દિલ્હી: કેન્દ્ર (Central)ની મોદી (Modi) સરકારે બુધવારે ચૂંટણી (Election) સુધારા સંબંધિત એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. કેબિનેટ (Cabinet)ની બેઠકમાં એક બિલને મંજૂરી આપવામાં આવી છે. આ બિલને અમલમાં મુક્યા બાદ સરકાર દ્વારા વોટરકાર્ડ (Voting card)ને આધારકાર્ડ (Aadhaar card) સાથે લિંક કરાશે જેથી બોગસ મતદાન પર કાબુ મેળવી શકાય તેમજ મતદાર યાદીનું ડુપ્લીકેશન અટકાવી શકાય. આ ઉપરાંત સરકારે ચૂંટણી કાયદાને પણ જેન્ડર ન્યૂટ્રલ કરવાની કામગીરી કરવાનો નિર્ણય લીધો છે. ત્રીજો મહત્ત્વનો સુધારો એક વર્ષમાં ચાર વખત મતદાર નોંધણી કરવાની તક મળશે, જેનો લાભ 18 વર્ષની ઉંમરે પહોંચેલા યુવાનોને મળશે. કેબિનેટના બિલને મંજૂરી બાદ ચૂંટણી નિયમોમાં આ ફેરફારો નોંધાશે.
વોટીંગ કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાશે
કેબિનેટની બેઠકમાં એક બિલ મંજૂર કરવામાં આવ્યું છે. આ બિલમાં કરાયેલ જોગવાઈ અનુસાર વોટિંગ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. કારણ કે કેટલીક વાર લોકો મતદાન કરવા માટે પોતાના વતન જતા હોઈ છે. કામધંધે બીજા રાજ્યમાં રહેતા લોકોએ મત કરવામાં પોતાના ગામ જવું પડતુ હોઈ છે. તો કેટલીક વાર મતદાન કરવા માટે દુર જવુ પડતું હોય છે અને મતદારો મતદાન કરવાનું ટાળે છે. તો બીજી તરફ ગામનું વોટિંગ કાર્ડ હોવાથી સમય પર પહોંચી નથી શકતા અને તેઓ મતદાન કરી નથી શકતાં. તેથી સરકાર દ્વારા એક બિલ રજુ કરવામાં આવ્યુ છે. જેમાં વોટિંગ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરીને જેતે શહેર કે રાજ્યમાંથી વોટ કરી શકે છે. મતદાતાઓએ મત આપવા માટે હવે પોતાના ગામ જવુ પડે નહી.
જેન્ડર ન્યૂટ્રલનો નિયમ લાગુ કરાશે
કેબિનેટ બેઠકમાં વોટિંગ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવવા સાથે જ જેન્ડર ન્યુટ્રલ અંગે પણ જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં હવે વોટિંગ કાર્ડમાં જેન્ડરનો પણ ઓપ્શન આપવામાં આવશે. જેથી ટ્રાન્સ જેન્ડરને પણ ફાયદો થશે. આ નિયમ લાગુ કરવા પાછળનો હેતુ એ છે કે ટ્રાન્સ જેન્ડર અંગે સમાજમાં જાગૃતિ આવશે. આ ઉપરાંત પતિ કે પત્નીના બદલે જીવનસાથીનો ઉલ્લેખ કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે.
યુવાનોને મતદાર નોંધણી માટે વર્ષમાં ચાર વખત તક મળશે
આ ઉપરાંત ચૂંટણી પંચ (ECI) નોંધણીની મંજૂરી કરવ માટે બહુવિધ કટ-ઓફની તારીખો પર પણ જોર આપ્યુ હતું. કાયદા અને ન્યાય મંત્રાલયે તાજેતરમાં સંસદની એક સમિતિને જણાવ્યું હતું કે તે લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 14Bમાં સુધારા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જેથી વેટિંગ નોંધણી માટે એક વર્ષમાં 4 કટ ઓફ તારીખો રાખવામાં આવે. પરંતુ બિલમાં સુધારા પછી યુવાનોને વર્ષમાં 4 વાર નામ નોંધાવાની તક મળશે. જેમકે, 1 જાન્યુઆરી, 1 એપ્રિલ, 1 જુલાઈ, 1 ઓક્ટોબરનો સમાવેશ થાઈ શકે છે. જો કે, સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા હેઠળ, મતદાર યાદીને સ્વૈચ્છિક ધોરણે આધાર સાથે લિંક કરી શકાય છે.