World

ચીને તાઈવાન નજીક 100 ફાઇટર જેટ ઉડાવ્યા… તાઇવાને આપ્યું આ નિવેદન

નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે છેલ્લા 6 મહિનાથી ભીષણ યુદ્ધ (War) ચાલી રહ્યું છે. હજારો નિર્દોષ લોકો મૃત્યુ (Death) પામ્યા છે, અર્થવ્યવસ્થા પડી ભાંગી છે અને સમગ્ર વિશ્વની સામે અનેક નવા પડકારો ઉભા થયા છે. ત્યારે હવે તાઈવાન અને ચીન (China) વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. ફરીથી બીજા યુદ્ધની ગંધે આખી દુનિયાને ચિંતામાં મૂકી દીધી છે. આ સમયે ચીન અને તાઈવાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. સ્થિતિ વણસી રહી છે અને ચીન તાઈવાનને ડરાવવા માટે તાઈવાનની આસપાસના વિસ્તારોમાં મિસાઈલ છોડી રહ્યું છે.

જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા નેન્સી પેલોસી તાઈવાનના પ્રવાસે આવ્યા હતા. તેઓની તાઈવાનની મુલાકાત પહેલા જ ચીન અમેરિકાને ચેતવણી આપી રહ્યો હતો. સતત એવું કહેવામાં આવી રહ્યું હતું કે તાઈવાનમાં ચીનની સાર્વભૌમત્વ સાથે રમત રમાઈ રહી છે. પરંતુ ન તો અમેરિકા ઝૂક્યું અને ન તો નેન્સી પેલોસી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચીને તાઈવાન નજીક 100 ફાઈટર જેટ ઉડાવ્યા છે. આ પહેલા બુધવારે 27 ફાઈટર એરક્રાફ્ટ તાઈવાનના એર ઝોનમાં પ્રવેશ્યા હતા. ગુરુવારે ચીને એક ડગલું આગળ વધીને તાઈવાનની આસપાસના વિસ્તારો પર 11 બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. તેમાંથી પાંચ જાપાનમાં ઉતર્યા હતા. ચીનની આ તમામ ગતિવિધીઓના કારણે એવી આગાહી કરવામાં આવી રહી છે કે હવે કોઈ મોટી રણનીતિ પર કામ શરૂ થઈ ગયું છે.

પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ની નેવલ રિસર્ચ એકેડમીમાં કામ કરતા સંશોધક ઝાંગ જુનશે પાસેથી મળતી માહિતી મુજબ ગુરુવારથી રવિવાર સુધી સેનાની મોટા પાયે કવાયત હાથ ધરવામાં આવનાર છે. આ કવાયતમાં ચીન દ્વારા પરમાણુ સબમરીન પણ તૈનાત કરવામાં આવશે. એ પણ જણાવવામાં આવ્યું છે કે તમામ થિયેટર કમાન્ડ ફોર્સ આ કવાયતમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મોટા પાયા પર ચીનની સૈન્ય કવાયત થશે, જેનો સંદેશ માત્ર અને માત્ર તાઈવાનને ચેતવણી આપવાનો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચીને તાઈવાનને ડરાવવા માટે તમામ તૈયાર કરી છે, પરંતુ તાઈવાન ઝૂકવાના મૂડમાં નથી. તે પોતાના દેશની રક્ષા કરવાની વાત પણ કરી રહ્યો છે અને ચીનને કડક સૂચના પણ આપતો જોવા મળી રહ્યો છે. તાઈવાનના રાષ્ટ્રપતિએ એક નિવેદનમાં કહ્યું છે કે ચીન હાલમાં તાઈવાનની આસપાસના વિસ્તારમાં સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે, આવા સમયે હવે બેઈજિંગને સંયમથી કામ લેવાની અપીલ કરે છે. તાઇવાન આ વિવાદને આગળ વધારવા માંગતું નથી, પરંતુ તે દરેક કિંમતે તેની સાર્વભૌમત્વ, તેની લોકશાહીની રક્ષા કરશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ તમામ ગતિવિધિઓ ચોક્કસપણે ગંભીર પરિણામ સૂચવે છે, પરંતુ ચીનની વૃત્તિને જોતાં તેને સીધું યુદ્ધ ગણવું યોગ્ય નહીં હોય. નિષ્ણાતોનું માનવું છે કે ચીનની આ જૂની વ્યૂહરચના રહી છે, જ્યાં તે ડરાવવાની રાજનીતિ કરે છે, દુશ્મન દેશને પાછળ ધકેલી દેવા માટે પ્રોપેગેન્ડા વીડિયો બનાવે છે અને જ્યારે જરૂર પડે ત્યારે દેશની સરહદની નજીક જાણી જોઈને સેનાની કવાયત કરે છે. ડોકલામ વિવાદ દરમિયાન ચીને ભારત સાથે આ રણનીતિ અજમાવી હતી, તે અલગ વાત હતી કે પછી તેને ભારતની કૂટનીતિ સામે ઝુકવું પડ્યું હતું. પરંતુ હવે તે તાઈવાન સાથે પણ આ જ પેટર્ન અપનાવી રહ્યો છે. તેને ડરાવી-ધમકાવીને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તે કેટલો સફળ થાય છે, તે તો સમય જ કહેશે.

Most Popular

To Top