વાલિયા તાલુકાથી 6 કિ.મી. દૂર આવેલું વટારીયા ગામ અંદાજે 2313ની વસતી ધરાવે છે. આ ગામની અલગ જ ઓળખ છે. ભરૂચ જિલ્લાની પહેલી શ્રી ગણેશ સુગરની વટારીયા ગામમાં સ્થાપના થઇ. ત્યારબાદ આજ ગામમાં UPL યુનિવર્સિટી શરૂ કરાવતા શૈક્ષણિક હબ બની ગયું છે. વટારીયા ગામનો વહીવટ મહિલા સરપંચ ચલાવી રહી છે. આ ગામની વિશેષતા એ છે કે વટારીયા ગામમાં 78 વિધવાઓને સરકારની પેન્શન યોજનાનો 100 ટકા લાભ મળે છે. સાથે ગામમાં શૌચાલય પણ 100 ટકા બની ગયા છે. ગ્રામ પંચાયત જ 7/12, 8-અ,આવકના દાખલા,KYC,ગ્રામ પંચાયત વેરા વસૂલાત સહિત તમામ સરકારી જરૂરી દાખલા કાઢી આપે છે.
વટારીયાની UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી: ઉદ્યોગ કેન્દ્રીત શિક્ષણથી ઘડી રહી છે ઉજ્જવળ ભવિષ્ય
ગુજરાતના ઉદ્યોગ ગૌરવ ધરાવતા વિસ્તારમાં આવેલી વટારીયાની UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી અને ગૌરવપૂર્ણ રીતે ગુણવત્તાપૂર્ણ, ઉદ્યોગ કેન્દ્રીત અને સસ્ટેનેબલ વિદ્યાધામનું પ્રતીક બની ગયું છે. છેલ્લા 14 વર્ષથી યુનિવર્સિટી સફળતાપૂર્વક 2000થી વધુ વિદ્યાર્થીઓને ઉત્ક્રુષ્ટ વિદ્યા અને નૈતિક મૂલ્યો સાથે આત્મનિર્ભર બનાવ્યા છે અને લગભગ 1000થી વધુ પરિવારોને જીવનમાં ફેરફાર લાવી તેઓનું ભવિષ્ય બનાવ્યું છે. UPL યુનિવર્સિટીના અભ્યાસક્રમો ઉદ્યોગોની વર્તમાન, ભાવિ જરૂરિયાતોને અને અદ્યતન ટેક્નોલોજી ધ્યાનમાં રાખીને રચવામાં આવ્યા છે. દરેક અભ્યાસક્રમ ઉદ્યોગકારો અને નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થી માત્ર પુસ્તક જ્ઞાન નહીં, પણ વાસ્તવિક ઉદ્યોગિક કાર્યોમાં પણ નિપુણ બને છે. કેમિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટલ સાયન્સ અને ટેક્નોલોજી, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, કેમિકલ ટેક્નોલોજી, પ્રોસેસ સેફ્ટી, કેમેસ્ટ્રી, માઈક્રોબાયોલોજી કે ડિજિટલ ક્ષેત્ર—દરેક વિષયમાં અભ્યાસ અને કારકિર્દી વચ્ચે પુલ બનાવવાનો પ્રયાસ કરી તેઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવી રહી છે. વિદ્યાર્થીઓને તાલીમ અને અનુભવ શિક્ષિત કરવાના ઉદ્દેશથી યુનિવર્સિટી દરેક વિદ્યાર્થી માટે ઇન્ડસ્ટ્રિયલ ઇન્ટર્નશિપ અને પ્રોજેક્ટ વર્ક અનિવાર્ય કરવામાં આવ્યા છે અને જે યુનિવર્સિટીના અધ્યાપકો ગણોના સહયોગથી વિદ્યાર્થીઓને દેશ-વિદેશની અગ્રણી કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક મળે છે. જેનાથી તેઓ માત્ર ટેકનિકલ જ્ઞાન જ નહીં, પરંતુ ટીમ વર્ક, નેતૃત્વ અને મુશ્કેલી નિવારણની કુશળતા પણ હાંસલ કરે છે. યુનિવર્સિટીની ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલ દ્વારા દરેક વર્ષ અગ્રણી ઉદ્યોગો સાથે પ્લેસમેન્ટ ડ્રાઈવ્સ યોજાય છે. વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં આકર્ષક પેકેજ સાથે નોકરી મળી રહે છે. પ્લેસમેન્ટ સેલમા રજિસ્ટર્ડ ઉમેદવારોને 100 ટકા પ્લેસમેન્ટ થાય એવું માર્ગદર્શન અપાય છે. UPL યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બર્સ (અધ્યાપક ગણ) ભારત તેમજ વિદેશની પ્રખ્યાત યુનિવર્સિટીઓ અભ્યાસ કરેલ છે. UPL યુનિવર્સિટી પાસે સ્માર્ટ ક્લાસ રૂમ, અદ્યતન લેબ, ઇનોવેશન હબ, વર્કશોપ, સમૃદ્ધ લાઇબ્રેરી, વિશાળ રમતનું મેદાન સાથે રમતગમતની સુવિધાઓ તથા આરોગ્યપ્રદ ખોરાક આપતી કેન્ટીન