Madhya Gujarat

આણંદ જિલ્લામાં 23 વર્ષમાં મતદારો બે ગણાં થઇ ગયાં !

આણંદ: આણંદ જિલ્લાના ઉદ્દભવ પહેલાં બૃહદ ખેડામાં સમાવેશ થતો હતો. જેતે માત્ર ચાર તાલુકામાં વહેંચાયેલા આ જિલ્લામાં કુલ આઠ વિધાનસભા બેઠક હતી. જોકે, વિકાસ સાથે વસતીમાં વધારો થયો છે. આણંદ જિલ્લાની આઠ વિધાનસભામાં 1972માં 6,20,127 મતદારો હતાં. તેની સામે 1995માં 11,56,430 મતદારો નોંધાયાં હતાં. તેમાંય 8,01,332 મતદારોએ મતદાન કર્યું હતું. આમ, 1972ની સાલના કુલ મતદારો કરતાં પણ વધુ મતદારોએ 1995માં મતદાન કર્યું હતું.
બૃહદ ખેડા જિલ્લાની હાલના આણંદ જિલ્લાને સ્પર્શતી ઉમરેઠ, આણંદ, સારસા, પેટલાદ, સોજીત્રા (એસ.સી.), બોરસદ, ભાદરણ અને કેમ્બે (ખંભાત) ની બેઠકો મળી કુલ 8 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી.

આ તમામ બેઠકોના નોંધાયેલા કુલ મળીને 11,56,430 મતદારોની સામે 8,01,332 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સામાન્ય ચૂંટણી અન્વયે 20મી ફેબ્રુઆરી 1995ના રોજ મતદાન યોજાયું હતું. આ 8 વિધાનસભા મતદાર વિભાગ માટેના ચૂંટણી જંગમાં 93 પુરૂષ અને 4 મહિલા ઉમેદવાર મળી કુલ 97 ઉમેદવારો ઊભા હતાં. જેમાં 4 મહિલા ઉમેદવારો પૈકી 3 અને 93 પુરૂષ ઉમેદવારો પૈકી 74 ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવી હતી. આ તમામ બેઠકોમાંથી આણંદ બેઠક પર સૌથી વધુ 16 ઉમેદવારો પૈકી 15 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી આ ચૂંટણીમાં સારસા બેઠક પર પુરૂષ મતદારો કરતા વધુ મહિલા મતદારો નોંધાયા હતા. 20મી ફેબ્રુઆરી, 1995 ના રોજ મતદાન થયું હતું. આ ચૂંટણીમાં 8 બેઠકો ઊપર કુલ મળી નોંધાયેલા 11,56,430 મતદારોની સામે 8,01,332 મતદારોએ મતદાન કર્યુ હતું.

કઇ બેઠક પર શું સ્થિતિ રહી હતી ?
ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગમાં 67,927 પુરૂષ અને 65,101 મહિલા મતદારો નોંધાયેલા હતા. આ મતદારો પૈકી 52,067 પુરૂષ અને 43,345 મહિલા મતદારોએ મતદાન કરતા આ બેઠક ઉપર 71.72 ટકા મતદાન નોંધાયું હતું. આ બેઠક પર 14 ઉમેદવારો ચૂંટણી જંગમા હતા, જેમાંથી 10 ઉમેદવારે ડીપોઝીટ ગુમાવી હતી. આણંદ મતદાર વિભાગમાં 1,83,299 મતદારો નોંધાયા હતા. આ નોંધાયેલા 94,572 પુરૂષ અને 88,727 મહિલા મતદારો પૈકી 60,965 પુરૂષ અને 52,105 મહિલા મતદારોએ મતદાન કરતાં 61,69 ટકા મતદાન નોંધાયું હતું. આ બેઠક પર સૌથી વધુ 15 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી.

સારસા મતદાર વિભાગમાં 62,300 પુરૂષ અને 62,575 મહિલા મતદારો નોંધાયા હતા, જે પૈકી 53,133 પુરૂષ અને 45,006 મહિલાઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા સૌથી વધુ 78.59 ટકા મતદાન નોંધાયુ હતું. આ બેઠક પર 6 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી. પેટલાદ મતદાર વિભાગમાં 68,751 પુરૂષ અને 64,416 મહિલા મતદારો હતા. આ મતદારો પૈકી 50,128 પુરૂષ અને 42,111 મહિલા મતદારોએ મતદાન કર્યું હતુ. આ બેઠક પર 12માંથી 9 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી.

સોજીત્રા બેઠક પર નોંધાયેલા 1,29,294 મતદારોમાં 66,521 પુરૂષ અને 62,773 મહિલા મતદારો હતા. જે પૈકી 47,471 પુરૂષ અને 38,662 મહિલા મતદારો મળી કુલ 86,133 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બેઠક પર 16 ઉમેદવારો ચૂંટણી જંગમા હતા, જેમાંથી 14 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી. બોરસદ બેઠક ઉપર 76,949 પુરૂષ અને 73,054 મહિલા મતદારો નોંધાયા હતા. જેમાંથી 56,299 પુરૂષ અને 47,155 મહિલા મતદારોએ 68.97 ટકા મતદાન કર્યું હતું. આ બેઠક પર ચૂંટણી જંગના 8 ઉમેદવારો પૈકી 6 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી.

ભાદરણ મતદાર વિભાગમાં આ ચૂંટણીમાં 80,086 પુરૂષ અને 75,008 મહિલા મતદારો નોંધાયા હતા. જે પૈકી 60,573 પુરૂષ મતદારો અને 50,139 મહિલા મતદારોએ મતદાન કરતા 71,38 ટકા મતદાન નોંધાયું હતું. આ બેઠક પર 11 ઉમેદવારોમાંથી 8 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી. કેમ્બે (ખંભાત) વિધાનસભાની બેઠક ઉપર 76,284 પુરૂષ અને 71,386 મહિલા મતદાર નોંધાયા હતા. જે પૈકી 55,396 પુરૂષ અને 46,777 મહિલા મતદારોએ તેમના અધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બેઠક પર ચૂંટણી જંગમા ઉભેલા 11 ઉમેદવારો પૈકી 9 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી.

1995 ની વિધાનસભાની સામાન્ય ચૂંટણી
બેઠક નોંધાયેલા મતદારો થયેલું મતદાન ટકાવારી
પુરૂષ મહિલા કુલ પુરૂષ મહિલા કુલ

ઉમરેઠ 67,927 65,101 1,૩૩,028 52,067 4૩,૩45 95,412 71.72
આણંદ 94,572 88,727 1,8૩,299 60,965 52,105 1,1૩,070 61.69
સારસા 62,૩00 62,575 1,24,875 5૩,1૩૩ 45,006 98,1૩9 78.59
પેટલાદ 68,751 64,416 1,૩૩,167 50,128 42,111 92,2૩9 69.27
સોજીત્રા(SC) 66,521 62,77૩ 1,29,294 47,471 ૩8,662 86,1૩૩ 66.62
બોરસદ 76,949 7૩,054 1,50,00૩ 56,299 47,155 1,0૩,454 68.97
ભાદરણ 80,086 75,008 1,55,094 60,57૩ 50,1૩9 1,10,712 71.૩8
ખંભાત 76,284 71,૩86 1,47,670 55,૩96 46,777 1,02,17૩ 69.19

Most Popular

To Top