Entertainment

બુમરાહની IPL સેલેરી જેટલી વિરાટ કોહલીની એક ઇન્સ્ટા પોસ્ટની કમાણી

નવી દિલ્હી : ભારતીય ટીમનો માજી કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli) ઇન્સ્ટાગ્રામ (Instagram) પરથી એક પોસ્ટ વડે 1.38 મિલિયન ડોલર અર્થાત રૂ. 14.5 કરોડની કમાણી કરવા સાથે ઇન્સ્ટા પોસ્ટ વડે સર્વાધિક કમાણી કરનારા વિશ્વના ટોપ 15માં 14માં ક્રમ સાથે એકમાત્ર એશિયન હોવાની સાથે તે વિશ્વનો એકમાત્ર ક્રિકેટર (Cricketer) છે. ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહની આઇપીએલની એક સિઝનની સેલેરી જેટલી કમાણી તો કોહલી માત્ર એક ઇન્સ્ટા પોસ્ટથી કરી લે છે.

  • ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી સૌથી વધુ કમાણી કરવા મામલે વિરાટ વિશ્વનો એકમાત્ર ક્રિકેટર અને ભારતનો સૌથી મોંઘો સેલિબ્રિટી
  • ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે વિરાટ કોહલી રૂ. 11.45 કરોડ ચાર્જ સાથે વિશ્વમાં સૌથી વધુ કમાણી મામલે 14માં ક્રમે

ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન કોહલી ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનાર ક્રિકેટર છે અને રમતવીરોમાં ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને લિયોનલ મેસી પછી તે ત્રીજો સૌથી વધુ કમાણી કરનારો ખેલાડી છે. 2023ની એક યાદી અનુસાર કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી દરેક સ્પોન્સર્ડ પોસ્ટ માટે રૂ. 11.45 કરોડ ચાર્જ કર્યા હતા. બીજી તરફ આઇપીએલ 2023માં બુમરાહની સેલેરી રૂ. 12 કરોડ હતી. હોપર એચક્યુના સહ-સ્થાપક, માઈક એ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા કે ઈન્સ્ટાગ્રામ પર વૈશ્વિક સુપરસ્ટારની કમાણી વર્ષોથી કેવી રીતે વધી છે. તેમણે એ પણ પ્રકાશિત કર્યું કે રમતના સુપરસ્ટાર્સનો પ્રભાવ મેદાનની બહાર પણ કેવી રીતે વિસ્તરે છે.

પ્રિયંકા ચોપરા પણ આ યાદીમાં 29માં ક્રમે
ઇન્સ્ટા પોસ્ટ વડે સૌથી વધુ કમાણી કરનારાઓની યાદીમાં અન્ય એક ભારતીય તરીકે બોલિવૂડ અને હોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા 29માં સ્થાને છે. રિપોર્ટ અનુસાર, તેણે પ્રતિ પોસ્ટ 5.32 મિલિયન ડોલર અર્થાત રૂ. 4.40 કરોડ ચાર્જ કર્યા છે.

રોનાલ્ડો નંબર વન પર છે
હોપર એચક્યુના રિપોર્ટ અનુસાર, ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે સૌથી વધુ ચાર્જ કરનારાની યાદીમાં ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 3.23 મિલિયન ડોલર અર્થાત રૂ. 26.75 કરોડની કમાણી સાથે ટોચ પર છે. તેના પછી તેનો કટ્ટર હરીફ લિયોનેલ મેસી 2.26 મિલિયન ડોલર અર્થાત રૂ. 21.49 કરોડ સાથે બીજા ક્રમે છે.

Most Popular

To Top