વડોદરા : સૈયદ મુસ્તાક અલી t-20 ક્રિકેટ ટુર્નામેન્ટ ની નોકઆઉટ તબક્કા ની મેચો અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પર રમાઈ રહી છે ત્યારે બુધવારે હરિયાણા વિરુધ્ધ બરોડાની મેચમાં બરોડાની ટીમે દિલધડક ક્વાર્ટર ફાઇનલ 3 માં હરિયાણાને8 વિકેટે હરાવી સેમિફાઇનલ માં સ્થાન મેળવ્યું છે.
149 રન નો પીછો કરતા બરોડાને અંતિમ ઓવરમાં 18, છેલ્લા 3 બોલમાં 15 રન અને અંતિમ બોલમાં 5 રન ની જરૂર હતી. ત્યારે હરિયાણા ના સુમિતકુમારની બોલિંગ માં વિષ્ણુ સોલંકીએ 6,4 અને 6 મારીને પોતાની બરોડાને સૈયદ મુસ્તાક અલી T-20 ટુર્નામેન્ટ ની સેમિફાઇનલ માં પહોંચાડ્યું છે.
છેલ્લા 3 બોલમાં 15 રનની જરૂર હતી ત્યારે સોલંકીએ 20મી ઓવરના ચોથ બોલમાં લોન્ગ- ઓન પર સિક્સ મારી હતી. પાંચમા બોલમાં થર્ડ મેન પર 4 અને અંતિમ બોલે 5 રનની જરૂર હતી ત્યારે ડાઉન ધ ગ્રાઉન્ડ 6 મારી હતી.
પહેલી સેમિફાઇનલ 29 જાન્યુઆરી એ બીજી અને ચોથી ક્વાર્ટર ફાઈનલના વિજેતા વચ્ચે રમાશે. બીજી સેમિફાઇનલ પહેલી અને ત્રીજી ક્વાર્ટર ફાઈનલ ના વિજેતા વચ્ચે રમાશે જ્યારે ફાઇનલ 31મી જાન્યુઆરીએ રમાશે.
વિષ્ણુ સોલંકીની શાનદાર ફીફટી
રન ચેઝમાં બરોડાની શરુઆત નબળી રહી હતી. 33 બોલમાં 33 રન કરી સ્મિત પટેલની વિકેટ ગુમાવી દીધી હતી. દેવધર અને સોલંકી એ 68 રન ની ભાગીદારી કરી હતી. વિષ્ણુ સોલંકીએ 46 બોલમાં 4 ફોર અને 5 સિક્સરથી અણનમ 71 રન કર્યા હતા.
હરિયાણાની ટીમે 148 રન કર્યા
ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતા હરિયાણા એ 20 ઓવરમાં 7 વિકેટે 148 રન કર્યા હતાં. તેના માટે એચ.રાણા એ 49 અને શિવમ ચૌહાણે 35 રન કર્યા. બરોડા માટે કે.કાર્તિકે 2 વિકેટ, જ્યારે બી.પઠાણ અને અતીત શેઠે 1-1 વિકેટ ઝડપી હતી.