Charchapatra

અપરાધીને મત!

દરેક પક્ષમાં અપરાધી વ્યકિતઓની ભરમાર હોય છે કારણ આજે રાષ્ટ્રવાદી વ્યકિતઓની પ્રજામાં કોઇ કિંમત નથી અને અપરાધીઓની બહુમતિ આગળ ને આગળ આવતાં પણ નથી.પોતાનો ઉમેદવાર ચૂંટણીમાં ઊભો રાખવામાં તે કોઇ પણ રીતે અપરાધી છે કે નહીં તે પક્ષની જવાબદારી છે. પરંતુ બધા પક્ષો પણ અહીં લાચાર બની જાય છે. કારણ પોતાનો પક્ષ સરકાર બનાવે તે દરેક પક્ષની મહેચ્છા હોય છે. માટે જયાં સુધી વ્યકિત અપરાધી કે નિર્દોષ છે તે માટે ન્યાય પધ્ધતિ ઝડપી ન બનાવાય ત્યાં સુધી બધા લાચાર છે. જયાં સુધી પ્રજા મત આપવા જાય છે ત્યાં સુધીમાં બધું ચાલ્યા જ કરવાનું છે. યુવાનોને રાષ્ટ્રવાદી બનાવવાનું કાર્ય શિક્ષણનું છે. જયાં સુધી ન્યાય પધ્ધતિ અને શિક્ષણ પધ્ધતિ ન બદલાય ત્યાં સુધી આમ જ દેશનું રગસિયું તંત્ર ચાલ્યા કરવાનું છે. અપરાધી ઉમેદવારો પણ પ્રજામાં સગાવાદ ધરાવે છે એટલે પ્રજાને ચૂંટવા મજબૂર બનવું પડે છે.
પોંડીચેરી    – ડો. કે. ટી. સોની        – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top