surat : હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના ( corona) નો પ્રકોપ ફેલાયેલો છે. કોરોનાની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઇ છે. શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ કોરોનાનું સંક્રમણ વ્યાપક પણે ફેલાયું છે. દિવસેને દિવસે સૌરાષ્ટ્રના ગામડામાં પરિસ્થિતિ કફોડી બની રહી છે અને કોરોનાને કારણે મૃત્યુ પણ વધી રહ્યા છે ત્યારે સુરતના સેવાભાવી સંસ્થાએ સૌરાષ્ટ્રના ગામડાની ચિંતા કરીને ‘માદરે વતન’ ‘વતનની વ્હારે’ સેવાભાવી લોકો 500 કાર લઇને શનિવારે સુરતથી નિકળીને સોરાષ્ટ્ર જશે. તેમજ રવિવારે સવારે સ્પેશ્યલ વિમાન ( special plane) દ્વારા અલગ અલગ સાત ડોક્ટરોની ટીમ ( docters team) બનાવીને કુલ 36 ડોકટરો ગામડામાં રહેલા લોકોમાં કોરોનાનો ડરને દૂર કરીને માનસિક સ્થિત મજબૂત કરશે અને લોકોને કોરોનાની સાચી માહિતી આપીને જાગૃત કરવાનો પ્રયાસ કરશે.
સેવા સંસ્થાનાં સૈનિકો દ્વારા ચાલો વતનની વ્હારે અભિયાન દ્વારા સુરતથી 500 કાર લઇને સેવાનાં સૈનિકો અને ડોક્ટર ટીમ અલગ અલગ દિવસે સ્પેશિયલ વિમાન દ્વારા સૌરાષ્ટ્ર રવાના થશે. તેમજ કોરાનાગ્રસ્ત ગંભીર દર્દીને સુરત લાવવા માટે સેવા સંસ્થા દ્વારા સુરતથી 4 એમ્બયુલન્સ પણ સાથે લઇ જવામાં આવશે. ગંભરી દર્દીને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવા કે સુરત લાવવા માટે એમ્બ્યુલન્સ ઉપયોગી બનશે. સેવાભાવી લોકોમાં નવા જ જોશ અને ઝનૂન સાથે ‘મારુ ગામ મારી ફરજ, મારુ ગામ તંદુરસ્ત ગામ બને’ એવા શુભ હેતુથી આજનાં કોરોના કાળમાં જ્યારે પ્રકોપથી ગામડાઓની સ્થિતિ ખુબ ગંભીર અને દયનિય બની છે ત્યારે આ સેવાનાં સૈનિકો દ્વારા સૌરાષ્ટ્રમાં રહેલા લાખો લોકોની ઉમિદો ને પરિપૂર્ણ કરવા માટે આ તમામ યોદ્ધાઓ કટિબદ્ધ થયા છે. આ ઉત્તમ સેવામાં 36 ડોકટરો દ્વારા સૌરાષ્ટ્ર ની ધરતી પર ઉત્તમ પ્રકારની સેવા કરવા માટે તત્પર બન્યા છે.
સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સેવાના સૈનિકો સેવામાં જોડાશે
મહેશભાઇ સવાણીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ સહિત પાંચ જિલ્લામાં સેવા સંસ્થાના તેમજ અન્ય સંસ્થાના સેવાભાવી લોકો પહોંચીને કોરોનાગ્રસ્ત દર્દીની સેવામાં જોડાશે. સામાજિક સંસ્થાઓ દ્વારા સૌરાષ્ટ્રમાં બનાવેલા આઇસોલેશન સેન્ટરમાં ડોક્ટરોની ટીમ વિઝીટ કરીને ત્યાનાં ડોક્ટરોને અને સ્ટાફને માહિતગાર કરશે. સુરતથી અલગ અલગ દિવસે પાંચ ડોક્ટરોની ટીમ બનાવીને ફલાઇટ દ્વારા સૌરાષ્ટ્ર જશે. શનિવારથી 500 કારના કાફલા સાથે સેવાના સૈનિકો ગામડાઓમાં જઈ ડરેલા લોકોમાં રહેલા ડરને દૂર કરી કોરોનાની સાચી માહિતી આપી લોકોને જાગૃત કરાશે. ઘરમાં આઈસોલેશન રહેલા દર્દીઓને સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવેલ આઈસોલેશન વોર્ડમાં આવવા માટે પ્રેરિત કરવામાં આવશે. જરૂરી જણાતું માર્ગદર્શન આપી આવા કોરોનાનાં સમયમાં સૌરાષ્ટ્ર ને ફરી પાછું બેઠું અને તંદુરસ્ત જીવન જીવવા માટે લોકહિતના કાર્યો કરવામાં આવશે.