ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી 23.77 કરોડ અમેરિકન ડોલર (1732.92 કરોડ રૂપિયા)ની બ્રાન્ડ વેલ્યુ સાથે સતત ચોથા વર્ષે 2020માં સૌથી ધનિક ભારતીય સેલિબ્રિટી બન્યો હતો. સૌથી ધનિક ભારતીય સેલિબ્રિટીની યાદીમાં બીજા સ્થાને અભિનેતા અક્ષયકુમાર અને ત્રીજા સ્થાને રણવીર સિંહનું નામ છે.
બ્રાન્ડ વેલ્યુમાં મહારત ધરાવતી કંપની ડફ એન્ડ ફેલપ્સે ગુરૂવારે એક નિવેદનમાં કહ્યું હતું કે 2020 માટે ટોચના 10 સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવતા સેલિબ્રિટીની યાદીમાં માત્ર કોહલી જ ફિલ્મ ઉદ્યોગ બહારની વ્યક્તિ છે અને આ યાદીમાં માત્ર બે મહિલાનો સમાવેશ થાય છે.
નિવેદનમાં કહેવાયું હતું કે 2020માં કોહલીની બ્રાન્ડ વેલ્યુ યથાવત જળવાઇ રહી હતી. જ્યારે ટોચની 20 સેલિબ્રિટીઓએ પોતાની કુલ વેલ્યુના પાંચ ટકા અથવા તો લગભગ એક અબજ અમેરિકન ડોલર ગુમાવ્યા હતા. અક્ષય કુમારની બ્રાન્ડ વેલ્યુ જો કે 13.8 ટકાના વધારા સાથે 11.89 કરોડ અમેરિકન ડોલર (866.82 કરોડ રૂપિયા), જ્યારે રણવીર સિંહની બ્રાન્ડ વેલ્યુ 10.29 અમેરિકન ડોલર (750.18 કરોડ રૂપિયા) છે.
સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવનાર ટોપ ટેન ભારતીય સેલેબ્રિટી
સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુ (ડોલર)
વિરાટ કોહલી 23.77 કરોડ
અક્ષય કુમાર 11.89 કરોડ
રણવીર સિંહ 10.29 કરોડ
શાહરૂખ ખાન 5.11 કરોડ
દીપિકા પાદુકોણ 5.04 કરોડ
આલિયા ભટ્ટ 0.48 કરોડ
આયુષ્યમાન ખુરાના 0.48 કરોડ
સલમાન ખાન 0.45 કરોડ
અમિતાભ બચ્ચન 0.44 કરોડ
ઋત્વિક રોશન 0.39 કરોડ