશે અચાનક ચિંગારી પકડી લીધી હતી. તેણે જણાવ્યું કે ચિંગારી લાગવાની શરૂઆત થઈ હતી તે જગ્યા ખૂબ જ ગરમ હતી અને સીટમાં કાણું પણ પડ્યું હતું.
આગ લાગવાની ઘટનામાં નિષ્ણાતો શું કહે છે?
વૈજ્ઞાનિકોના મત અનુસાર, ભારે ગરમીના સંપર્કમાં પ્લાસ્ટિક દ્વારા પાણીમાં છોડવામાં આવતા બિસ્ફેનોલ એ (BPA) નામના હાનિકારક રસાયણનું પ્રમાણ વધી શકે છે. આમ જ્યારે પાણીની બોટલ ભારે ગરમીના સંપર્કમાં આવે છે, ત્યારે તેમાં આગ લાગવાની શક્યતાઓ વધી શકે છે. નિષ્ણાતો એક મહિના માટે ગરમ જગ્યાએ પાણીની કેટલીક બોટલો મૂકે છે. તેઓએ જોયું કે જ્યારે બોટલોને ચાર અઠવાડિયા સુધી લગભગ 150 ડિગ્રી તાપમાન પર રાખવામાં આવી હતી, ત્યારે તે પાણીની બોટલમાં BPA નું પ્રમાણ પણ દસ ગણાથી વધુ વધી ગયું હતું.
સાવધાની કઈ રીતે રાખી શકાય
કારમાં બોટલ છોડવી એટલી ખતરનાક બની શકે છે, તેથી તમારે પાણીની બોટલને તડકામાં રાખવાને બદલે તમારી સાથે રાખવી જોઈએ, જેથી તમે કારમાં આગ લાગવાના જોખમથી બચી શકો. જો તમે તેને સાથે લઈ જઈ નથી શકતા, તો તેને સીટની નીચે મૂકો જેથી તે સૂર્યના સંપર્કમાં ન આવે. તમને જણાવી દઈએ કે ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતો દ્વારા બોટલનું પાણી પીવાની સલાહ આપવામાં આવતી નથી, જે પાર્ક કરેલી કારમાં જ છોડી દેવામાં આવે છે. આનું કારણ પ્લાસ્ટિકની પાણીની બોટલોમાં ‘બાયફિનાઇલ A’નું સ્તર છે. જ્યારે પાણીની બોટલને 70 °C તાપમાને રાખવામાં આવે છે, ત્યારે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. જ્યારે કાર તડકામાં પાર્ક કરવામાં આવે છે, ત્યારે તેનું આંતરિક તાપમાન 78 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે અને તેની આપણા સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ શકે છે.