છે. યુનિવર્સિટી દ્વારા દૂરના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવા ઉત્તમ વ્યવસ્થા છે. આ ઉપરાંત યુનિવર્સિટી ભરૂચ, અંકલેશ્વર, નેત્રંગ, રાજપીપળા, ઝઘડિયા, માંગરોળ, સુરત, કીમ, કોસંબાથી અવરજવર માટે બસની સુવિધા આપે છે. યુનિવર્સિટીમાં દરેક રમતગમત, NSS, NCC અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે અનુકૂળ માહોલ છે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સહાયક થાય છે. યુનિવર્સિટીના નામમાં ‘સસ્ટેનેબલ’ માત્ર શબ્દ નથી—તે એક દિશા છે. બાયોગેસ, સોલાર એનર્જી સિસ્ટમ, વરસાદી પાણીનો સંચય, ઘન કચરાનું વ્યવસ્થાપન અને હરિયાળું કેમ્પસ એ શિક્ષણ સાથે પર્યવરણ માટે જવાબદારીનો સંદેશો આપે છે.જે વિદ્યાર્થીને દરેક ક્ષેત્રે કામ કરવાની ધગશ ઉભી કરે છે. છેલ્લા 14 વર્ષમાં યુનિવર્સિટીએ માત્ર શિક્ષણ નહિ પણ વિદ્યાર્થીઓના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવાનું કામ કર્યું છે.ગ્રામ્ય અને નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે નાણાકીય સહાય કરીને તેઓને પ્લેટફોર્મ આપીને યુનિવર્સિટીએ તેમનામાં આત્મવિશ્વાસ, જ્ઞાન અને સફળતા આગેકુચ કરી છે.આ યુનિવર્સિટીએ માત્ર શિક્ષણ સંસ્થા નથી—તે એક મિશન છે જે દેશને કેળવણીય, ટેકનિકલ અને નૈતિક દૃષ્ટિએ સક્ષમ નાગરિકો આપી રહી છે, જે આવતીકાલનો વિકાસ અને ભવિષ્ય ઉજજળ બનાવશે.
વટારીયામાં UPL યુનિવર્સિટીના દીર્ઘદૃષ્ટા પ્રમુખ અશોક પંજવાણી
વટારીયામાં આવેલી UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજીના પ્રમુખ પદે આગવી સૂઝ ધરાવતા અશોક પંજવાણી જવાબદારી નિભાવી રહ્યા છે. તેમણે 1972માં મુંબઈની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી (ICT)માંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. તેમણે ઘરડા કેમિકલ્સ લિમિટેડ અને ગુજરાત ઇન્સેક્ટિસાઇડ્સ લિમિટેડ જેવી પ્રતિષ્ઠિત કેમિકલ/એગ્રો કેમિકલ કંપનીઓ સાથે કામ કરવાનો 51 વર્ષથી વધુનો સમૃદ્ધ ઔદ્યોગિક અનુભવ ધરાવીને આગવી ઓળખ ઊભી કરી. હાલમાં તેઓ UPL લિમિટેડમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.
ડિરેક્ટર તરીકે, અશોક પંજવાણી ભારતભરમાં વિવિધ પર્યાવરણ અને કન્સલ્ટન્સી કંપનીઓનું નેતૃત્વ કરે છે, જેમાં BEIL ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, એન્વાયરો ટેક્નોલોજી લિમિટેડ, કેરળ એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, શિવાલિક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ, BEIL રિસર્ચ એન્ડ કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ અને ઘારપુર એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ સમાવેશ થાય છે. સાથે તેઓ વિવિધ NGO સાથે પણ સંકળાયેલા છે. હાલ ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ, અંકલેશ્વર રોટરી એજ્યુકેશન સોસાયટીના વાઇસ ચેરમેન, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ સોસાયટીના માનદ સેક્રેટરી તરીકે જોડાયેલા છે. તેઓ પર્યાવરણ સંબંધિત પ્રોજેક્ટ્સ માટે FICCI અને CII સાથે સંકળાયેલા હતા. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અને અંકલેશ્વર એન્વાયર્નમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટીના ભૂતપૂર્વ ચેરમેનની જવાબદારી છે.
