હવે યુદ્ધની જરૂર નથી. જીવો અને જીવવા દો ની નીતિ સૌએ અપનાવવાની જરૂર છે. યુદ્ધથી બંને દેશોને નુકસાન જ છે. આજે વિનાશક શસ્ત્રો બનાવવાને બદલે ખેડૂતો, કારીગરો વગેરેને કામમાં આવે તેવા કોદાળી, પાવડા, સંચા, યંત્રો બનાવવાની જરૂર છે. એક કવિએ ‘ઘણ ઉઠાવ’ શીર્ષક હેઠળનું એક કાવ્ય લખ્યું હતું તેમાં તેમણે તલવાર, ભાલા, બંદૂક કે વિનાશક શસ્ત્રોને ભાંગીને એમાંથી રૂડી દાતરડી, કોદાળી, પાવડા વગેરે બનાવવાની વાત કરી છે જેને કારણે માણસને રોજી રોટી મળી રહેશે. માણસને બેઠા કરવાની જરૂર છે, નીચે પડેલા માણસને ટેકો આપવાની જરૂર છે. તેને બદલે તેને લાત મારવાની? ધર્મ શું કહે છે? પ્રાણી માત્ર પર દયા, પ્રેમ, દર્શાવવાનો દરેક ધર્મ ઉપદેશ આપે છે. સંહાર કરવો સહેલો છે, પણ સર્જન કરવું કઠીન છે. કુદરતે જેનું સર્જન કર્યું છે તેને હેમખેમ રહેવા દો. યુદ્ધને કારણે વનસ્પતિ, પશુપક્ષી સૌ જીવોનો નાશ થાય છે તે બિચારાનો શો વાંક? પંચશીલના સિધ્ધાંતોનો સૌએ અમલ કરવાની જરૂર છે. તેમાં કહ્યું છે કે કોઇ પણ દેશે બીજા દેશની જમીન પચાવી પાડવી નહીં. બીજા દેશ પર આક્રમણ કરવું નહીં.
નવસારી – મહેશ નાયક આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે-
યુદ્ધ વિનાશક છે
By
Posted on