AAP નેતાને VIP ટ્રીટમેન્ટ મામલે તિહાર જેલના સુપ્રિટેન્ડેન્ટ સસ્પેન્ડ, તપાસના આદેશ – Gujaratmitra Daily Newspaper

National

AAP નેતાને VIP ટ્રીટમેન્ટ મામલે તિહાર જેલના સુપ્રિટેન્ડેન્ટ સસ્પેન્ડ, તપાસના આદેશ

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ (Delhi Lieutenant Governor VK Saxena) તિહાર જેલના સુપરિન્ટેન્ડેન્ટ (Tihar Jail Superintendent) અજીત કુમારને સસ્પેન્ડ (suspend) કરી દીધા છે. તેની સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અજીત કુમાર DANICS અધિકારી છે. આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને VIP ટ્રીટમેન્ટ અપાવવાના મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે.

તિહાર જેલમાં બંધ દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને VIP ટ્રીટમેન્ટ (VIP Treatment) અપાવવાના મામલે દિલ્હી સરકારના જેલ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. આ મામલામાં તિહાર જેલના સુપરિન્ટેન્ડેન્ટ અજીત કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

દિલ્હી સરકારના જેલ વિભાગે માહિતી આપી હતી કે તિહાર જેલના અધિક્ષક અજીત કુમારને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ સસ્પેન્ડ કરી દીધા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે ગેરરીતિ આચરી છે, જેના માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અજીત કુમાર DANICS અધિકારી છે.

Most Popular

To Top