વ્યારા: (Vyara) વ્યારાના ટીચકપુરામાં આવેલા બાલકૃષ્ણ આર્કેડમાં શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં (Kathiawadi Dhaba) ઉત્તરાયણના દિવસે સવારે ૬થી ૬:૩૦ વાગ્યાના અરસામાં બે તસ્કરોએ (Thief) કિચનના લોખંડના દરવાજા (Door) ઉપરની ગ્રીલ પાછળ ફિટ કરેલી લોખંડની જાળી તોડી હોટલના કાઉન્ટરમાંથી (Hotel Counter) રૂ. ૫૪ હજારની તસ્કરીનો (Theft) મામલો પ્રકાશમાં આવ્યો છે.
- ટીચકપુરા બાલકૃષ્ણ આર્કેડમાં શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં સવાર સવારમાં તસ્કરો ત્રાટક્યા
- બે અજાણ્યા ચોર કાઉન્ટરમાંથી રૂપિયા 54 હજારની તસ્કરી કરી ફરાર ગયા
- તસ્કરો પાછળથી કિચનની ગ્રીલ તોડી હોટલમાં પ્રવેશ્યા હતા
- સવારના છ વાગ્યાના અરસામાં આશરે ૨૫થી ૨૮ વર્ષના બે અજાણ્યા ઇસમ હોટલમાં કિચનના પાછળના ભાગેથી ઘૂસ્યા હતા
- ચોરીના દિવસે કારીગરો હોટલ પર જાય તે પહેલા ચોરો ચોરીને અંજામ આપી ચૂક્યા હતા
વ્યારાના કાનપુરામાં આવેલી અરૂણાચલ સોસાયટીમાં રહેતા નિકુંજભાઇ રાજેન્દ્રભાઇ ગામીત (ઉં.વ.૩૭) છેલ્લા ચારેક મહિનાથી ટીચકપુરા ખાતે બાલકૃષ્ણ આર્કેડમાં શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ચલાવે છે. સવારે હોટલ કીપર સંજય ભાનુ વસાવાનો તેઓ પર ફોન આવ્યો હતો કે ઢાબાનું કાઉન્ટર તૂટી ગયેલું છે. નિકુંજ ગામીતે હોટલ પર જઈ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં સવારના છ વાગ્યાના અરસામાં આશરે ૨૫થી ૨૮ વર્ષના બે અજાણ્યા ઇસમ હોટલમાં કિચનના પાછળના ભાગેથી ઘૂસ્યા હોવાનું માલૂમ પડ્યું હતું. આ ચોરી કરનાર બંને ઈસમે જેકેટ પહેરી રાખ્યા હતા. હોટલમાં તેઓએ કાઉન્ટર ટેબલના ખાના સ્ક્રૂ ડ્રાઇવર જેવા સાધનથી ખોલી તેમાં મૂકેલા રૂ.૫૪ હજાર એક પ્લાસ્ટિકની થેલીમાં ભરીને આશરે સાડા છ વાગ્યાના અરસામાં હોટલમાંથી બહાર નીકળી ગયા હતા.
જો કે, આ હોટલમાં દરરોજ સવારે આશરે ૬:૩૦ વાગ્યે દીપક વસાવા નામનો શખ્સ શાકભાજી કટિંગ કરવા જાય છે. પણ ચોરીના દિવસે તે હોટલ પર જાય તે પહેલા ચોરો ચોરીને અંજામ આપી ચૂક્યા હતા. જેથી તેઓએ સવારે સાતેક વાગ્યાના અરસામાં હોટલ માલિક નિકુંજ ગામીતની બાજુમાં રહેતા હોટલના સ્ટોર કીપર સંજય ભાનુ વસાવાને જાણ કરતા આ મામલાથી નિકુંજને વાકેફ કરતા તેઓ હોટલ દોડી આવ્યા હતા. ચોરી થયાની ખાતરી કરી આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી. સીસીટીવી કેમેરાના ફૂટેજો મેળવી પોલીસે તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.