World

પાકિસ્તાનમાં મતદાન શરૂ: ગોળીબારમાં એક સુરક્ષાકર્મીનું મોત, મોબાઇલ સેવાઓ બંધ

પાકિસ્તાન: પાકિસ્તાનમાં (Pakistan) આજે ચૂંટણી (Election) છે. મતદાન પ્રક્રિયા પણ ચાલી રહી છે. દરમિયાન અશાંત ખૈબર પખ્તુનખ્વા (Ashant Khyber Pakhtunkhwa) પ્રાંતમાં ચૂંટણી કાર્યકરોની સુરક્ષા કરી રહેલા સૈનિકો પર ગોળીઓ (Bullets) ચલાવવામાં આવી છે. આ હુમલામાં એક સુરક્ષાકર્મીનું (SecurityGuard) મોત થયું છે. પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુરુવારે ચૂંટણી કાર્યકરો પર થયેલા હુમલામાં એક સુરક્ષા ગાર્ડનું મોત થયું હતું.

જાણો ક્યાં થયો હુમલો?
આ હુમલો ટેન્ક જિલ્લાના કોટ આઝમ વિસ્તારમાં થયો હતો. જ્યાં અજ્ઞાત બંદૂકધારીઓએ મતદાન કાર્યકરોની સુરક્ષા કરતી સુરક્ષા ટીમ પર ગોળીબાર કર્યો હતો. સ્થાનિક પોલીસ ઇમરજન્સી સેન્ટરે ફોન દ્વારા એનાદોલુને જણાવ્યું હતું. ત્યાર બાદ કોટ આઝમ સ્ટેશન પર મતદાન અસ્થાયી રૂપે રોકી દેવામાં આવ્યું હતું. આ ટેન્ક વિસ્તાર અફઘાન સરહદ નજીક વઝીરિસ્તાન જિલ્લાની સરહદે છે. અગાઉ પાકિસ્તાને પોતાના દેશમાં ચાલી રહેલા મતદાનને કારણે અફઘાનિસ્તાન અને ઈરાન સાથેની સરહદ બંધ કરી દીધી હતી.

મોબાઈલ સેવા સ્થગિત થવાથી અરાજકતા
અગાઉ બુધવારે ત્રણ અલગ-અલગ બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 29 લોકો માર્યા ગયા હતા. ત્યાર બાદ સત્તાધારીઓએ દેશભરમાં મોબાઈલ ફોન સેવાઓ પણ સ્થગિત કરી દીધી હતી. જણાવી દઈએ કે પાકિસ્તાનમાં 12 કરોડથી વધુ પાત્ર મતદાતાઓ પાંચ વર્ષની માટે નવી સંસદ અને ચાર પ્રાંતીય એસેમ્બલીઓની ચૂંટણી માટે સામાન્ય ચૂંટણીઓમાં ભાગ લઈ રહ્યા છે.

ડિજિટલ સેન્સરશિપના મુદ્દે પાકિસ્તાનના મુખ્ય ચૂંટણી કમિશનર સિકંદર સુલતાન રાજાએ કહ્યું, ‘એવી અપેક્ષા છે કે ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયના હિતમાં હશે.’ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓને અવરોધિત કરવી અથવા મંજૂરી આપવી એ ચૂંટણી પંચના અધિકારક્ષેત્રની બહાર છે. વધુમાં તેમણે કહ્યું, ‘અમારી સિસ્ટમ ઇન્ટરનેટ પર નિર્ભર નથી. તેમજ આ નિર્ણય અમારી તૈયારીઓને અસર કરશે નહીં.

6.5 લાખથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત
પાડોશી દેશમાં યોજાયેલ ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશભરમાં લગભગ 650,000 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ ચૂંટણીમાં દેશના 12.85 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. સુરક્ષાના કારણોસર સરકારે અફઘાનિસ્તાન અને ઈરાન સાથેની સરહદો સીલ કરી દીધી છે. આ સાથે જ મતદાન અધિકારીઓની દેખરેખ હેઠળ 90 હજારથી વધુ મતદાન મથકો પર મતદાન સામગ્રી પહોંચાડવામાં આવી હતી.

Most Popular

To Top