સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની(V.N.S.G.U) સેનેટ ચૂંટણી (Senate Elections) આજે યોજાશે. આ ચૂંટણીની ૧૫ બેઠકો માટે ૪૩ ઉમેદવારો (candidates) મેદાનમાં છે. ૫૨ મતદાન કેન્દ્રમાં ૧,૬૧,૩૯૫ મતદારો નોંધાયેલા છે. આ વખતે એબીવીપી, (ABVP) એનએસયુઆઈ (NSUI) એને સીવાયએસએસ (CYSS) વચ્ચે ત્રિપાંખીયો જંગ હોવાથી આ જંગ રસપ્રદ બની રહેવાની સંભાવના છે.
જુદી જુદી નવ વિદ્યાશાખામાં ચૂંટણી યોજાશે.
સેનેટની ચૂંટણીમાં હાઇસ્કુલ ટીચર મતદાર વિભાગ, યુનિવર્સિટી ટીચર મતદાર વિભાગ, આર્ટસ વિદ્યાશાખા અને સાયન્સ વિદ્યા શાખા, નોંધાયેલા સ્નાતક મતદાર વિભાગમાં જુદી જુદી નવ વિદ્યાશાખા આર્કિટેક્ચર, આર્ટસ, કોમર્સ, કોમ્પ્યુટર સાયન્સ, એજ્યુકેશન, હોમિયોપેથી, લો, રૂરલ સ્ટડી અને સાયન્સ વિદ્યાશાખામાં ચૂંટણી યોજાશે.
- જુદા જુદા વિભાગની 15 બેઠક માટે 43 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે
- એબીવીપી, એનએસયુઆઇ અને સીવાયએસએસએ ઉમેદવારો ઉતાર્યા
તમામ શાખામાં કુલ ૧,૬૧,૩૯૫ મતદારો નોંધાયા
હાઈસ્કુલ ટીચર વિભાગમાં ૧,૫૮૯, યુનિવર્સિટી ટીચર વિભાગમાં આર્ટ્સ વિદ્યાશાખામાં ૫૪૦ અને સાયન્સ વિદ્યાશાખામાં ૪૩૫, નોંધાયેલા સ્નાતક મતદાર વિભાગમાં આર્કિટેક્ચર વિદ્યાશાખામાં ૧,૦૧૭, આર્ટસમાં ૪૨,૯૬૧, કોમર્સમાં ૫૧,૭૯૯, કોમ્પ્યુટર સાયન્સમાં ૧૩,૮૮૧, એજ્યુકેશનમાં ૭,૮૪૧, હોમિયોપેથીમાં ૧,૫૦૯, લો વિદ્યાશાખામાં ૯,૧૨૮, રૂરલ સ્ટડીમાં ૧,૩૦૩ અને સાયન્સ વિદ્યાશાખામાં ૨૯,૩૯૨ મતદારો નોંધાયા છે. આમ તમામ શાખામાં કુલ ૧,૬૧,૩૯૫ મતદારો નોંધાયા છે.
મતદાન કેન્દ્રના ૬૬ બૂથ ૨૩ મતદાન કેન્દ્રો છે
આ તમામ મતદારો મતદાન કેન્દ્રના ૬૬ બૂથ પર મતદાન કરશે. સુરત શહેરમાં ૨૩ મતદાન કેન્દ્રો છે. મતદાનનો સમય સવારે ૯થી સાંજે પાંચ વાગ્યા સુધીનો છે.નોંધાયેલા સ્નાતક મતદાર વિભાગમાં ૯ બેઠકો માટે એબીવીપીના ૯, એનએસયુઆઈના ૮ અને સીવાયએસએસના ૯ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. હાઈસ્કૂલ ટીચર મતદાન વિભાગમાં બે બેઠકો માટે ૩ ઉમેદવારો અને યુનિવર્સિટી ટીચર આર્ટ્સમાં બે બેઠકો માટે ચાર ઉમેદવારો અને સાયન્સમાં બે બેઠકો ૩ ઉમેદવારો છે.
મતદાનનો સમય સવારે ૯થી સાંજે પાંચ વાગ્યા સુધીનો છે
નોંધાયેલા સ્નાતક મતદાર વિભાગમાં ૯ બેઠકો માટે એબીવીપીના ૯, એનએસયુઆઈના ૮ અને સીવાયએસએસના ૯ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. હાઈસ્કૂલ ટીચર મતદાન વિભાગમાં બે બેઠકો માટે ૩ ઉમેદવારો અને યુનિવર્સિટી ટીચર આર્ટ્સમાં બે બેઠકો માટે ચાર ઉમેદવારો અને સાયન્સમાં બે બેઠકો ૩ ઉમેદવારો છે.ટૂંકમાં રવિવારનો ચૂંટણી જંગ અત્યંત રસપ્રદ અને રસાકસી ભર્યો રહશે