વ્યારા: (Vyara) વ્યારા ટીચકપુરા ગામ પાસે કારમાં દારૂની (Alcohol) હેરાફેરી કરતી મહિલા ઝડપાઇ જતાં ૮૨,૮૦૦નો દારૂ કબજે કરાયો હતો. દારૂની આ હેરાફેરી પ્રકરણમાં નવાપુરનો એક શખ્સ તેમજ વિજય પરમાર (રહે.,તાડ ફળિયું, અંકલેશ્વર)ને વોન્ટેડ (Wanted) જાહેર કરાયો હતો.
ભરૂચમાં વીપીનપાર્ક સોસાયટી, ગડખોલ પાટિયા ઓ.એન.જી.સી. કોલોનીમાં રહેતી લીલાબેન ઉર્ફે આશા જિગ્નેશ ઢીમ્મર (ઉં.વ.૩૬) તા.૮મી જાન્યુઆરીએ રાત્રે ૧૦:૧૫ વાગ્યાના અરસામાં સેન્ટ્રો કાર નં.(GJ 05 CL 4664) આશરે કિં.રૂ.૫૦ હજારમાં વગર પાસ પરમિટે અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો, ટીન નંગ ૬૩૬ કિં.રૂ.૮૨,૮૦૦નો પ્રોહિબિશનનો મુદ્દામાલ હેરાફેરી કરતા ઝડપાઇ ગઈ હતી. તેની પાસેથી મોબાઇલ નંગ.૧, આશરે કિં.રૂ.૫ હજાર મળી કુલ રૂ.૧,૩૭,૮૦૦નો મુદ્દામાલ કબજે લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શેખપુરમાં દારૂ સાથે ત્રણ પકડાયા
કામરેજ: કામરેજ પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે શેખપુરમાં અક્ષરવિલા સોસાયટીમાં ઘર નં.પી 350માં રહેતા હિતેશગીરી ગોસાઈના મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડી કેટલાક ઈસમો દ્વારા કાર્ટિંગ કરાવે છે. જે બાતમીના આધારે સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં વિદેશી દારૂ તેમજ બીયરની બોટલ નંગ-1150 કિં.રૂ.1,99,500ના જથ્થા સાથે ત્રણ ઈસમ મિતલ મનહર નાતાલી (રહે.,બાંગા ભવન તુલજા માતાના મંદિરની સામે, નાનપુરા), સુનીલ દીપક ભીમપોરિયા (રહે.,રૂદ્રપુરા માછીવાડ, સુરત), હિતેશગીરી જયવંતગીરી ગોસાઈ (હાલ રહે.,મકાન નં.પી 350, અક્ષરવિલા, શેખપુર, મૂળ રહે.,વલ્લભીપુર, જિ.ભાવનગર)ને પકડી પાડી મોબાઈલ અને દારૂ મળી કુલ રૂ.2,26,000નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા ઈસમોની પૂછપરછ કરતાં દારૂ આપી જનાર અને લેનાર રમીલાબેન, દીપેશ, અલ્પેશ, કેયુર ઉર્ફે બંટી સોલંકી (રહે.,દમણ)ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.