Charchapatra

કેનેડાના વ.પ્ર.માર્ક કોર્નીની ભારતની મુલાકાત

આજે જ્યારે મિડલ ઈસ્ટમાં ઈરાન-ઈઝરાઈલ-અમેરિકા વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે તેવી નાજુક પરિસ્થિતિમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કોર્ની ભારતની 4 દિવસની મુલાકાતે આવી ગયા. આ દરમ્ચાન ભારત અને કેનેડા વચ્ચે મહત્વના આર્થિક અને મહત્વના ખનિજો તેમજ પરમાણું અને યુરેનિયમના વેચાણ માટે મહત્વના ઐતિહાસિક કરાર કર્યા હતા. બંને દેશોએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર 50 અબજ ડોલર સુધી પહોંચાડવાના અગ્રીમેન્ટ કર્યા! કેનેડા ભારતને યુરેનિયમ આપવા તૈયાર થયું છે જે ભારત માટે એક મોટી ઉપલબ્ધી છે. ન.મોદી અને માર્ક કોર્ની ડીફેન્સ મહત્વની ટેકનોલોજી અને ખનિજો માટે સહયોગ વધારવા પણ સંમત થાય છે.

ટ્રુડોના સમયમાં ભારત-કેનેડાના સંબંધોમાં જે ઓટ આવી હતી તે માર્ક કોર્ની એ સંબંધોને સુધારવા પ્રયત્ન કરી રહ્યા છે. કેનેડામાં લગભગ 15 થી 18 લાખ ભારતીયોની વસતિ છે. જેમાં 9 1/2 લાખ જેટલા પંજાબીઓ છે. પંજાબીઓનો કેનેડાના રાજકારણમાં મહત્વની ભૂમિકા હોય છે. ખાલિસ્તાનીઓનો મુખ્ય અડ્ડો કેનેડામાં છે. આમ હોવા છતાં માર્ક કોર્નીએ તેમની ભારતની મુલાકાત દરમ્યાન પંજાબ જવાનું ટાળ્યું હતું. કેમકે રખેને ભારતને એમાં ખોટું લાગી જાય. આશા રાખીએ કે ભારત-કેનેડાના સંબંધો આવનારા વર્ષોમાં વધુ સુદૃઢ બને!
સુરત – ડો. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top