વડોદરા: વડોદરા તરસાલી શરદ નગરના રહેવાસી અને VMC સ્વીમીંગ પૂલના સિનિયર કોચ વિકી જગદીશભાઈ ચૌહાણના પરિવારને અકસ્માત નડતાં પતિ વિકીભાઈ અને પત્ની રાધીકા વિકી ચૌહાણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું જ્યારે અન્ય ચાર વ્યક્તિને ઇજા પહોંચી હતી.
વડોદરાથી દ્વારકા દર્શનાર્થે તરસાલી શરદનગરના વિકી ભાઈ અને તેમના પરિવારજનો ગઈકાલે જતા હતા તે દરમિયાન મોડી રાત્રે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સાદડી ગામ પાસે તેમની કાર વચ્ચે કૂતરું આવી જતા જોરથી બ્રેક મારવા જતા કાર પલટી ખાઈ ગઈ હતી જેથી પરિવારજનોને ગંભીર ઈજા પહોંચી હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિમિંગ પુલમાં સીનીયર કોચ તરીકે ફરજ બજાવતા વિકી ચૌહાણ અને તેમના પત્ની રાધિકા બહેનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું
આ અકસ્માતના બનાવમાં અનિલભાઈ મોરી, દક્ષાબેન, આર્યાબેન ચૌહાણ, ચંદનબેન મોરીને ગંભીર ઈજા થઈ હતી તેઓને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી તેઓને પ્રાથમિક સારવાર લીધા બાદ પરિવારજનોને વડોદરા પરત આવવા નીકળ્યા હતા.