તેમને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી, મુંબઈ દ્વારા વ્યાવસાયિક શ્રેષ્ઠતા માટે UAA ડિસ્ટિંગ્વિશ્ડ એલ્યુમનસ એવોર્ડ-2010થી સન્માનિત કરવામાં આવ્યા છે. સાથે તેઓ રોટેરિયન સક્રિય છે. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3060માં ઘણા હોદ્દા પર રહ્યા છે. તેઓ RI ડિસ્ટ્રિક્ટ 3060ના ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રહ્યા અને રોટરી ઇન્ટરનેશનલ તરફથી ઘણા પુરસ્કારો અને લોરેલ પ્રાપ્ત થયા છે. હાલમાં તેમને જુલાઈ 2021થી ત્રણ વર્ષ માટે રોટરી ફાઉન્ડેશનની આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને કેમિકલ ઉદ્યોગમાં નેતૃત્વ માટે 2012 માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ એન્જિનિયર્સ લાલા શ્રીરામ રાષ્ટ્રીય પુરસ્કાર અને 2015માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ એન્જિનિયર્સ દ્વારા ડૉ.બી.પી.ગોદરેજ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડૉ પણ મળ્યો છે. તેમજ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (PDPU), ગાંધીનગર દ્વારા લાઇફટાઇમ કોન્ટ્રીબ્યુશન એવોર્ડ પણ મળ્યો છે.
ખાસ કરીને તેમણે તેમના વિઝનથી ડ્રીમ પ્રોજેક્ટ શ્રોફ એસ.આર.રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી (SRICT) પર વાઇસ ચેરમેન તરીકે કામ કરવાનું શરૂ કર્યું. જેને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, UPL લિમિટેડ અને અન્ય ઉદ્યોગો દ્વારા આશરે રૂ.100 કરોડના રોકાણ સાથે પ્રમોટ કરવામાં આવ્યું. આ માટે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને UPL લિમિટેડ તથા અન્ય ઉદ્યોગો દ્વારા અંકલેશ્વર રોટરી એજ્યુકેશન સોસાયટી નામની સંસ્થા ઊભી કરી વર્ષ-2011માં શ્રોફ એસ.આર.રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી શરૂ કરવામાં આવી. જે ગુજરાતના ઔદ્યોગિક પટ્ટામાં સ્થિત ઉદ્યોગોની જરૂરિયાતોને પૂર્ણ કરવાની પ્રક્રિયા શરૂ કરી ઉદ્યોગોમાં ટેક્નોક્રેટ વ્યાવસાયિકો પૂરા પાડે છે. વર્ષ-2018માં SRICT-ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ સંશોધન અને નવીનતા તરફ વલણ ધરાવતા વિજ્ઞાનલક્ષી વ્યાવસાયિકો ઉત્પન્ન કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. ટૂંકા ગાળામાં બંને સંસ્થાઓએ ગુજરાતમાં અગ્રીમ ટોચની સંસ્થાઓમાં સ્થાન મેળવીને નોંધપાત્ર પ્રગતિ કરી છે.

UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજીની સ્થાપના વર્ષ-2021માં શ્રોફ એસ.આર.ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી અને SRICT-ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચને ભેગા કરીને કરવામાં આવી છે. જેથી વિશ્વ કક્ષાની યુનિવર્સિટીઓને બેન્ચમાર્ક કરીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઔદ્યોગિક તાલીમ આપી શકાય અને સમાજ અને ઉદ્યોગની ભવિષ્યની માંગણીઓને પૂર્ણ કરી શકાય. ઉદ્યોગ માટે બનાવાયેલી શૈક્ષણિક પ્રક્રિયા માટે એક નવો માર્ગ બનાવ્યો છે. UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજીમાં ઉપલબ્ધ તકો વિશે જાણવા કેમ્પસની મુલાકાત અત્યંત જરૂરી છે.
પર્યાવરણ પ્રત્યે પ્રોત્સાહિત કરતા UPL યુનિવર્સિટીના ચેરમેન એમેરિટસ સાન્દ્રા શ્રોફ

વટારીયાની UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી ચેરમેન એમેરિટસ સાન્દ્રા શ્રોફ જવાબદારી નિભાવે છે. વૈશ્વિક સમસ્યાઓનો સામનો કરી તેના પડકાર માટે હવે આવશ્યક જ્ઞાન અને કુશળતા ધરાવતા ભાવિ નેતાઓને તૈયાર કરવા માટે તેઓ પ્રતિબદ્ધ છે. જેમાં UPL યુનિવર્સિટી શિક્ષણને ફક્ત જ્ઞાન માટે આગવી ઓળખ કરતા વધુ માનીએ છીએ. આપણા સમાજ અને પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ઊંડી ભાવનાને પ્રોત્સાહન આપવા પ્રયાસ છે. UPL યુનિવર્સિટી આ મહત્ત્વપૂર્ણ ચળવળના અગ્રણી ધાર પર છે. UPL યુનિવર્સિટીમાં, ફક્ત શૈક્ષણિક કૌશલ્ય જ નહીં, પરંતુ નવીનતા, નૈતિક પ્રથાઓ અને વૈશ્વિક નાગરિકત્વ પણ વિકસાવવા માટે પ્રયાસ કરીએ છીએ.
